Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સફાન્યા 1:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તથા યહોવાનું અનુસરણ ન કરતાં તેમનાથી વિમુખ થયેલાઓને, અને જેઓએ યહોવાની શોધ કરી નથી કે, તેમની સલાહ પૂછી નથી તેઓને [હું નષ્ટ કરીશ].”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 જેઓ મારાથી વિમુખ થઈ જઈ હવે મને અનુસરતા નથી, અને મારી પાસે આવતા નથી કે મારું માર્ગદર્શન મેળવવા માગતા નથી એવા લોકોને પણ હું નષ્ટ કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 જે લોકો યહોવાહને અનુસરવાથી પાછા ફર્યા છે, જેઓ મને શોધતા કે મારી સલાહ લેતા નથી તેઓનો હું નાશ કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 જે લોકો મારાથી વિમુખ થઇ ગયા છે, તેમનો હું નાશ કરીશ. જેઓ મને શોધવાની કે મારી સલાહ લેવાની કોશિશ કરતાં નથી.”

Faic an caibideil Dèan lethbhreac




સફાન્યા 1:6
27 Iomraidhean Croise  

કેમ કે મેં યહોવાના માર્ગ પાળ્યા છે, અને દુષ્ટતા કરીને હું મારા ઈશ્વરની વિમુખ થયો નથી.


નાનો હોય કે મોટો, પુરુષ કે સ્ત્રી પણ જે કોઈ ઇઝરાયલના ઈશ્વર યહોવાની ભક્તિ ન કરે તેને મારી નાખવો.”


દુષ્ટ પોતાના અહંકારી ચહેરાથી [બતાવે] છે કે, [ઈશ્વર] બદલો લેશે નહિ. તેના સર્વ વિચાર એવા છે કે, ઈશ્વર છે જ નહિ.


જેઓ પોતાને આડેઅવળે માર્ગે વળે છે, તેઓને યહોવા દુષ્ટોની સાથે લઈ જશે. ઇઝરાયલ ઉપર શાંતિ થાઓ.


તેના મુખના શબ્દો અન્યાય તથા કપટથી ભરેલા છે. તેણે ડાહ્યા થવાનું [તથા] ભલું કરવાનું છોડી દીધું છે.


અરે! પાપ કરનારી પ્રજા, અન્યાયથી લદાએલા લોકો, પાપ કરનારાં સંતાન, વંઠી ગએલાં છોકરાં; તેઓએ યહોવાનો ત્યાગ કર્યો છે, તેઓએ ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] ને ધિકકાર્યા છે, તેઓ વિમુખ થઈને પાછા [ફરી ગયા છે].


પણ હે યાકૂબ, તેં મને વિનંતી કરી નથી; હે ઇઝરાયલ, તું મારાથી કાયર થઈ ગયો છે.


પૂર્વ તરફથી અરામીઓને તથા પશ્ચિમથી પલિસ્તીઓને [તે ઉશ્કેરશે] ; તેઓ મુખ પહોળું કરીને ઈઝરાયલને ગળી જશે. એ સર્વ છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી, ને તેમનો હાથ હજી ઉગામેલો છે.


તોપણ લોકો પોતાને મારનારની તરફ ફર્યા નથી, સૈન્યોના [ઈશ્વર] યહોવાને તેઓએ શોધ્યા નથી.


જે વિદેશીઓ તમને ઓળખતા નથી, તથા જે કુળો તમારું નામ લેતા નથી તેઓના પર તમારો કોપ રેડી દો; કેમ કે તેઓ યાકૂબને ખાઈ ગયા છે, બલકે ખાઈ જઈને તેને છેક પાયમાલ કર્યો છે, અને તેનું રહેવાનું સ્થળ વેરાન કર્યું છે.”


[યહોવા કહે છે,] તેં મારો ત્યાગ કર્યો છે, તું પાછળ હઠી ગયો છે; તેથી મેં મારો હાથ તારા પર ઉગામ્યો છે, ને તારો નાશ કર્યો છે. હું પશ્ચાતાપ કરતાં થાકી ગયો છું.


“કેમ કે મારા લોકોએ બે ભૂંડાં કામ કર્યાં છે; તેઓએ મને એટલે જીવતા પાણીના ઝરાને તજી દીધો છે, અને ટાંકાં કે જેમાં પાણી રહે નહિ, એવાં ભાંગેલા ટાંકાં તેઓએ પોતાના માટે ખોદ્યાં છે.


જ્યારે યહોવા તારો ઈશ્વર તને માર્ગમાં ચલાવતો હતો ત્યારે તેં તેને છોડી દીધો, તેથી તું તારી આ દશા તારા પોતાના પર લાવ્યો નથી?


એ બધું છતાં તેની વિશ્વાસઘાતી બહેન યહૂદિયા ખરા મનથી નહિ, પણ કેવળ ઢોંગ કરીને મારી તરફ પાછી ફરી છે, ” એવું યહોવા કહે છે.


વળી જ્ચારે કોઈ નેક માણસ પોતાની નેકીથી ફરી જઈને દુષ્કર્મ કરે, ને તેથી હું તેની આગળ ઠેસ મૂકું, તો તે માર્યો જશે. તેં તેને ચેતવણી નથી આપી તેથી તે તો પોતાના પાપને લીધે મરશે, ને તેનાં કરેલાં સુકૃત્યોનું સ્મરણ કરવામાં આવશે નહિ. પણ તેના રક્તનો જવાબ તો હું તારી પાસેથી માગીશ.


મારા લોકનું વલણ મારી પાસેથી પાછું હઠી જવાનું છે; જો કે તેઓ તેઓને સ્વર્ગવાસી [ઈશ્વર] પાસે બોલાવે, તે છતાં કોઈ પણ તેને માન આપશે નહિ.


ઇઝરાયલનો ગર્વ તેને મોઢામોઢ સાક્ષી પૂરે છે; તોપણ, એટલું બધું છતાં, તેઓ પોતાના ઈશ્વર યહોવાની પાસે પાછા આવ્યા નથી, તેમ તેમને શોધ્યા પણ નથી.


તેઓ સર્વ ભઠ્ઠીની માફક ગરમ છે, ને પોતાના ન્યાયધીશોને સ્વાહા કરી જાય‌ છે; તેઓના સર્વ રાજાઓ માર્યા ગયા છે. તેઓમાંનો કોઈ પણ મને વિનંતી કરતો નથી.


પ્રભુનું કહ્યું તેણે માન્યું નહિ. તેણે શિખામણ માની નહિ. તેણે યહોવા ઉપર વિશ્વાસ રાખ્યો નહિ. તે પોતાના ઈશ્વરની પાસે આવી નહિ.


સમજનાર કોઈ નથી, ઈશ્વરને શોધનાર કોઈ નથી.


તો આપણે એવા મહાન તારણ વિષે બેદરકાર રહીએ તો શી રીતે બચીશું? તે [તારણની વાત] પ્રથમ પ્રભુએ પોતે કરી, પછી તેને સાંભળનારાઓએ અમને તેની ખાતરી કરી આપી,


કેમ કે જો તમે કોઈ પણ પ્રકારે પાછા હઠશો, ને તમારી પાસે રહેલી આ દેશજાતિઓને, એટલે જે બાકી રહી છે તેઓની સાથે સંબંધ રાખશો, ને તેઓની સાથે લગ્નવ્યવહાર કરીને તેઓની સાથે લગ્નવ્યવહાર કરીને તેઓની સાથે હળીમળી જશો;


“મેં શાઉલને રાજા ઠરાવ્યો છે એથી મને અનુતાપ થાય છે, કેમ કે મને અનુસરવાનું તેણે મૂકી દીધું છે, ને મારી આજ્ઞાઓ તેણે પાળી નથી.” અને શમુએલને ક્રોધ ચઢ્યો; અને તેણે આખી રાત યહોવાને વિનંતી કરી.


Lean sinn:

Sanasan


Sanasan