સફાન્યા 1:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તે સમયે હું બત્તીઓ રાખીને યરુશાલેમની ઝડતી લઈશ. અને જે માણસો [દ્રાક્ષારસના] ઠરી ગયેલા રગડાની જેમ [એશઆરામ ભોગવીને] પોતાના મનમાં કહે છે, ‘યહોવા તો ભલું નહિ કરે તેમ ભૂંડુંયે નહિ કરે, ’ તેઓને હું શિક્ષા કરીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 “એ સમયે હું દીવો લઈને યરુશાલેમમાં શોધી વળીશ, અને પ્રભુ તો ભલું નહિ કરે, તેમ ભૂંડું યે નહિ એવું મનમાં કહેનારા સંતુષ્ટ અને આત્મવિશ્વાસ ધરાવનાર લોકોને હું શિક્ષા કરીશ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તે સમયે એવું થશે કે, જેઓ પોતાના દ્રાક્ષારસમાં સ્થિર થયા હશે અને પોતાના મનમાં કહેશે કે, ‘યહોવાહ અમારું કશું ખરાબ કે ભલું નહિ કરે’ એવું માનનારા માણસોને, તે વખતે હું દીવો લઈને યરુશાલેમમાંથી શોધી કાઢીશ અને શિક્ષા કરીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ12 “જેઓ પોતાના વ્યવસાયમાં અધર્મના માર્ગથી સ્થિર થયા હોય, અને ‘યહોવા અમારું કશું ખરાબ નહિ કરે કે ભલું નહિ કરે’ એવું માનનારાઓને તે વખતે હું દીવો લઇને યરૂશાલેમના વિસ્તારોમાંથી શોધી કાઢીશ અને શિક્ષા કરીશ. Faic an caibideil |