Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સફાન્યા 1:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 હે માખ્તેશના રહેવાસીઓ, તમે પોક મૂકો, કેમ કે તમામ વેપારીવર્ગનું સત્યાનાશ વળ્યું છે. કૃપાથી લાદેલા સર્વનો સંહાર થયો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 હે નગરના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો, તમે એ વિલાપ અને રુદન સાંભળો ત્યારે તમે પણ પોક મૂકો. કારણ, તમામ વેપારીવર્ગ નષ્ટ થયો છે અને રૂપાથી લદાયેલા સૌનો સંહાર થયો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 માખ્તેશના રહેવાસીઓ વિલાપ કરો, કેમ કે બધા વેપારીઓ નાશ પામ્યા છે; ચાંદીથી લદાયેલા સર્વનો નાશ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 હે શહેરના નીચાણવાળા ભાગના રહેવાસીઓ, વિલાપ કરો, કારણ કે હવે કોઇ વેપારીઓ રહ્યાં નથી, જેઓ પાસે ચાંદી છે તે સર્વનો નાશ થશે.

Faic an caibideil Dèan lethbhreac




સફાન્યા 1:11
16 Iomraidhean Croise  

જો કે તે ધૂળની માફક રૂપાના ઢગલેઢગલા એકત્ર કરે, અને કાદવની જેમ પુષ્કળ વસ્ત્ર બનાવી દે;


તો તે છો બનાવે, પણ ન્યાયીઓ તે વસ્ત્ર પહેરશે, અને નિર્દોષ જનો તે રૂપુ માંહોમાંહે વહેંચી લેશે.


અરે પાળકો, વિલાપ કરો, તથા બૂમ પાડો; રે ટોળાંના સરદારો, તમે રાખમાં આળોટો; કેમ કે તમને કતલ કરવાના દિવસો ભરાઈ ગયા છે, હું તમારા કકડેકકડા કરી નાખીશ, ને સુંદર પાત્ર પડીને [ભાંગી જાય] તેમ તમે પડશો.”


તે કારણથી ટાટ પહેરો, વિલાપ તથા રુદન કરો; કેમ કે યહોવાનો ઉગ્ર કોપ આપણા પરથી ઊતર્યો નથી.


હે મનુષ્યપુત્ર, રડ તથા પોક મૂક; કેમ કે તે મારા લોક પર આવી પડી છે, તે ઇઝરાયલના સર્વ સરદારો પર આવી પડી છે. તેઓ તથા મારા લોકો તરવારને સ્વાધીન કરવામાં આવ્યા છે; માટે તારી જાંઘ પર થબડાકો માર.


કેમ કે જુઓ, તેઓ નાશ [પામેલા દેશ] માંથી જતા રહ્યા છે, [તોપણ] મિસર તેઓને એકત્ર કરશે, મૃત્યુ તેઓને દાટશે. તેઓના રૂપાના સુંદર દાગીના ઝાંખરાંને હવાલે થશે. તેમના તંબુઓમાં કાંટા ઊગી નીકળશે.


હે યાજકો, તમારી કમરે [ટાટ] વીંટીને વિલાપ કરો. હે વેદીના સેવકો, તમે પોક મૂકો. હે મારા ઈશ્વરના સેવકો, ચાલો, ટાટ પહેરીને આખી રાત સૂઈ રહો, કેમ કે ખાદ્યાર્પણો તથા પેયાર્પણો તમારા ઈશ્વરનાં મંદિરમાં આવતાં બંધ થઈ ગયાં છે.


હે છાકટાઓ, તમે જાગો ને વિલાપ કરો; હે સર્વ મદ્યપાન કરનારાઓ, તમે લહેજતદાર દ્રાક્ષારસને માટે પોક મૂકો; કેમ કે તમારા મુખથી તેને દૂર કરવામાં આવ્યો છે.


સમુદ્રકાંઠે રહેનારા કરેથીઓની પ્રજાને અફસોસ! હે પલિસ્તીઓના દેશ કનાન, યહોવાનું વચન તારી વિરુદ્ધ છે. “હું તારો એવો નાશ કરીશ કે એકે માણસ તારામાં વસશે નહિ.”


હા, યરુશાલેમમાંનું તથા યહૂદિયામાંનું દરેક તપેલું સૈન્યોના [ઈશ્વર] યહોવાને માટે પવિત્ર થશે. અને બલિદાન આપનારા સર્વ માણસો આવીને તેમાંના કેટલાંક [તપેલાં] લઈને તેમાં બાફશે; અને તે સમયે સૈન્યોના [ઈશ્વર] યહોવાના મંદિરમાં કદી કોઈ કનાની હશે નહિ.


અને કબૂતર વેચનારાઓને પણ તેમણે કહ્યું, “એ બધું અહીંથી લઈ જાઓ; મારા પિતાના ઘરને વેપારનું ઘર ન કરો.”


હવે ચાલો, શ્રીમંતો, તમારા પર પડનારાં સંકટોને લીધે તમે વિલાપ કરો અને રડો.


Lean sinn:

Sanasan


Sanasan