Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 9:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 આશ્કલોન તે જોઈને બીશે; ગાઝા પણ [જોઈને] બહુ દુ:ખી થશે. એક્રોન [પણ દુ:ખી થશે] , કેમ કે તેની આશા નિષ્ફળ જશે. ગાઝામાંથી રાજા નાશ પામશે, ને આશ્કલોનમાં વસતિ થશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 એ જોઈને આશ્કલોન શહેર પણ ભયભીત થશે. એ જોઈને ગાઝા નગર અત્યંત દુ:ખી થશે. એક્રોનની પણ એ જ દશા થશે અને તેની આશાનો ભાંગીને ભુકો થઈ જશે. ગાઝા પોતાનો રાજા ગુમાવશે અને આશ્કલોનનો ત્યાગ કરાશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 આશ્કલોન જોઈને બી જશે! ગાઝા પણ ભયથી ધ્રૂજી જશે! એક્રોનની આશાઓ નિષ્ફળ થશે! ગાઝામાંથી રાજા નાશ પામશે અને આશ્કલોનમાં વસ્તી થશે નહિ!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 આશ્કલોન તે જોઇને થથરી જશે, ગાઝા પણ ભયથી ફફડશે, અને એક્રોનની આશાઓ ખોટી પડશે. ગાઝામાં રાજા નહિ રહે અને આશ્કલોન નિર્જન થઇ જશે.

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 9:5
18 Iomraidhean Croise  

આહાઝ રાજા મરણ પામ્યો તે વરસે આ ઈશ્વરવાણી થઈ.


ફારુને ગાઝાને માર્યા પહેલાં પલિસ્તીઓ વિષે યહોવાનું જે વચન યર્મિયા પ્રબોધકની પાસે આવ્યું તે.


હે તૂર, સિદોન તથા પલેશેથના સર્વ પ્રાંતો, તમારે ને મારે શું છે? શું તમે મારા પર વૈર વાળશો? અને જો તમે મારા પર વૈર વાળશો, તો જલદીથી ને બહુ ઝડપથી હું તમારું વૈર તમારા જ માથા પર પાછું વાળીશ.


યહોવા કહે છે: “ગાઝાના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ; કેમ કે અદોમને સોંપી દેવા માટે તેઓ આખી પ્રજાને ગુલામ કરીને લઈ ગયા.


હું આશ્દોદમાંથી રહેવાસીઓનો, ને આશ્કલોનમાંથી રાજદંડ ધારણ કરનારનો સંહાર કરીશ.” પ્રભુ યહોવા કહે છે, “હું મારો હાથ એક્રોનની વિરુદ્ધ ફેરવીશ, ને બાકી રહેલા પલિસ્તીઓ નાશ પામશે.”


જુઓ, પ્રભુ તેની સંપત્તિ છીનવી લેશે, ને તેના બળને સમુદ્રમાંનાખી દેશે; અને તે અગ્નિથી ભસ્મ થશે.


આશ્દોદમાં વર્ણસંકર પ્રજા વસશે; ને હું પલિસ્તીઓનો ગર્વ ઉતારીશ.


પણ પ્રભુના દૂતે ફિલિપને કહ્યું, “ઊઠ, ને યરુશાલેમથી ગાઝા જવાના માર્ગ સુધી દક્ષિણ તરફ જા; ત્યાં અરણ્ય છે.”


અને આશા શરમાવતી નથી, કેમ કે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા અંત:કરણમાં ઈશ્વરનો પ્રેમ વહેવડાવવામાં આવેલો છે.


એ પ્રમાણે મારી આકાંક્ષા તથા આશા છે કે, હું કોઈ પણ વાતમાં શરમાઈશ નહિ; પણ પૂરી હિંમતથી, હમેશ મુજબ હમણાં પણ, ગમે તો જીવનથી કે ગમે તો મરણથી, મારા શરીરદ્વારા ખ્રિસ્તના મહિમાની વૃદ્ધિ કરવામાં આવે.


Lean sinn:

Sanasan


Sanasan