Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 9:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તૂરે પોતાને માટે કિલ્લો બાંધ્યો, ને ધૂળની જેમ રૂપાના તથા શેરીના કાદવની જેમ ચોખ્ખા સોનાના ઢગલા કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 તૂરે પોતાની કિલ્લેબંધી કરી છે અને સોનારૂપાનો એટલો સંગ્રહ કર્યો છે કે તે ધૂળ સમાન થઈ પડયું છે!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તૂરે પોતાને માટે કિલ્લો બાંધ્યો છે, તેણે ધૂળની જેમ ચાંદીના તથા શુદ્ધ સોનાની જેમ મહોલ્લાની માટીના ઢગલા કર્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તૂરે પોતાને માટે કિલ્લો બાંધ્યો છે, તેણે સોનાચાંદીને ધૂળની જેમ અને શેરી પરની માટીની જેમ ખૂબજ ભેગા કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 9:3
16 Iomraidhean Croise  

અને સૂરના મજબૂત કિલ્લામાં તથા હિવ્વીઓનાં ને કનાનીઓનાં સર્વ નગરોમાં આવ્યા; અને યહૂદિયાની દક્ષિણે બેરશેબામાં તેઓ ગયા.


સુલેમાન રાજાના પીવાના સર્વ પાત્રો સોનાનાં હતાં, ને લબાનોન વનગૃહમાંનાં સર્વ પાત્રો ચોખ્ખા સોનાનાં હતાં.રૂપાનું એક પણ નહોતું. સુલેમાનના સમયમાં એ કંઈ વિસાતનું ગણાતું નહોતું.


રાજાએ યરુશાલેમમાં રૂપું એટલું બધું વધારી દીધું કે તે પથ્થરને તોલે થઈ પડ્યું. તથા એરેજકાષ્ટ એટલા બધાં વધાર્યા કે તે નીચાણના પ્રદેશના ગુલ્લરના લાકડાને તોલે થઈ પડ્યાં.


તું [તારો] ખજાનો ધૂળમાં ફેંકી દે, અને ઓફીર [નું સોનું] નાળાંના પાણીમાં ફેંકી દે,


જો કે તે ધૂળની માફક રૂપાના ઢગલેઢગલા એકત્ર કરે, અને કાદવની જેમ પુષ્કળ વસ્ત્ર બનાવી દે;


અથવા જે ઉમરાવો સોનાના માલિક હતા તથા રૂપાથી જેઓએ પોતાનાં ઘરો ભરી દીધાં હતાં તેઓની સાથે;


પ્રભુએ પોતાનો હાથ સમુદ્ર પર લાંબો કર્યો છે, તેમણે રાજ્યોને હલાવી નાખ્યાં છે; યહોવાએ કનાન વિષે આજ્ઞા આપી છે કે, તેના કિલ્લાઓનો નાશ કરવો.


[અન્યોને] મુગટ પહેરાવનાર તૂર, જેના વેપારીઓ સરદારો છે, જેના સોદાગરો પૃથ્વીના માનવંતા છે, તેની વિરુદ્ધ આ કોણે ઠરાવ્યું છે?


તેઓ તારું દ્રવ્ય લૂંટી લેશે, ને તારી માલમતાનું હરણ કરશે. તેઓ તારા કોટ તોડી પાડશે, ને તારા સુંદર ઘરોનો નાશ કરશે. તેઓ તારા પથ્થરોને તથા તારા લક્કડને તથા તારી ધૂળને પાણીમાં નાખી દેશે.


તારું દ્રવ્ય, તારો સોદો, તારો માલ, તારા ખલાસીઓ, તારા સુકાનીઓ, તૂટફાટ, દુરસ્ત કરનારા તથા તારો માલ વેચવાસાટવા વાળા, તારી અંદરના તારા સર્વ સૈનિકો, તથા તારી અંદરનું તારું આખું મંડળ, તારા નાશને દિવસે સમુદ્રમાં ગરક થશે.


તારો માલ સમુદ્રમાંથી ઊતરતો ત્યારે તું ઘણી પ્રજાઓને સંતુષ્ટ કરતું તું તારા પુષ્કળ દ્રવ્ય તથા માલથી પૃથ્વીના રાજાઓને ધનાડ્ય કરતું.


જ્યારે મોજાંઓએ ઊંડા પાણીમાં તને ભાંગી નાખ્યું ત્યારે તારો આખો માલ ને તારું આખું મંડળ તારી સાથે નાશ પામ્યાં.


યહોવાનું વચન ફરી મારી પાસે આવ્યું,


યહોવા કહે છે: “તૂરના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ, કેમ કે તેઓએ ભાઈબંધીનો કરાર યાદ ન રાખતાં આખી પ્રજા અદોમને સોંપી દીધી.


અને તે સીમા વળીને રામા, ને સોરના કોટવાળા નગર સુધી ગઈ; અને તે સીમા ફરીને હોસામાં ગઈ. અને તેનો છેડો આખ્ઝીબના‍ પ્રદેશની પાસે સમુદ્ર આગળ આવ્યો;


Lean sinn:

Sanasan


Sanasan