Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 9:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 કેમ કે મેં મારે માટે યહૂદા [રૂપી ધનુષ્ય] નમાવ્યું છે, મેં એફ્રાઈમ [રૂપી બાણ] ધનુષ્ય પર મૂકયું છે. અને, હે સિયોન, હું તારા પુત્રોને [ઉશ્કેરીશ] , હે ગ્રીસ, તારા પુત્રોની વિરુદ્ધ [તેઓને] ઉશ્કેરીશ, [હે સિયોન,] હું તને યોદ્ધાની તરવારરૂપ કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 હું યહૂદિયાના સૈનિકનો ધનુષ્યની જેમ અને ઇઝરાયલનો તીરોની જેમ ઉપયોગ કરીશ. ગ્રીસના લોકો સામેની લડાઈમાં હું સિયોનના માણસોનો તલવારની જેમ ઉપયોગ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 કેમ કે મેં મારા માટે યહૂદાને ધનુષ્ય ઠરાવ્યું છે અને એફ્રાઇમ મારો બાણ થશે. હે સિયોન, હું તારા દીકરાઓને ગ્રીસના દીકરાઓ સામે લડવા જાગૃત કરીશ, હું તને યોદ્ધાની તલવારરૂપ કરીશ!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 ગ્રીસના લશ્કર સામે લડવા માટે યહૂદિયા મારું ધનુષ થશે, ઇસ્રાએલ મારું તીર થશે અને સિયોન પુત્રો મારી વીંઝાતી તરવાર થશે.”

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 9:13
31 Iomraidhean Croise  

યહોવા મારા ખડક છે, તેમને ધન્ય હો; તે મારા હાથને યુદ્ધ કરતાં, અને મારી આંગળીઓને લડતાં શીખવે છે.


તેઓના ગળામાંથી ઈશ્વરની ઉત્તમ સ્‍તુતિ ગવાઓ, અને તેઓના હાથમાં બેધારી તરવાર રહો; કે


હે પરાક્રમી, તમારી તરવાર તમારી કમરે બાંધો, તમારું ગૌરવ તથા તમારો પ્રતાપ [ધારણ કરો].


તેમને મારું મુખ તીક્ષ્ણ તરવાર જેવું કર્યું છે; તેમણે મેન પોતાના હાથની છાયામાં સંતાડયો છે, અને તેમણે મને ઓપેલા બાણ સમાન કર્યો છે, તેમણે પોતાના ભાથામાં મને ગુપ્ત રાખ્યો છે;


“તું મારી ફરશી તથા યુદ્ધશસ્ત્રો છે; તારા વડે હું સર્વ પ્રજાઓનું ખંડન કરીશ; અને તારા વડે હું રાજ્યોનો નાશ કરીશ;


સિયોનના જે અમૂલ્ય પુત્રો કુંદન જેવા હતા, તેઓ કુંભારના હાથે કરેલાં માટલાં જેવા કેમ ગણાય છે!


મેં તમારા દીકરાઓમાંના કેટલાક ને પ્રબોધકો તરીકે, ને તમારા જુવાનોમાંના કેટલાક ને નાઝીરીઓ તરીકે ઊભા કર્યા.” યહોવા કહે છે.”હે ઇઝરાયલ લોક, શું એમ નથી?


એસાવના પર્વતનો ન્યાય કરવાને ઉદ્ધારકો સિયોન પર્વત પર ચઢી આવશે. અને રાજ્ય યહોવાનું થશે.”


ત્યારે મેં પૂછયું, “તેઓ શું કરવા આવે છે?” તેમણે કહ્યું, “જે શિંગડાએ યહૂદિયા [ના લોકો] ને એવા વિખેરી નાખ્યા કે કોઈ પણ માણસ પોતાનું માથું ઊંચું કરવા પામ્યો નહિ, તેઓ એ છે. પણ તેઓ તેમને ભયભીત કરવાને, તથા જે પ્રજાઓએ પોતાનું શિંગડું યહૂદિયા દેશની સામે ઉઠાવીને તેને વિખેરી નાખ્યો તેઓનાં શિંગડા પાડી નાખવાને આવ્યા છે.”


વળી, ઉદ્ધારનો ટોપ [પહેરો] , તથા આત્માની તરવાર, જે ઈશ્વરનું વચન છે, તે લો.


હું સારી લડાઈ લડયો છું. મેં દોડ પૂરી કરી છે, વિશ્વાસ રાખ્યો છે.


કેમ કે ઈશ્વરનો શબ્દ જીવંત, સમર્થ તથા બેધારી તરવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે, તે જીવ તથા આત્માને અને સાંધા તથા મજ્જાને જુદાં પાડે એટલે સુધી વીંધનારો છે, અને હ્રદયના વિચારોને તથા ભાવનાઓને પારખનાર છે,


તેમના જમણા હાથમાં સાત તારા હતા. તેમના મોંમાંથી બેધારી પાણીદાર તરવાર નીકળતી હતી. તેમનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્યના જેવો હતો.


તેઓ હલવાનની સાથે લડશે, અને હલવાન તેઓને જીતશે, કેમ કે એ પ્રભુઓના પ્રભુ તથા રાજાઓના રાજા છે. અને એમની સાથે જેઓ છે, એટલે જેઓ તેડાયેલા, પસંદ કરેલા તથા વિશ્વાસુ છે તેઓ [પણ જીતશે].”


તેમના મોંમાંથી ધારવાળી તરવાર નીકળે છે કે, તે વડે તે વિદેશીઓને મારે! તે લોઢાના દંડથી તેઓના પર અધિકાર ચલાવશે! અને સર્વશક્તિમાન ઈશ્વરના સખત કોપનો દ્રાક્ષાકુંડ તે ખૂંદે છે.


જેઓ બાકી રહ્યા તેઓ ઘોડા પર બેઠેલાના મોંમાંથી નીકળતી તરવારથી માર્યા ગયા! અને તેઓનાં માંસથી સઘળાં પક્ષીઓ તૃપ્ત થયાં!


પેર્ગામમમાંની મંડળીના દૂતને લખ:જેની પાસે બેધારી પાણીદાર તરવાર છે તે આ વાતો કહે છે:


Lean sinn:

Sanasan


Sanasan