Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 8:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 વળી તે નગરની શેરીઓ રમતાં છોકરાઓ તથા છોકરીઓથી ભરપૂર હશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 અને શેરીઓ ફરીવાર રમતાં-કૂદતાં છોકરાંથી ઊભરાશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 નગરની શેરીઓ તે નગરમાં રમતાં છોકરાઓ તથા છોકરીઓથી ભરપૂર થશે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 રમતાં છોકરાઓ અને છોકરીઓથી નગરની શેરીઓ ભરાઇ જશે.”

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 8:5
11 Iomraidhean Croise  

તેઓ આવીને સિયોનના ઉચ્ચસ્થાન પર ગાયન કરશે, અને ધાન્ય, દ્રાક્ષારસ, તેલ ને ઘેટાંનાં તથા ઢોરનાં ટોળાંનાં બચ્ચાં એ બધાંમાં યહોવાની કૃપા પામવા માટે તેઓ ભેગા થશે; અને તેઓના જીવ બાગાયત જમીનની વાડી જેવા થશે; અને તેઓ કદી પણ ફરીથી શોક કરશે નહિ.


ત્યારે કુમારીઓ ગાયકગણની સાથે આનંદથી નૃત્ય કરશે, તરુણો તથા વૃદ્ધો હરખાશે. હું તેઓના શોકને આનંદરૂપ કરી નાખીશ, તેઓને દિલાસો આપીશ, ને તેઓનું દુ:ખ દૂર કરીને તેઓને હર્ષિત કરીશ.


યહોવા કહે છે, “જુઓ, એવા દિવસો આવે છે કે જ્યારે હું ઇઝરાયલના તથા યહૂદાના વંશમાં મનુષ્યનું બી તથા પશુનું બી વાવીશ.


હર્ષ તથા આનંદનો સ્વર, વરકન્યા [ના વિનોદ] નો સ્વર; અને ‘સૈન્યોના [ઈશ્વર] યહોવાની સ્તુતિ કરો, કેમ કે યહોવા સારા છે, ને તેમની કૃપા સદાકાળ [ટકે] છે, ’ એવું કહેનારાઓનાઓ સ્વર, અને યહોવાના મંદિરમાં આભારાર્થાર્પણો લાવનારાઓનો સ્વર હજી સંભળાશે. કેમ કે આગલા વખતમાં હતું તેમ હું દેશનો બંદીવાસ ફેરવી નાખીશ.” એવું યહોવા કહે છે.


તું ઊઠીને રાતના પહેલા પહોરે મોટેથી [પ્રાર્થના કર]. પ્રભુની સમક્ષ તારું હ્રદય પાણીની જેમ રેડ. તારાં જે બાળકો સર્વ મહોલ્‍લાઓનાં નાકાંમાં ભૂખે મૂર્ચ્છિત થાય છે, તેઓના જીવ [ના બચાવ] ને માટે તારા હાથ પ્રભુની તરફ ઊંચા કર.


તેને કહ્યું, “દોડ, આ જુવાનને કહે કે, યરુશાલેમમાં માણસો તથા ઢોરઢાંક પુષ્કળ હોવાથી જેવી રીતે કોટ વગરનાં ગામડામાં [લોકો વસે છે] તેવી રીતે તેઓ તેમાં વસશે.


કેમ કે સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, જે પ્રજાઓએ તમને પાયમાલ કર્યા તેઓની પાસેથી તેમણે મને ગૌરવ મેળવવા માટે મોકલ્યો છે. કેમ કે જે તમને અડકે છે તે તેમની આંખની કીકીને અડકે છે.


Lean sinn:

Sanasan


Sanasan