Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 8:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, ચોથા, પાંચમા, સાતમા તથા દશમા [માસ] નો ઉપવાસ યહૂદાના વંશજોને આનંદ તથા હર્ષરૂપ ને ખુશકારક ઉજાણીરૂપ થશે; માટે સત્યતા તથા શાંતિને ચાહો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 “ચોથા, પાંચમા, સાતમા અને દસમા મહિનાઓમાં કરવામાં આવતા ઉપવાસો યહૂદિયાના લોકો માટે આનંદ અને ઉલ્લાસનાં પર્વો બની રહેશે. શાંતિ અને સત્ય પર પ્રેમ કરો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 “સૈન્યોના યહોવાહ એવું કહે છે કે: ચોથા, પાંચમા, સાતમા અને દશમા મહિનાનો ઉપવાસ યહૂદિયાના લોકોને આનંદરૂપ, હર્ષરૂપ તથા ખુશકારક ઉત્સવો થશે! માટે સત્યતા તથા શાંતિને પ્રેમ કરો!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 “ચોથા, પાંચમા, સાતમા અને દશમા મહિનામાં તમે શોક પાળો છો પણ તમે યહૂદિયાના વંશજોએ સત્ય અને શાંતિ પર પ્રેમ રાખવો જોઇએ; તો આ બધા સુખ અને આનંદોના પવોર્ બની જશે.”

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 8:19
27 Iomraidhean Croise  

[સિદકિયાની] કારકિર્દીના નવમાં વર્ષે દશમાં માસમાં, માસને દશમે દિવસે એમ થયું કે, બાબિલનો ટાજા નબૂખાદનેસ્સાર પોતાનું પૂરેપૂરું સૈન્ય લઈને યરુશાલેમ પર ચઢી આવ્યો, ને તેની સામે છાવણી નાખી. અને તેઓએ તેની સામે ચોતરફ કિલ્લા બાંધ્યાં.


પણ યર્મિ. ૪૧:૧-૩. સાતમા માસમાં એમ થયું કે, એલિશામાના દીકરા નથાન્યાનો દીકરો ઈશ્માએલ, જે રાજવંશી હતો, તે પોતાની સાથે દશ માણસ લઈને આવ્યો. ને ગદાલ્યાને એવો માર્યો કે તે મરી ગયો. વળી જે યહૂદિયો તથા કાસ્દીઓ મિસ્પામાં તેની સાથે હતા તેઓને [પણ મારી નાખ્યા].


સર્વ પ્રાંતોમાં અને સર્વ નગરોમાં, એટલે જ્યાં જ્યાં રાજાની આજ્ઞા અને તેનો હુકમ ગયો, ત્યાં ત્યાં યહૂદીઓને હર્ષ પ્રદર્શિત કરવા માટે મિજબાની કરવાનો તે શુભ દિવસ બની રહ્યો. અને તે દેશના લોકોમાંના ઘણાક તો યહૂદી થઈ ગયા, કેમ કે તેઓને યહૂદીઓનો ડર લાગ્યો હતો.


કેમ કે તે દિવસોમાં યહૂદીઓને તેમના શત્રુઓ તરફથી નિરાંત વળી હતી, અને તે માસ તેઓને માટે ખેદને બદલે આનંદનો, તથા શોકને બદલે હર્ખનો, થઈ ગયો હતો. તમારે તે દિવસોને મિજબાનીના તથા આનંદના, અને એકબીજા પર ભેટો મોકલવાના, અને દરિદ્રીને દાન આપવાના દિવસો ગણવા.”


તમે મારા વિલાપને બદલે મને નૃત્ય આપ્યું છે; તમે મારું ટાટ ઉતારીને મને ઉત્સાહથી વેષ્ટિત કર્યો છે.


ન્યાયીઓ પર યહોવાની કૃપાદષ્ટિ છે, તેઓની અરજ પ્રત્યે તેમના કાન [ઉઘાડા] છે.


તે સમયે તું કહેશે, “હે યહોવા, હું તમારી સ્તુતિ કરીશ; જો કે તમે મારા પર કોપાયમાન થયા હતા, તોપણ હવે તમારો રોષ શમી ગયો છે, ને તમે મને દિલાસો આપો છો.


યહોવાના છોડાયેલા પાછા આવીને હર્ષનાદ કરતા કરતા સિયોન પહોંચશે; અને તેઓને માથે હમેશા આનંદ રહેશે; તેઓને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે, ને તેમના શોક તથા નિશ્વાસ જતા રહેશે.


યહોવાથી ઉદ્ધાર પામેલાઓ પાછા આવીને હર્ષનાદસહિત સિયોન પહોંચશે; અને તેમને માથે સર્વકાલીન આનંદ રહેશે; તેમને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે, ને શોક તથા નિશ્વાસ જતાં રહેશે.”


માટે તું જા, ને જે ઓળિયામાં તેં મારા મુખના શબ્દો લખ્યા છે, તેમાંથી યહોવાનાં વચનો યહોવાના મંદિરમાં ઉપવાસને દિવસે લોકોની આગળ, ને પોતપોતાનાં નગરોમાંથી આવનાર યહૂદિયાની આગળ પણ તે વાંચી સંભળાવ.


સિદકિયા અગિયારમા વર્ષના ચોથા માસને નવમે દિવસે નગરના કોટમાં બાકોરું પાડવામાં આવ્યું.


સિદકિયાની કારકિર્દીના નવમાં વરસના દશમા માસને દશમે દિવસે બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર તથા તેનું સર્વ સૈન્ય યરુશાલેમ પર ચઢી આવ્યાં, ને તેઓએ તેને ઘેરો નાખ્યો, ને તેની સામે ચોતરફ મોરચા બાંધ્યાં.


જેણે વ્યાજે [નાણાં] આપ્યાં નહિ હોય, તેમ કંઈ વટાવ લીધો નહિ હોય, જેણે પોતાનો હાથ દુષ્કર્મોથી પાછો ખેંચી લીધો હશે, વાદીપ્રતિવાદી વચ્ચે અદલ ન્યાય ચૂકવ્યો હશે.


વળી નવમાં વર્ષના દશમા માસની દશમીએ, યહોવાનું વચન મારી પાસે આવ્યું,


તથા સૈન્યોના [ઇશ્વર] યહોવાના મંદિરના યાજકોને તથા પ્રબોધકોને પૂછવા માટે મોકલ્યા હતા કે, જેમ હું આટલાં બધા વર્ષથી કરતો આવ્યો છું તેમ એકાંતમાં બેસીને મારે પાંચમા માસમાં વિલાપ કરવો જોઈએ?


“દેશના સર્વ લોકોને તથા યાજકોને કહે કે, તમે આ સિત્તેર વર્ષો થયાં, પાંચમા તથા સાતમા [માસ] માં ઉપવાસ તથા શોક કર્યો, તે ઉપવાસ તમે જરાયે પણ મારે માટે, હા, મારે માટે કર્યો હતો?


તમારે આ કામો કરવાં:તમે સર્વ પોતપોતાના પડોશી સાથે સાચું બોલો; તમારા દરવાજાઓમાં અદલ ઇનસાફ કરીને શાંતિનો અમલ કરો.


પછી સૈન્યોના [ઇશ્વર] યહોવાનું વચન મારી પાસે આવ્યું,


યહોવા કહે છે કે, હું સિયોનમાં પાછો આવ્યો છું, ને હું યરુશાલેમમાં રહીશ. યરુશાલેમ સત્યનું નગર કહેવાશે. તે સૈન્યોના [ઇશ્વર] યહોવાનો પર્વત, પવિત્ર પર્વત કહેવાશે.


કૂતરા, જાદુગરો, વ્યભિચારીઓ, ખૂનીઓ, મૂર્તિપૂજકો તથા જે સર્વ અસત્ય ચાહે છે અને આચરે છે, તેઓ બહાર છે.


Lean sinn:

Sanasan


Sanasan