Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 6:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 કાળા ઘોડાઓવાળો [રથ] ઉત્તર પ્રદેશ તરફ ચાલ્યો જાય છે, અને ધોળા તેમની પાછળ ચાલ્યા ગયા; અને કાબરા દક્ષિણ પ્રદેશ તરફ ચાલ્યા ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 કાળા ઘોડાઓએ જોડેલો રથ ઉત્તરમાં બેબિલોન તરફ જતો હતો; શ્વેત ઘોડાઓ પશ્ર્વિમ તરફ અને કાબરચીતરા ઘોડાઓ દક્ષિણમાં આવેલા દેશ તરફ જતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 કાળાં ઘોડાઓવાળો રથ ઉત્તર પ્રદેશ તરફ જાય છે; સફેદ ઘોડાઓવાળો રથ પશ્ચિમ દેશ તરફ જાય છે; ટપકાંવાળા ઘોડાઓવાળો રથ દક્ષિણ દેશ તરફ જાય છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 કાળા ઘોડાથી ખેંચેલો રથ ઉત્તર તરફ જશે, સફેદ ઘોડાથી ખેંચેલો રથ તેમની પાછળ જશે. અને ટપકાંવાળા ઘોડાથી ખેંચેલો રથ દક્ષિણમાં જશે.”

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 6:6
14 Iomraidhean Croise  

દક્ષિણનાં પશુઓ વિષે ઈશ્વરવાણી:દુ:ખ તથા સંકટનો દેશ કે જેમાંથી સિંહ તથા સિંહણ, નાગ તથા ઊડતા સર્પ આવે છે, તેમાં થઈને તેઓ, જે લોકોથી તેમને મદદ થઈ શકે નહિ, તેઓની પાસે ગધેડાંની પીઠ પર પોતાનું દ્રવ્ય, તથા ઊંટોની ખૂંધ પર પોતાના ખજાના લાદીને લઈ જાય છે.


હું ઉત્તરને કહીશ, ‘છોડી દે;’ અને દક્ષિણને [કહીશ કે,] ‘અટકાવ ન કર; મારા દીકરાઓને વેગળેથી, ને મારી દીકરીઓને પૃથ્વીને છેડેથી લાવ;


તેથી હું ઉત્તર તરફથી સર્વ જાતિઓને તેડી મંગાવીશ, તથા મારા દાસ, એટલે બાબિલના રાજા નબૂખાદનેસ્સારને પણ બોલાવીશ, ને તેઓને આ દેશ પર, તેના રહેવાસીઓ પર, તથા ચારે તરફના આ સર્વ દેશો પર લાવીશ. અને હું તેઓનો સંહાર કરીશ, ને તેઓ વિસ્મયજનક તથા ફિટકારપાત્ર થશે, ને તેઓ સદા ઉજ્જડ રહેશે, એવું હું કરીશ.


સિયોનની તરફ ધ્વજા ઊભી કરો; જીવ લઈને નાસો ને વિલંબ ન કરો; કેમ કે હું ઉત્તર તરફથી વિપત્તિ તથા મોટો નાશ લાવીશ.


સૈન્યોના ઈશ્વર યહોવાનો પોતાના શત્રુઓ પાસેથી બદલો લેવાનો આ દિવસ છે; તરવાર ખાઈને તૃપ્ત થશે, ને તેઓનું રક્ત પેટ ભરીને પીશે; કેમ કે સૈન્યોના ઈશ્વર યહોવાને ઉત્તર દેશમાં ફ્રાત નદીની પાસે બલિદાન આપવામાં આવે છે.


ત્યારે આકાશ તથા પૃથ્વી અને તેઓમાં જે સર્વ છે, તેઓ બાબિલ વિષે જયજયકાર કરશે, કેમ કે ઉત્તર દિશાથી વિનાશકો તેના પર આવશે, એવું યહોવા કહે છે.


હે બિન્યામીનના પુત્રો, યરુશાલેમમાંથી જીવ લઈને નાસી જાઓ, તકોઆમાં રણશિંગડું વગાડો, ને બેથ-હાક્કેરેમ પર અગ્નિ સળગાવીને ચેતવણી આપો; કેમ કે ઉત્તરથી વિપત્તિ તથા મોટો નાશ આવે છે.


મેં જોયું, અને જુઓ, એજ આંધીરૂપી મહા વાદળું ઉત્તરમાંથી નીકળી આવ્યું, ને તેમાં અખંડ ચમકતો અગ્નિ હતો, ને તેની આસપાસ પ્રકાશ હતો, ને તેમાંથી, એટલે તે અગ્નિમાંથી તૃણમણિનાં જેવું તેજ આવતું હતું.


આખરને સમયે, દક્ષિણનો રાજા તેની સામે થશે; અને ઉત્તરનો રાજા રથો તથા સવારો તથા વહાણોનો કાફલો લઈને તેના પર વંટોળિયાની માફક [ઘસી] આવશે. તે તેના દેશોમાં પ્રવેશ કરશે, ને [રેલની જેમ સર્વત્ર] ફરી વળીને સામી બાજુએ નીકળી જશે.


તે દક્ષિણના રાજાના રાજ્યમાં આવશે, પણ તે પોતાના દેશમાં પાછો જશે.


જ્યારે તેણે ત્રીજી મુદ્રા તોડી, ત્યારે મેં ત્રીજા પ્રાણીને એમ કહેતાં સાંભળ્યું, “આવ.” ત્યારે મેં જોયું, તો જુઓ, એક કાળો ઘોડો, અને તેના પર જે બેઠેલો હતો તેના હાથમાં ત્રાજવાં હતાં.


Lean sinn:

Sanasan


Sanasan