Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 6:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 એટલે તે દૂતે મને ઉત્તર આપ્યો, “એ તો આકાશના ચાર વાયુ છે, જેઓ આખી પૃથ્વીના પ્રભુની હજૂરમાં હાજરી આપીને ચાલ્યા જાય છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 તેણે જવાબ આપ્યો, “આ તો ચાર વાયુ છે; તેઓ હમણા જ આખી પૃથ્વીના પ્રભુની સમક્ષતામાંથી આવ્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 દૂતે મને જવાબ આપ્યો, “આ તો આકાશના ચાર પવનો છે. તેઓ આખી પૃથ્વીના પ્રભુની આગળ ઉપસ્થિત થયા પછી ચાલ્યા જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તે દેવદૂતે મને જવાબ આપ્યો, “આ ચાર રથો સમગ્ર પૃથ્વીના યહોવા સમક્ષ ઊભા રહે છે. આ ચારે સ્વર્ગના દિવ્ય વાયુઓ છે.

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 6:5
29 Iomraidhean Croise  

યહોવાએ કહ્યું, “બહાર આવીને પર્વત પર યહોવાની સમક્ષ ઊભો રહે.” અને જૂઓ, યહોવા ત્યાં જઈને જતા હતા, ને ભારે તથા જોરાવર વાયું પર્વતોને ફાડતો, તથા યહોવાની સમક્ષ ખડકોના ટૂકડેટૂકડા કરતો હતો, પણ એ વાયુમાં યહોવા નહોતા. અને વાયું પછી ધરતીકંપ [થયો;] પણ એ ધરતીકંપમાં યહોવા નહોતા.


અને મિખાયાએ કહ્યું, “એ માટે તમે યહોવાની વાત સાંભળો. મેં યહોવાને તેમના રાજ્યાસન પર બેઠેલા અને આકાશનું સર્વ સૈન્ય તેમને જમણે તથા ડાબે હાથે તેમની પાસે ઊભેલું જોયું.


એક દિવસ ઈશ્વરદૂતો યહોવાની આગળ હાજર થયા, અને તેમની સાથે શેતાન પણ આવ્યો.


અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ; આંધીના વાયુ, જે તેમનું વચન પૂરું કરે છે;


ઈશ્વરના રથો લાખોલાખ છે; [જેમ] તે સિનાઈના પવિત્રસ્થાનમાં છે [તેમ] પ્રભુ તેઓમાં છે.


કેમ કે તારા કર્તા તારા પતિ છે. તેમનું નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા છે; તારો ઉદ્ધાર કરનાર ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] છે. તે આખી પૃથ્વીના ઈશ્વર કહેવાશે.


આકાશની ચારે દિશાઓથી ચાર વાયુ એલામ પર મોકલીશ ને એ સર્વ વાયુઓની તરફ તેઓને વિખેરી નાખીશ, અને જ્યાં એલામથી નાઠેલા માણસો નહિ જાય એવો કોઈ દેશ હશે નહિ.


ત્યારે કરુબોએ પોતાની પાંખો પ્રસારી, ને પૈડાં તેમની પડખે હતાં. અને ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ ઊંચે તેમના પર હતું.


પછી પ્રભુએ મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, પવનને પ્રબોધ કર, પ્રબોધ કરીને પવનને કહે, પ્રભુ યહોવા કહે છે કે, હે પવન, ચારે દિશાથી આવ, ને આ મૂડદા પર ફૂંક માર કે, તેઓ જીવતાં થાય.”


જ્યારે તે ઊભો થશેત્યારે તેનું રાજ્ય ભાંગી પડશે, ને આકાશના ચાર વાયુ તરફ તેના વિભાગ પડી જશે; પણ તે [રાજ્ય] તેના સંતાનને [મળશે] નહિ, તેમ જ જે પદ્ધતિથી તે રાજ કરતો હતો તે રાજપદ્ધતિ પ્રમાણે [રાજ્ય] ચાલશે નહિ, કેમ કે તેનું રાજ્ય ઉખેડી નાખવામાં આવશે, ને તેઓ સિવાય બીજાઓને મળશે.


અગ્નિની જવાળા તેની આગળથી નીકળીને ઘસી જતી હતી. હજારોહજાર તેની સેવા કરતા હતા, અને લાખોલાખ તેની સમક્ષ ઊભા રહેલા હતા; ન્યાયસભા ભરાઈ હતી, ને પુસ્તકો ઉઘાડવામાં આવ્યાં હતાં.


દાનિયેલે કહ્યું, “હું રાત્રે મારા સંદર્શનમાં જોતો હતો, ને જુઓ, આકાશના ચાર વાયુ મહાસમુદ્ર ઉપર જોસથી ફૂંકાવા લાગ્યા.


કેમ કે [આરંભમાં] નાનાં [દેખાતાં] કામોના દિવસને કોણે તુચ્છકાર્યો છે?’” કેમ કે તેઓ, એટલે યહોવાની આ સાત આંખો, ઝરુબ્બાબેલના હાથમાં ઓળંબો જોઈને હરખાશે. તેઓ તો આખી પૃથ્વી પર આમતેમ દોડતી ફરે છે.


ત્યારે તેણે કહ્યું, “તેઓ તો આખી પૃથ્વીના સ્વામી પાસે ઊભા રહેનાર બે અભિષેક પામેલા છે.”


ફરીથી મેં મારી નજર ઊંચી કરીને જોયું, તો બે પર્વતો વચ્ચેથી ચાર રથ નીકળી આવેલા [જોયા] ; તે પર્વતો પિત્તળના પર્વતો હતા.


સાવધાન રહો કે આ નાનાઓમાંના એકને તમે ન વખોડો, કેમ કે હું તમને કહું છું કે આકાશમાં તેઓના દૂત મારા આકાશમાંના પિતાનું મોં સદા જુએ છે. [


અને રણશિંગડાના મોટા અવાજ સહિત તે પોતાના દૂતોને મોકલશે, ને તેઓ ચારે દિશામાંથી, આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી, તેના પસંદ કરેલાઓને એકત્ર કરશે.


દૂતે તેને ઉત્તર આપ્યો, “ઈશ્વરની આગળ ઊભો રહેનાર ગાબ્રીએલ હું છું. અને તારી સાથે બોલવા તથા તને આ શુભ સંદેશો કહેવા માટે મને મોકલવામાં આવ્યો છે.


શું તેઓ સર્વ સેવા કરનારાં આત્મા નથી, તેઓને તારણનો વારસો પામનારાઓની સેવા કરવા માટે બહાર મોકલી દેવામાં આવ્યા નથી.?


વળી દૂતો સંબંધી તે એમ કહે છે, “તે પોતાના દૂતોને વાયુરૂપ, અને પોતાના સેવકોને અગ્નિની જવાળારૂપ કરે છે.”


જુઓ, આખી પૃથ્વીના પ્રભુનો કરારકોશ તમારી આગળ યર્દન ઊતરે છે.


ત્યાર પછી મેં ચાર દૂતને પૃથ્વીના ચાર ખૂણા પર ઊભા રહેલા જોયા. પૃથ્વી પર, સમુદ્ર પર અથવા કોઈ ઝાડ પર પવન ન વાય, તેટલા માટે તેઓએ પૃથ્વીના ચાર વાયુને અટકાવી રાખ્યા.


Lean sinn:

Sanasan


Sanasan