Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 6:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 હા, તે યહોવાનું મંદિર બાંધશે, તે પ્રતાપી થશે, અને તે પોતાના રાજ્યાસન પર બેસીને રાજ કરેશ; અને તેના રાજ્યાસન પર યાજક બેસશે; અને તે બન્ને સાથે રહીને સલાહશાંતિ જાળવી રાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 તે જ તેને બાંધશે અને રાજાને છાજતું માન તેને મળશે અને તે પોતાના લોકો ઉપર રાજ કરશે. તેના રાજ્યાસનની પડખે યજ્ઞકાર ઊભો રહેશે અને તેઓ બન્‍ને શાંતિ અને સહકારથી ક્મ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તે જ યહોવાહનું સભાસ્થાન બાંધશે અને પોતાનો વૈભવ ઊભો કરશે; પછી તે પોતાના સિંહાસન પર બેસીને રાજ કરશે. તેના સિંહાસન પર યાજક બેસશે અને બન્ને વચ્ચે શાંતિની સલાહ રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 એ જ યહોવાનું મંદિર ફરી બંધાવશે, કીર્તિ પામશે, પોતાના રાજ્યાસન પર બેસશે અને રાજવી અધિકારથી અમલ ચલાવશે. તેના રાજસિંહાસનની બાજુમાં તેને મદદગાર તરીકે અને શાંતિથી સાથે કામ કરવા યાજક ઊભા રહેશે.’

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 6:13
45 Iomraidhean Croise  

અને શાલેમનો રાજા મલ્ખીસદેક રોટલી તથા દ્રાક્ષારસ લાવ્યો; અને તે પરાત્પર ઈશ્વરનો યાજક હતો.


તે મારા નામને માટે ઘર બાંધશે, ને તેનું રાજ્યાસન હું સદાને માટે સ્થાપિત કરીશ.


યહોવાએ મારા પ્રભુને કહ્યું, “હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.”


યહોવાએ સમ ખાધા, તે પસ્તાવો કરશે નહિ, “તમે મેલ્ખીસદેકના ધારા પ્રમાણે સનાતન યાજક છો.”


તેણે તમારી પાસેથી જીવતદાન માગ્યું, તે તમે તેને આપ્યું; એટલે સર્વકાળ રહે એવું [દીર્ઘાયુષ્ય] તેને આપ્યું.


તમારા તારણથી તે ગૌરવવાન થાય છે; તમે તેને માન તથા મહિમા બક્ષો છો.


તે સમયે યિશાઈનું જે થડ લોકોને માટે ધ્વજારૂપ ઊભું છે, તેની પાસે આવવાને વિદેશીઓ શોધ કરશે; અને તેનું રહેઠાણ મહિમાવંત થશે.


તેઓ તેના પિતાના ઘરનો સર્વ વૈભવ, કુટુંબપરિવાર, પ્યાલાં જેવા નાનાં પાત્રથી તે શિરોઈ જેવાં પાત્ર સુધી, તે સર્વ તેના પર ટાંગી રાખશે.


પર્વતો ખસી જાય, ને ડુંગરો ચળે; પણ મારી કૃપા તારા પરથી ટળશે નહિ, અને [તારી સાથેનો] મારો શાંતિનો કરાર ચળી જશે નહિ, તારા પર કૃપા રાખનાર યહોવા એવું કહે છે.


સૈનિકોના ધબકારા કરતા જોડા, ને રક્તમાં બોળેલાં વસ્ત્ર, તે સર્વ બળતણની જેમ અગ્નિમાં બાળી નાખવામાં આવશે.


કેમ કે આપણે માટે છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; તેની ખાંધ પર રાજ્યાધિકાર રહેશે; અને તેને “અદભૂત મંત્રી, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા, ને શાંતિનો સરદાર, ” એ નામ આપવામાં આવશે.


દાઉદના રાજ્યાસન ઉપર, ને તેના રાજ્ય ઉપર, તેમને ઇનસાફ તથા ન્યાયીપણાથી તે સમયથી તે સર્વકાળ માટે સ્થાપવા તથા દઢ કરવા માટે તેમની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહિ. સૈન્યોના [ઈશ્વર] યહોવાની ઉત્કંઠાથી આ થશે.


યહોવા કહે છે, “જુઓ, એવો સમય આવે છે કે, જે સમયે હું દાઉદના વંશમાં એક ન્યાયી અંકુર ઉગાવીશ, તે રાજા થઈને રાજ કરશે, ને ડહાપણથી વર્તશે, ને દેશમાં ન્યાય તથા નીતિ પ્રવર્તાવશે.


તેની કારકીર્દીમાં યહૂદિયા તારણ પામશે, ને ઇઝરાયલ નિર્ભય રહેશે; અને યહોવા અમારું ન્યાયીપણું, એ નામથી તને બોલાવશે.”


તે સમયે તથા તે વેળાએ હું દાઉદને માટે ન્યાયીપણાનો અંકુર ઉગાડીશ; અને દેશમાં તે ન્યાય તથ નીતિ પ્રવર્તાવશે.


તે યહોવાના સામર્થ્યસહિત તથા પોતાના ઈશ્વર યહોવાના નામના પ્રતાપસહિત ઊભો રહીને [પોતાના ટોળાનું] પાલન કરશે. અને તેઓ કાયમ રહેશે; કેમ કે હવે પૃથ્વીના છેડા સુધી તે મોટો થશે.


ત્યારે તેણે કહ્યું, “તેઓ તો આખી પૃથ્વીના સ્વામી પાસે ઊભા રહેનાર બે અભિષેક પામેલા છે.”


ઝરુબ્બાબેલના હાથથી આ મંદિરનો પાયો નંખાયો છે; અને તેના હાથથી તે પૂરું પણ થશે. ત્યારે તું જાણશે કે, ‘મેં સૈન્યોના [ઇશ્વર] યહોવાએ તને તેમની પાસે મોકલ્યો છે.


હા, [તેમની પાસેથી] રૂપું તથા સોનું લઈને અને તેનો મુગટ બનાવીને પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆને માથે મૂક.


ત્યારે આપણને વિશ્વાસથી ન્યાયી ઠરાવવામાં આવ્યા છે, તેથી આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે ઈશ્વરની સાથે સમાધાન પામીએ છીએ.


તમને ઈશ્વર આપણા પિતા તરફથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી કૃપા તથા શાંતિ થાઓ.


એ માટે, ઓ પવિત્ર ભાઈઓ, સ્વર્ગીય આમંત્રણના ભાગીદાર, આપણે જે સ્વીકાર્યું છે તેના પ્રેરિત તથા પ્રમુખયાજક ઈસુ પર લક્ષ રાખો.


ત્યાં ઈસુએ અગ્રેસર થઈને આપણે માટે પ્રવેશ કર્યો છે, અને મેલ્ખીસેદેકના ધારા પ્રમાણે તે હંમેશને માટે પ્રમુખયાજક થયા છે.


દૂતો, અધિકારીઓ તથા પરાક્રમીઓને પોતાને સ્વાધીન કર્યા પછી તે તો આકાશમાં ગયા છે, અને ઈશ્વરની જમણી તરફ [બેઠેલા] છે.


જે જીતે છે તેને હું મારા રાજયાસન પર મારી સાથે બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારા પિતાની સાથે તેમના રાજ્યાસન પર બેઠેલો છું તેમ.


Lean sinn:

Sanasan


Sanasan