Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 6:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને તેને કહે કે, સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, ‘જો, અંકુર નામનો પુરુષ! તે પોતાના સ્થાનમાંથી ઊગી નીકળશે, ને તે યહોવાનું મંદિર બાંધશે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 તેને કહે કે સર્વસમર્થ પ્રભુ આમ જણાવે છે: “અંકુર તરીકે ઓળખાતો પુરુષ તેના સ્થાનમાં આબાદ થશે અને તે પ્રભુનું મંદિર ફરીથી બાંધશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તેને કહે કે, સૈન્યોના યહોવાહ એવું કહે છે. “આ માણસ જેનું નામ અંકુર છે! તે જ્યાં છે ત્યાં ઊગી નીકળશે અને યહોવાહનું સભાસ્થાન બાંધશે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 અને તેને કહેજે કે, સૈન્યોનો દેવ યહોવાના આ વચન છે. ‘આ રહ્યો એ માણસ જેનું નામ “શાખા” છે. અને એ જ્યાં છે ત્યાં ફૂલશેફાલશે અને યહોવાનું મંદિર ફરી બંધાવશે.

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 6:12
37 Iomraidhean Croise  

તે મારા નામને માટે ઘર બાંધશે, ને તેનું રાજ્યાસન હું સદાને માટે સ્થાપિત કરીશ.


જ્યારે બાધનારાઓએ યહોવાના મંદિરનો પાયો નાખ્યો, ત્યારે, યહોવાની સ્તુતિ કરવાને તેઓએ ઇઝરાયલના રાજા દાઉદે ઠરાવ્યા પ્રમાણે, યાજકોને તેઓના પોશાક પહેરાવીને તથા રણશિંગડા આપીને, તથા આસાફના લેવીપુત્રોને ઝાંઝો આપીને ઊભા રાખ્યા.


યરુશાલેમમાં ઈશ્વરના મંદિરમાં તેઓ આવ્યા તેના બીજા વર્ષમાં બીજા માસમાં, શાલ્તીએલનો પુત્ર ઝરુબ્બાબેલ, યોસાદાકનો પુત્ર યેશૂઆ, બાકીના તેઓના યાજક તથા લેવી ભાઈઓ, તથા જેઓ બંદિવાસમાંથી છૂટીને યરુશાલેમ આવ્યા હતા તે સર્વએ તે કામનો આરંભ કર્યો. ને યહોવાના મંદિરના કામની દેખરેખ રાખવા માટે વીસ વર્ષના તથા તેથી વધારે ઉંમરના લેવીઓને નીમ્યા.


યિશાઈના ઠૂંઠામાંથી ફણગો ફૂટશે, ને તેની જડમાંથી ઊગતી એક ડાળીને ફળ આવશે.


તે દિવસે ઇઝરાયલનાં બચેલાંને માટે યહોવાએ ઉગાડેલો અંકુર સુંદર તથા તેજસ્વી, ને ભૂમિની પેદાશ ઉત્તમ તથા શોભાયમાન થશે.


તે તો તેની સમક્ષ ફણગાની જેમ, તથા સૂકી ભૂમિમાંની જડની જેમ ઊગ્યો; તેનામાં કંઈ સૌદર્ય નહોતું, ને લાવણ્ય નહોતુમ; આપણે તેને જોયો ત્યારે તેનું સ્વરૂપ એવું નહોતું કે આપણે તેને ચાહીએ.


યહોવા કહે છે, “જુઓ, એવો સમય આવે છે કે, જે સમયે હું દાઉદના વંશમાં એક ન્યાયી અંકુર ઉગાવીશ, તે રાજા થઈને રાજ કરશે, ને ડહાપણથી વર્તશે, ને દેશમાં ન્યાય તથા નીતિ પ્રવર્તાવશે.


તે સમયે તથા તે વેળાએ હું દાઉદને માટે ન્યાયીપણાનો અંકુર ઉગાડીશ; અને દેશમાં તે ન્યાય તથ નીતિ પ્રવર્તાવશે.


વળી જે દેશ મેં મારા સેવક યાકૂબને આપ્યો હતો, જેમાં તમારા પૂર્વજો રહેતા હતા, તેમં તેઓ રહેશે. તેઓ, તેઓનાં છોકરાં તથા તેઓનાં છોકરાંનાં છોકરાં તેમાં સદા રહેશે. મારો સેવક દાઉદ સદાને માટે તેઓનો સરદાર થશે.


પછી તે મને મંદિરમાં લાવ્યો, ને તેણે ખાંભો બાંધ્યા.તે એક બાજુએ છ હાથ પહોળા હતા, એટલે મંડપ જેટલા જ પહોળા હતા.


તે દિવસે દાઉદનો પડી ગયેલો મંડપ હું પાછો ઊભો કરીશ, ને તેની તૂટફાટો પૂરી દઈશ. હું તેનાં ખંડિયેરોની મરામત કરીશ, ને હું તેને પ્રાચીન કાળમાં [હતો] તેવો બાંધીશ.


એ [આપણું] શાંતિધામ થશે. જ્યારે આશૂરી [સૈન્ય] આપણા દેશમાં આવશે, ને જ્યારે તે આપણા મહેલોમાં ફરશે, ત્યારે આપણે તેની સામે સાત પાળકોને તથા આઠ અધિકારીઓને ઊભા કરીશું.


સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “હે તરવાર, મારા પાળક વિરુદ્ધ તથા જે માણસ મારો સાથી છે તેની વિરુદ્ધ જાગૃત થા. પાળકને માર, એટલે ઘેટાં વિખેરાઈ જશે. અને હું મારો હાથ નાનાંઓ ઉપર ફેરવીશ.”


હે પ્રમુખ યાજક યહોશુઆ, તું તથા તારી આગળ બેસનાર તારા સાથીઓ, હવે સાંભળો; કેમ કે તે માણસો અચંબારૂપ છે; કેમ કે જુઓ, મારો સેવક જે અંકુર [કહેવાય છે] તેને હું પ્રગટ કરીશ.


સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, સૈન્યોના [ઇશ્વર] યહોવાનું ઘર, એટલે તેમનું મંદિર, બાંધવા માટે તેનો પાયો નાખવામાં આવ્યો, તે સમયે પ્રબોધકોએ કહેલાં વચનો આ વખતે સાંભળનારાઓ, તમારા હાથ બળવાન થાઓ.


અને હું પણ તને કહું છું કે તું પિતર છે, ને આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ, ને તેની વિરુદ્ધ હાદેસની સત્તાનું જોર નહિ ચાલે.


બોલ્યા, “એણે એમ કહ્યું કે, હું ઈશ્વરનું મંદિર પાડી નાખવાને તથા તેને ત્રણ દિવસમાં પાછું બાંધવાને સમર્થ છું”


“અમે તેને એમ કહેતાં સાંભળ્યો કે, હાથે બનાવેલા આ મંદિરને હું પાડી નાખીશ, અને ત્રણ દિવસમાં વગર હાથે બનેલું હોય એવું બીજું [મંદિર] બાંધીશ.”


પાસે થઈને જનારાઓએ તેમની નિંદા કરી તથા માથાં હલાવીને કહ્યું, “વાહ રે! મંદિરને પાડી નાખનાર તથા ત્રણ દિવસમાં તેને પાછું બાંધનાર,


જે સૂબેદાર તેમની સામે ઊભો હતો, તેણે જોયું કે એમણે આવી રીતે પ્રાણ છોડ્યો, ત્યારે તેણે કહ્યું, “ખરેખર આ માણસ ઈશ્વરનો દીકરો હતો.”


આપણા ઈશ્વરની ઘણી દયાથી અરુણોદય ઉપરથી આપણા પર આવશે,


ફિલિપે નથાનિયેલને મળીને કહ્યું, “નિયમશાસ્‍ત્રમાં જેમના સંબંધી મૂસાએ તથા પ્રબોધકોએ લખેલું તે, એટલે નાસરેથના ઈસુ, યૂસફના દીકરા, અમને મળ્યા છે.”


ત્યારે ઈસુ કાંટાનો મુગટ તથા જાંબુડા રંગનો ઝભ્ભો પહેરેલા એવા બહાર નીકળ્યા. પછી [પિલાત] તેઓને કહે છે, “જુઓ, આ માણસ!”


એ માટે, ભાઈઓ, તમને માલૂમ થાય કે, એમના દ્વારા પાપોની માફી તમને પ્રગટ કરવામાં આવે છે.


કેમ કે તેમણે એક દિવસ નિર્માણ કર્યો છે કે જે દિવસે તે પોતાના નીમેલા માણસ દ્વારા જગતનો અદલ ઇનસાફ કરશે, જે વિષે તેમણે તેમને મૂએલાંઓમાંથી પાછા ઉઠાડીને સર્વને ખાતરી કરી આપી છે.”


કેમ કે અમે ઈશ્વર [ના સેવક હોઈને] સાથે કામ કરનારા છીએ. તમે ઈશ્વરની ખેતી, ઈશ્વરની ઈમારત છો.


પણ એ તો પાપોને માટે એક બલિદાન સદાકાળને માટે કરીને, ઈશ્વરની જમણી તરફ બિરાજેલા છે.


પણ એ તો સદાકાળ રહે છે, માટે એમનું યાજકપદ અવિકારી છે.


તો જેને આદિપિતા ઇબ્રાહિમે લૂંટમાંનો દશમો ભાગ આપ્યો, તે કેવો મહાન હશે એનો વિચાર કરો.


હવે દરેક‍પ્રમુખયાજક અર્પણો તથા બલિદાનો આપવાને નીમેલો છે. માટે આ [યાજક] ની પાસે પણ કંઈ અર્પણ કરવાનું હોય એવી અગત્ય છે.


Lean sinn:

Sanasan


Sanasan