Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 4:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તેણે મને પૂછયું, “તું શું જુએ છે?” મેં કહ્યું, “મેં નરદમ સોનાનું એક દીપવૃક્ષ જોયું છે, તેની ટોચે તેનું કોડિયું, ને તે પર તેન સાત દીવા [છે]. જે દીવા તેની ટોચે છે તે દરેકને સાત સાત નળીઓ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 તેણે પૂછયું, “તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “હું એક સુવર્ણ દીવી જોઉં છું. તેની ટોચે તેલ માટે પ્યાલો છે. દીવી પર સાત દીવા છે અને સાતેય દીવા પર દિવેટો મૂકવાના સાત સાત ખાંચા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેણે મને કહ્યું, “તું શું જુએ છે?” મેં કહ્યું, “હું પૂરેપૂરું સોનાનું બનેલું દીપવૃક્ષ જોઉં છું જેની ટોચ પર કોડિયું છે. તેના પર સાત દીવા છે અને જે દીવા તેની ટોચે છે તે દરેકને સાત દિવેટ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 પછી તેણે પૂછયું, “હવે તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “હું એક સોનાનો દીપવૃક્ષ જોઉં છું. તેની ટોચ પર એક કૂંડું છે અને સાત દીવા છે. અને સાત નળીઓ દ્વારા દીવીઓ સુધી તેલ પહોંચાડીને તેમને સળગતા રાખવામાં આવે છે.

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 4:2
19 Iomraidhean Croise  

વળી સોનાના દીપવૃક્ષોને માટે તથા તેઓની સોનાની દીવીઓને માટે જોઈતું સોનું, તથા રૂપાનાં દીપવૃક્ષોને માટે તથા તેઓની દીવીઓને માટે જોઈતું રૂપું તોળીને [આપ્યું].


તેઓ દર સવારે તથા સાંજે યહોવાની આગળ દહનીયાર્પણો તથા સુવાસિત ધૂપ બાળે છે. અર્પિત રોટલી પણ પવિત્ર મેજ પર [તેઓ ગોઠવે છે] , અને દરરોજ સાંજે સોનાના દીપવૃક્ષના દીવા પણ સળગાવે છે. અમે તો અમારા ઈશ્વર યહોવાની આજ્ઞાઓ પાળીએ છીએ; પણ તમે તેને તજી દીધા છે.


તેણે મળેલા વિધિ પ્રમાણે સોનાનાં દશ દીપવૃક્ષ બનાવ્યાં; અને તેણે તેમને મંદિરમાં પાંચ જમણી બાજુએ તથા પાંચ ડાબી બાજુએ મૂક્યાં.


[તે દિવસે] રૂપરી દોરી તૂટી જશે અને સોનેરી પ્યાલો ભાંગી જશે, અને ગાગર ઝરા આગળ ફૂટી જશે, અને ચાકળો ટાંકી આગળ ભાંગી જશે.


પછી યહોવાએ મને કહ્યું, “યર્મિયા, તું શું જુએ છે?” મેં કહ્યું, “હું તો અંજીર જોઉં છું; જે અંજીર સારાં છે, તેઓ બહુ સારાં છે; અને જે બગડી ગયેલાં છે, તેઓ બહુ બગડી ગયાં છે, ખવાય નહિ એટલે સુધી બગડી ગયાં છે.”


વળી પ્યાલા, સગડીઓ, થાળીઓ, તપેલાં, દીવીઓ, ચમચા તથા કટોરા; એટલે જે સોનાનું તેનું સોનું, ને જે રૂપાનું તેનું રૂપું, રક્ષકટુકડીનો સરદાર લઈ ગયો.


યહોવાએ મને કહ્યું, “આમોસ, તું શું જુએ છે?” મેં કહ્યું “એક ઓળંબો.” ત્યારે પ્રભુએ કહ્યું, ”જો, હું મારા ઇઝરાયલ લોકોમાં ઓળંબો મૂકીશ. હું ફરીથી કદી તેમને દરગુજર કરીશ નહિ.


તેણે મને પૂછયું, “તું શું જુએ છે?” મેં ઉત્તર આપ્યો, “હું એક ઊડતું ઓળિયું જોઉં છું. તેની લંબાઈ વીસ હાથ, ને તેની પહોળાઈ દશ હાથ છે.”


જે વાણી મારી સાથે બોલી તેને જોવાને હું પાછો ફર્યો. અને ફર્યો ત્યારે મેં સોનાની સાત દીવી જોઈ.


મારા જમણા હાથમાં જે સાત તારા તેં જોયા, અને સોનાની જે સાત દીવી છે, એમનો મર્મ તું લખ. સાત તારા તે સાત મંડળીઓના દૂત છે, અને સાત દીવી તો સાત મંડળીઓ છે.


રાજયાસનમાંથી વીજળીઓ, વાણીઓ તથા ગર્જનાઓ નીકળે છે, અને રાજયાસનની આગળ અગ્નિના સાત દીવા બળે છે તે ઈશ્વરના સાત આત્મા છે.


Lean sinn:

Sanasan


Sanasan