Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 14:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તે દિવસે તેમના પગ યરુશાલેમની સામે પૂર્વ દિશાએ આવેલા જૈતૂન પર્વત પર ઊભા રહેશે, ને જૈતૂન પર્વત વચ્ચોવચથી પૂર્વ તરફ ને પશ્ચિમ તરફ ફાટશે, જેથી બહુ મોટી ખીણ થઈ જશે; અડધો પર્વત ઉત્તર તરફ ને અડધો દક્ષિણ તરફ ખસી જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 તે વખતે તે યરુશાલેમની પૂર્વ તરફ ઓલિવ પર્વત પર ઊભા રહેશે, ત્યારે ઓલિવ પર્વતના પૂર્વ-પશ્ર્વિમ બે ભાગ થઇ જશે અને એથી મોટી ખીણ બની જશે. અડધો પર્વત ઉત્તર તરફ અને અડધો પર્વત દક્ષિણ તરફ ખસી જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તે દિવસે તેમના પગ યરુશાલેમની પૂર્વમાં આવેલા જૈતૂનના પર્વત ઉપર ઊભા રહેશે. જૈતૂન પર્વત પૂર્વ તથા પશ્ચિમ વચ્ચે અડધો અડધ વિભાજિત થઈ જશે અને બહુ મોટી ખીણ થઈ જશે, અડધો પર્વત ઉત્તર તરફ અને બાકીનો અડધો દક્ષિણ તરફ પાછો જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તે દિવસે યહોવા યરૂશાલેમની પૂર્વમાં આવેલા જૈતૂનના પર્વત ઉપર ઊભા રહેશે, પછી એ જૈતૂન પર્વત પૂર્વથી પશ્ચિમ સુધી બે ભાગમાં વહેચાંઇ જશે, અને વચ્ચે એક મોટી ખીણ થઇ જશે, અડધો પર્વત ઉત્તર તરફ હઠી જશે અને બાકીનો અડધો દક્ષિણ તરફ.

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 14:4
16 Iomraidhean Croise  

દાઉદ રડતો જૈતુન [પર્વત] ના ઢોળાવ પર ચઢ્યો; તેનું માથું ઢાંકેલું હતું, ને તે ઉઘાડે પગે ચાલતો હતો. તેની સાથેના સર્વ લોકમાંના દરેક માણસે પોતાનું માથું ઢાંક્યું હતું, ને તેઓ રડતા રડતા ઉપર ચઢ્યા.


અને યહોવાનું ગૌરવ નગરમાંથી ઊપડીને નગરની પૂર્વ બાજુએ આવેલા પર્વત પર થંભ્યું.


સમુદ્રનાં માછલાં, ખેચર પક્ષીઓ, જંગલી શ્વાપદો, ને જમીન પર પેટે ચાલનારા સર્વ પ્રાણીઓ, ને પૃથ્વીના પૃષ્ઠ પરનાં સર્વ મનુષ્યો, મારી હાજરીથી કાંપશે, પર્વતો ઊથલી પડશે, સીધી ભેખડોવાળી જગાઓ પડી જશે, ને દરેક ભીંત પડીને જમીનદોસ્ત થશે.


અને જુઓ ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ પૂર્વને માર્ગેથી આવ્યું, તેમની વાણી ઘણાં મોજાઓની ગર્જના જેવી હતી. અને પૃથ્વી તેમના ગૌરવથી પ્રકાશિત થઈ રહી.


તે ઊભા રહીને પૃથ્વીને હલાવે છે; તે નજર કરીને પ્રજાઓને વિખેરી નાખે છે. અનાદિ પર્વતોના ટુકડેટુકડા થઈ ગયા છે, સનાતન ડુંગરો નમી ગયા છે. તેમના માર્ગો સદાકાળના છે.


આખો દેશ ગેબાથી તે યરુશાલેમની દક્ષિણે રિમ્મોન સુધી બદલાઈને મેદાન થઈ જશે. બિન્યામીનના દરવાજાથી પહેલા દરવાજા સુધી, અને હનાનેલના બુરજથી તે રાજાના દ્રાક્ષાકુંડ સુધી, [યરુશાલેમને] ઊંચું કરવામાં આવશે, અને તે પોતાને સ્થાને રહેશે.


પણ તે એવો દિવસ હશે‍ કે જે વિષે યહોવા જ જાણે છે. એટલે દિવસ નહિ, તેમ રાત પણ નહિ; પણ એવું બનશે કે, સાંજની વખતે અજવાળું હશે.


વળી તે દિવસે યરુશાલેમમાંથી જીવતાં પાણી નીકળીને વહેશે; એટલે અડધાં પૂર્વ સમુદ્ર તરફ ને અડધાં પશ્ચિમ સમુદ્ર તરફ; એમ ઉનાળામાં તથા શિયાળામાં પણ થશે.


હે મોટા પર્વત, તું કોણ છે? ઝરુબ્બાબેલ આગળ તું સપાટ [થઈ જશે] ; અને ‘તેને કૃપા [થાઓ] , કૃપા [થાઓ] , ’ એવા પોકારસહિત તે મથાળાની શિલાને બહાર લાવશે.


કેમ કે હું તમને ખચીત કહું છું કે, જે કોઈ આ પર્વતને એમ કહે કે ખસી જા, ને સમુદ્રમાં નંખા! અને પોતાના હ્રદયમાં; સંદેહ ન લાવતાં વિશ્વાસ રાખશે કે, જે હું કહું છું કે, તે થશે; તો તે તેને માટે થશે.


Lean sinn:

Sanasan


Sanasan