Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 14:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 હા, યરુશાલેમમાંનું તથા યહૂદિયામાંનું દરેક તપેલું સૈન્યોના [ઈશ્વર] યહોવાને માટે પવિત્ર થશે. અને બલિદાન આપનારા સર્વ માણસો આવીને તેમાંના કેટલાંક [તપેલાં] લઈને તેમાં બાફશે; અને તે સમયે સૈન્યોના [ઈશ્વર] યહોવાના મંદિરમાં કદી કોઈ કનાની હશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 યરુશાલેમ અને સમગ્ર યહૂદિયાનાં રાંધવાનાં વાસણો સર્વસમર્થ પ્રભુની સેવાભક્તિ માટે અલગ કરાશે. બલિદાન આપનારા લોકો માંસ બાફવા માટે તેમનો ઉપયોગ કરશે. એ સમયે સર્વસમર્થ પ્રભુના મંદિરમાં ત્યાર પછી કોઈ વેપારી રહેશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 કેમ કે યરુશાલેમ તથા યહૂદિયામાનું દરેક તપેલું સૈન્યોના યહોવાહને માટે પવિત્ર થશે, બલિદાન લાવનાર સર્વ માણસો તેમાં બાફશે અને તેમાંથી ખાશે. તે દિવસે સૈન્યોના યહોવાહના ઘરમાં કોઈ કનાની હશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 અને યહૂદિયા અને યરૂશાલેમનું એકેએક વાસણ સૈન્યોનો દેવ યહોવાને માટે પવિત્ર થશે. ભકિત કરવા આવનાર સૌ કોઇ બલિદાનને બાફવા માટે તેનો વિના મૂલ્યે ઉપયોગ કરી શકશે; અને તે વખતે સૈન્યોનો દેવ યહોવાના મંદિરમાં કોઇ વેપારી નહિ હોય.

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 14:21
27 Iomraidhean Croise  

પછી તેણે તેઓને કહ્યું, “હવે જાઓ, સ્વાદિષ્ઠ ભોજન કરો, મિષ્ટપાન કરો, અને જેઓએ કંઈ તૈયાર કરેલું ન હોય તેઓને માટે [તમારામાંથી] હિસ્સા મોકલી આપો; કેમ કે આપણા ઈશ્વર યહોવાને માટે આજનો દિવસ પવિત્ર છે; એથી તમારે ઉદાસ પણ ન થવું, કેમ કે, યહોવાનો આનંદ તે જ તમારું સામર્થ્ય છે.


ત્યાં રાજમાર્ગ થશે, અને તે પવિત્રતાનો માર્ગ કહેવાશે. તેમાં થઈને [કોઈ પણ] અશુદ્ધ જશે નહિ. તે માર્ગ પ્રભુના લોકોને માટે થશે; અને મૂર્ખો પણ [તેમાં] ભૂલા પડશે નહિ.


સિયોનમાં તથા યરુશાલેમમાં રહી ગયેલો શેષ, એટલે યરુશાલેમમાંના જીવતાઓમાં નોંધાયેલો દરેક જન પવિત્ર કહેવાશે.


હે સિયોન જાગૃત થા, જાગૃત થા, તારા સામર્થ્યથી વેષ્ઠિત થા; હે યરુશાલેમ, પવિત્ર નગર, તારાં સુંદર વસ્ત્ર પહેર; કેમ કે હવે પછી બેસુન્નતી તથા અશુદ્ધ કદી તારામાં પેસશે નહિ.


પ્રભુ યહોવા કહે છે કે, ઇઝરાયલી લોકોમાં જે પારકાઓ છે તેઓમાંનો કોઈ પણ મને તથા શરીરે બેસુન્‍નત છતાં, મારા પવિત્રસ્થાનમાં ન પેસે.


વળી, જ્યારે તમે ઈશ્વર સમક્ષ ચિઠ્ઠી નાખીને દેશનો વારસો વહેંચી લો ત્યારે તમારે યહોવાને એક અર્પણ ચઢાવવું, એટલે તે દેશનો અમુક ભાગ અર્પણ કરવો; તે ભાગ પચીસ હજાર દંડ લાંબો, ને દશ હજાર દંડ પહોળો હોય. તે તેની ચારે તરફની સીમા સુધી પવિત્ર ગણાય.


કનાન [ઠગ છે] , તેના હાથમાં ખોટાં ત્રાજવાં છે; તેને છળકપટ ગમે છે.


“આથી તમે જાણશો, હું મારા પવિત્ર પર્વત સિયોન પર રહેનાર તમારો ઈશ્વર યહોવા છું, તે વખતે યરુશાલેમ પવિત્ર થશે, ને ત્યાર પછી કદી પણ કોઈ પરદેશીઓ તેમાં થઈને જશે નહિ.


હે માખ્તેશના રહેવાસીઓ, તમે પોક મૂકો, કેમ કે તમામ વેપારીવર્ગનું સત્યાનાશ વળ્યું છે. કૃપાથી લાદેલા સર્વનો સંહાર થયો છે.


તે દિવસે ઘોડાઓની ઘંટડીઓ ઉપર ‘યહોવાને માટે પવિત્ર’ [એ શબ્દો] હશે; અને યહોવાના મંદિરમાંનાં તપેલાં વેદી આગળના પ્યાલા જેવાં થશે.


જ્યારે તમે ખાઓ છો પીઓ છો, ત્યારે શું તમે તમારે પોતાને માટે નથી ખાતાપીતા?


માટે તમે ખાઓ કે, પીઓ કે, જે કંઈ કરો તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરો.


અને તમારે તથા તમારા દીકરાઓએ તથા તમારી દીકરીઓએ, તથા તમારા દાસોએ તથા તમારી દાસીઓએ, તથા લેવી કે જેને તારી સાથે હિસ્સો કે વારસો મળેલો નહિ હોવાથી તારા દરવાજાથી અંદર રહેતો હોય તેણે યહોવા તમારા ઈશ્વરની સમક્ષ હર્ષ કરવો.


અને ત્યાં તમારે યહોવા તમારા ઈશ્વરની આગળ જમવું, ને તમારા હાથમાં જે સર્વ [કામો] માં યહોવા તારા ઈશ્વરે તને આશીર્વાદ આપ્યો છે તેમાં તમારે તથા તમારાં કુટુંબોએ ઉત્સવ કરવો.


કે જેથી જો મને આવતાં વાર લાગે, તો માણસોએ ઈશ્વરના ઘરમાં [આવતાં] કેવી રીતે વર્તવું, એ તારા જાણવામાં આવે, એ ઘર તો જીવતા ઈશ્વરની મંડળી, સત્યનો સ્તંભ તથા પાયો છે.


પણ ખ્રિસ્ત તો પુત્ર તરીકે [ઈશ્વરના] ઘર પર વિશ્વાસુ હતા. જો આપણે અંત સુધી હિંમત તથા આશાનું અભિમાન દઢ રાખીએ, તો આપણે તેમનું ઘર છીએ.


કેમ કે ન્યાયકરણનો આરંભ ઈશ્વરની મંડળીમાં થાય, એવો સમય આવ્યો છે; અને જો આપણામાં તેનો આરંભ થાય, તો ઈશ્વરની સુવાર્તા જેઓ માનતા નથી તેઓના શા હાલ થશે?


જે કંઈ અશુદ્ધ છે, અને જે કોઈ ધિક્કારપાત્ર કૃત્યો કરે છે, તથા અસત્ય આચરે છે, તે તેમાં કદી પ્રવેશ કરશે જ નહિ. પણ જેઓનાં નામ હલવાનના જીવનપુસ્તકમાં લખેલાં છે તેઓ જ પ્રવેશ કરશે.


કૂતરા, જાદુગરો, વ્યભિચારીઓ, ખૂનીઓ, મૂર્તિપૂજકો તથા જે સર્વ અસત્ય ચાહે છે અને આચરે છે, તેઓ બહાર છે.


Lean sinn:

Sanasan


Sanasan