Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 14:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 આખો દેશ ગેબાથી તે યરુશાલેમની દક્ષિણે રિમ્મોન સુધી બદલાઈને મેદાન થઈ જશે. બિન્યામીનના દરવાજાથી પહેલા દરવાજા સુધી, અને હનાનેલના બુરજથી તે રાજાના દ્રાક્ષાકુંડ સુધી, [યરુશાલેમને] ઊંચું કરવામાં આવશે, અને તે પોતાને સ્થાને રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 ઉત્તરમાં ગેબાથી માંડીને દક્ષિણમાં રિમ્મોન સુધીનો સમગ્ર પ્રદેશ સપાટ થઈ જશે. યરુશાલેમ આસપાસના સર્વ પ્રદેશ કરતાં ઊંચું કરાશે; શહેરનો વિસ્તાર બિન્યામીનના દરવાજાથી અગાઉ જ્યાં દરવાજો હતો ત્યાં ખૂણાના દરવાજા સુધી અને હનાનએલના બુરજથી રાજવી દ્રાક્ષકુંડ સુધીનો હશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 સમગ્ર પ્રદેશ ગેબાથી તે યરુશાલેમની દક્ષિણે રિમ્મોન સુધી અરાબાહ જેવો થઈ જશે. યરુશાલેમ બિન્યામીનના દરવાજાથી પહેલા દરવાજાની જગા સુધી, એટલે ખૂણાના દરવાજા સુધી અને હનાનએલના બુરજથી તે રાજાના દ્રાક્ષકુંડ સુધી ઊંચું કરવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 યરૂશાલેમની આસપાસનો સમગ્ર પ્રદેશ ઉત્તરમાં ગેબાના મેદાનથી તે દક્ષિણમાં રિમ્મોન સુધી સપાટ મેદાન થઇ જશે, પણ યરૂશાલેમ બિન્યામીનના દરવાજાથી ખૂણાના દરવાજા સુધી જ્યાં પહેલાં એક દરવાજો હતો, અને હનાનએલના બુરજથી તે રાજાના દ્રાક્ષ ગૂંદવાના કૂંડાઓ સુધી, પોતાની જગ્યાએ ઊંચું જ રહેશે.

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 14:10
28 Iomraidhean Croise  

પછી આસા રાજાએ આખા યહૂદિયામાં ઢંઢેરો પિટાવ્યો. કોઈને છૂટ આપવામાં આવી નહિ. તેઓ રામાના પથ્થર તથા લાકડાં જે વડે બાશાએ તે બાંધ્યું હતું, તે ઉઠાવી લાવ્યા. અને તે વડે આસા રાજાએ બિન્યામીનનું ગેબા તથા મિસ્પા બાંધ્યાં.


ઇઝરાયલનો રાજા યોઆશ બેથ-શેમેશમાં અહાઝ્યાના દીકરા યોઆશના દીકરા યહૂદિયાના રાજા અમાસ્યાને પકડીને યરુશાલેમમાં લાવ્યો. અને એફ્રાઈમના દરવાજાથી તે ખૂણાના દરવાજા સુધી ચારસો હાથ જેટલો યરુશાલેમનો કોટ તેણે તોડી પાડ્યો.


વળી એટામ, આઈન, રિમ્મોન, તોખેન, તથા આશાન, એ પાંચ નગર,


બાકીના [લેવીઓ] ને એટલે મરારીના પુત્રોને ઝબુલોનના કુળમાંથી રિમ્મોન તેનાં પાદરો સહિત, તાબોર તેનાં પાદરો સહિત;


ઇઝરાયલનો રાજા યોઆશ યહોઆહાઝના પુત્ર યોઆશના પુત્ર યહૂદિયાના રાજા અમાસ્યાને બેથ-શેમેશમાં પકડીને યરુશાલેમ લાવ્યો, ને એફ્રાઈમના દરવાજાથી તે ખૂણાના દરવાજા સુધી ચારસો હાથ જેટલો યરુશાલેમનો કોટ તોડી પાડ્યો.


વળી ઉઝિયાએ યરુશાલેમમાં ખૂણાને દરવાજે, ખીણને દરવાજે તથા [કોટના] ખૂણાઓમાં બુરજો બાંધીને તેઓને મજબૂત કર્યા.


એફ્રાઈમની ભાગળ, જૂની ભાગળ, મચ્છીભાગળ, હનાનેલના બુરજ આગળ થઈને છેક મેંઢાભાગળ સુધી [ગયો]. તેઓ ચોકીભાગળમાં ઊભા રહ્યા.


એલ્યાશીબ મુખ્ય યાજકે તથા તેના યાજક ભાઈઓએ ઊઠીને મેંઢાભાગળ બાંધી, અને તેની પ્રતિષ્ઠા કર્યા પછી તેના કમાડો ચઢાવ્યાં. તેઓએ હામ્મેઆ બુરજ સુધી અને છેક હનાનેલના બુરજ સુધી તેની પ્રતિષ્ઠા કરી.


તેઓ ખીણની પાર આવ્યા છે, ગેબામાં તેઓએ ઉતારો કર્યો છે. રામા થરથરે છે; શાઉલનું ગિબયા નાસાનાસ કરે છે.


છેલ્લા કાળમાં યહોવાના મંદિરનો પર્વત પહાડોનાં શિખરો પર સ્થાપન થશે, ને ડુંગરો કરતાં તેને ઊંચો કરવામાં આવશે; અને સર્વ પ્રજાઓ તેમાં પ્રવાહની જેમ પ્રવેશ કરશે.


ત્યારે પાશહૂરે યર્મિયા પ્રબોધકને માર્યો, ને યહોવાના મંદિરની પાસે બિન્યામીનના ઉપલા દરવાજામાં હેડ હતી તેમાં તેના પગ નાખ્યા.


યહોવા કહે છે, “જુઓ, હું યાકૂબના તંબુઓનો બંદીવાસ ફેરવી નાખીશ, ને તેનાં ઘરો પર દયા કરીશ. અને નગર પોતાની ટેકરી પર બંધાશે, ને રાજમહેલ [માં રજવાડા] ની રીત પ્રમાણે લોકો વસશે.


તે બિન્યામીનને દરવાજે પહોંચ્યો ત્યારે ત્યાં હનાન્યાના પુત્ર શેલેમ્યાનો પુત્ર નામે ઇરિયા નાયક હતો. તેણે યર્મિયા પ્રબોધકને પકડીને કહ્યું, “તું ખાલદીઓના પક્ષમાં જતો રહે છે.”


હવે રાજાના મહેલમાંના એક હબશી ખોજા એબેદ-મેલેખે સાંભળ્યું કે તેઓએ યર્મિયાને ટાંકામાં નાખ્યો છે, ને રાજા બિન્યામીનના દરવાજામાં હાલ બેઠો છે.


તે દિવસે દાઉદનો પડી ગયેલો મંડપ હું પાછો ઊભો કરીશ, ને તેની તૂટફાટો પૂરી દઈશ. હું તેનાં ખંડિયેરોની મરામત કરીશ, ને હું તેને પ્રાચીન કાળમાં [હતો] તેવો બાંધીશ.


પણ પાછલા દિવસોમાં યહોવાના મંદિરના પર્વતની સ્થાપના પર્વતોના શિખર પર થશે, ને તેને [બીજા] ડુંગરો કરતાં ઊંચો કરવામાં આવશે; અને લોકોનાં ટોળેટોળાં ત્યાં ચાલ્યાં આવશે. આવશે.


તે દિવસે હું યહૂદિયાના અમલદારોને લાકડાંમાં અગ્નિથી ભરેલી ચિનગારી સમાન તથા પૂળીઓમાં બળતી મશાલ સમાન કરીશ. તેઓ આસપાસના સર્વ લોકોને, ડાબે હાથે તથા જમણે હાથે, સ્વાહા કરી નાખશે. અને યરુશાલેમ [ના લોકો] હજી પણ ફરીથી પોતાની જગાએ, એટલે [અસલના] યરુશાલેમમાં, વસશે.


તેને કહ્યું, “દોડ, આ જુવાનને કહે કે, યરુશાલેમમાં માણસો તથા ઢોરઢાંક પુષ્કળ હોવાથી જેવી રીતે કોટ વગરનાં ગામડામાં [લોકો વસે છે] તેવી રીતે તેઓ તેમાં વસશે.


યહોવા કહે છે કે, હું સિયોનમાં પાછો આવ્યો છું, ને હું યરુશાલેમમાં રહીશ. યરુશાલેમ સત્યનું નગર કહેવાશે. તે સૈન્યોના [ઇશ્વર] યહોવાનો પર્વત, પવિત્ર પર્વત કહેવાશે.


તથા લબાઓથ તથા શિલ્હિમ તથા આઈન તથા રિમ્મોન:સર્વ મળી ઓગણત્રીસ નગરો તેઓના તાબાનાં ગામો સહિત હતાં.


અને બિન્યામીનના કુળમાંથી ગિબ્યોન ને તેનાં ગૌચર, ગ્રેબા ને તેનાં ગૌચર;


અને તેઓ પાછા ફરીને અરણ્ય તરફ નાઠા ને રિમ્મોન ગઢમાં જતા રહ્યાં; અને તેઓએ રાજમાર્ગમાં વિખૂટા પડી ગયેલા પાંચ હજાર માણસોને કતલ કર્યા. વળી ગિદિયોન સુધી તેમનો પીછો પકડીને તેઓના બીજા બે હજાર માણસોનો સંહાર કર્યો.


પણ છસો માણસો પાછા ફરીને અરણ્ય તરફ નાઠા, ને રિમ્મોન ગઢમાં જતા રહ્યા. તેઓ રિમ્મોન ગઢમાં ચાર માસ રહ્યા.


સમગ્ર પ્રજાએ રિમ્મોન ગઢમાંના બિન્યામીનપુત્રોને સંદેશો મોકલીને સલાહનો ઢંઢેરો પિટાવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan