ઝખાર્યા 13:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તે દિવસે હું દેશમાંથી મૂર્તિઓનું નામનિશાન નાબૂદ કરીશ, અને તેઓનું સ્મરણ ફરી કદી કરવામાં આવશે નહિ; અને હું પ્રબોધકોને તથા અશુદ્ધ આત્માને દેશમાંથી કાઢી મૂકીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 તે સમયે હું દેશમાંથી મૂર્તિઓનું નામનિશાન ભૂંસી નાખીશ, અને તે પછી કોઈ તેમનું સ્મરણ નહિ કરે. સંદેશવાહક હોવાનો દાવો કરનારાઓને હું મારી સંમુખથી દૂર કરીશ અને મૂર્તિપૂજાની ઇચ્છા દૂર કરીશ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 સૈન્યોના યહોવાહ કહે છે કે “તે દિવસે હું દેશમાંથી મૂર્તિઓનું નામ નાબૂદ કરીશ કે ફરી તેઓને યાદ કરવામાં આવે નહિ; હું જૂઠા પ્રબોધકોને તથા અશુદ્ધ આત્માને દેશમાંથી દૂર કરીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ2 “અને તે દિવસે હું દેશમાંથી મૂર્તિઓનું નામોનિશાન સંપૂર્ણપણે મિટાવી દઇશ. મૂર્તિઓને કોઇ યાદ નહિ કરે. પ્રત્યેક જૂઠા પ્રબોધક અને અશુદ્ધ આત્માને દૂર કરવામાં આવશે. Faic an caibideil |
તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, આ તો મારા તખ્તનું સ્થાન તથા મારા પગનાં તળિયાંનું સ્થાન છે, તેમાં હું ઇઝરાયલી લોકો મધ્યે સદાકાળ રહીશ; અને ઇઝરાયલ લોકો ફરીથી કદી પણ મારા પવિત્ર નામને કલંક લગાડશે નહિ, ને તેઓ તથા તેઓના રાજાઓ પોતાના વ્યભિચારથી, તથા પોતાના રાજાઓ મરે ત્યારે તેઓનાં મુડદાંથી ભ્રષ્ટ કરશે નહિ.