Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 12:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 (યહોવા કહે છે), તે દિવસે હું દરેક ઘોડામાં ગભરાટ તથા તેના સવારમાં ગાંડપણ લાવીશ; અને હું યહૂદિયાના લોકો પર મારી આંખ ઉઘાડીશ, ને લોકોના દરેક ઘોડા પર અંધાપો લાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 તે વખતે હું તેમના ઘોડાઓમાં ભય ફેલાવી દઈશ અને તેમના ઘોડેસવારો બાવરા બની જશે. હું યહૂદિયાના લોકોનું ધ્યાન રાખીશ, પણ તેમના શત્રુઓના ઘોડાઓને હું આંધળા બનાવી દઈશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 સૈન્યોના યહોવાહ એવું કહે છે કે, તે દિવસે,” “હું દરેક ઘોડાને ત્રાસથી અને દરેક સવારને ગાંડપણથી મારીશ. કેમ કે હું યહૂદિયાના લોકો પર મારી આંખ ઉઘાડીશ અને સૈન્યના દરેક ઘોડાને અંધ કરી નાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તે દિવસ તેની સામે થનાર સૈન્યોને હું મૂંઝવી નાખીશ અને તેઓને મૂર્ખા બનાવીશ. કેમ કે હું યહૂદિયાના લોકો પર મારી નજર રાખીશ. પણ તેના દુશ્મનોને આંધળા કરી નાખીશ.

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 12:4
24 Iomraidhean Croise  

આ મંદિર પર, એટલે જે જગા વિષે તમે કહ્યું છે કે ‘ત્યાં મારું નામ રહેશે, તે પર તમારી આંખ રાત દિવસ ઉઘાડી રહે કે, તમારો સેવક આ સ્થાન તરફ [મુખ ફેરવીને] જે પ્રાર્થના કરે, તે તમે સાંભળો.


માટે તેણે ઘોડા, રથો તથા મોટું સૈન્ય ત્યાં મોકલ્યું. અને તેઓએ ત્યાં રાત્રે જઈને નગરને આસપાસથી ઘેરી લીધું.


અને તે [દુશ્મનો] એલિશાની પાસે આવ્યા, ત્યારે એલિશાએ યહોવાની પ્રાર્થના કરી, “કૃપા કરીને આ લોકને આંધળા કરી નાખો.” અને યહોવાએ એલિશાના કહેવા પ્રમાણે તેમને આંધળા કરી નાખ્યા.


રાતદિવસ આ મંદિર તરફ, એટલે જે સ્થળ વિષે તમે કહ્યું છે કે, ‘મારું નામ હું ત્યાં રાખીશ’, તે તરફ તમારી આંખો ઉઘાડી રહે કે, જેથી તમારો સેવક તથા આ સ્થળ તરફ [મુખ ફેરવીને] જે પ્રાર્થના કરે, તે તમે સાંભળો.


હવે, હે મારા ઈશ્વર, હું તમારી આજીજી કરું છું કે, આ સ્થળે કરેલી પ્રાર્થના પર તમારી આંખો ખુલ્લી રહે તથા તમારા કાનો ચકોર રહે.


આ સ્થળે કરેલી પ્રાર્થના તરફ મારી આંખો ઉઘાડી રહેશે ને મારા કાન ચકોર રહેશે.


તમે ધ્યાન દઈને મારું સાંભળો, ને તમારી આંખો ઉઘાડો, તમારા સેવકની પ્રાર્થના છે કે ઇઝરાયલી લોકોએ જે પાપો તમારી આજ્ઞાની વિરુદ્ધ કર્યા છે તેઓનો ઇકરાર કરતાં રાતદિવસ તમારી સમક્ષ તમારા સેવક ઇઝરાયલને માટે હું પ્રાર્થના કરું છું, તે તમે સાંભળો; હા મેં તથા મારા પૂર્વજોએ પાપ કર્યુ છે.


તે દિવસે યહોવા આકાશમાં ઉચ્ચસ્થાનના સૈન્યને, તથા પૃથ્વી પર પૃથ્વીના રાજાઓને જોઈ લેશે.


હે યહોવા, કાન દઈને સાંભળો; હે યહોવા આંખ ઉઘાડીને જુઓ; જીવતા ઈશ્વરની નિંદા કરનારા આ સાનહેરિબના શબ્દો તમે સાંભળો.


કેમ કે હું તેમનું હિત કરવા માટે તેમના પર મારી નજર રાખીશ, ને તેઓને આ દેશમાં પાછા લાવીશ; અને હું તેઓને બાંધીશ, ને પાડી નાખીશ નહિ; અને હું તેઓને રોપીશ, ને ઉખેડી નાખીશ નહિ.


હું તને પાછો ફેરવીશ, ને તારાં જડબાંમાં કડીઓ નાખીને તને બહાર ખેંચી કાઢીશ, ને તારું બધું સૈન્ય, ઘોડાઓ તથા ઘોડેસવારો, તેઓ સર્વ પૂરા શસ્ત્રસજ્જિત, ઢાલો તથા ઢાલડીઓ ધારણ કરેલાઓનો મોટો સમુદાય કે જેમાંના સર્વના હાથમાં તરવારો છે તેઓ,


મારા પીરસેલા જમણમાં તમે ઘોડાઓથી, રથોથી, શૂરવીર માણસોથી તથા યોદ્ધાઓથી તૃપ્ત થશો, એમ પ્રભુ યહોવા કહે છે.


હે મારા ઈશ્વર, તમે કાન ધરીને સાંભળો. તમારી આંખો ઉઘાડીને અમારી પાયમાલી પર તથા તમારે નામે ઓળખાતા નગર પર નજર કરો; કેમ કે અમે અમારી અરજો અમારાં પોતાનાં ન્યાયી કૃત્યોને લીધે તો નહિ, પણ તમારી મોટી દયાને લીધે તમારી આગળ રજૂ કરીએ છીએ.


તેઓ યુદ્ધમાં [પોતાના શત્રુઓને] ગલીઓના કાદવમાં ખૂંદી નાખનાર યોદ્ધાઓ જેવા થશે. તેઓ યુદ્ધ કરશે, કેમ કે યહોવા તેઓની સાથે છે; અને ઘોડેસવારો ગભરાઈ જશે.


અને મગિદ્દોની ખીણમાં હદાદરિમ્મોનના વિલાપના જેવો ભારે વિલાપ તે દિવસે યરુશાલેમમાં થશે.


તે દિવસે હું યરુશાલેમ સર્વ લોકોને માટે ભારે પથ્થરરૂપ થાય એવું કરીશ; જે તેનો ભાર પોતાના પર લેશે તેઓ સર્વ સખત રીતે ઘાયલ થશે; અને પૃથ્વીની સર્વ પ્રજાઓ યરુશાલેમની વિરુદ્ધ એકત્ર થશે.


અને યહૂદિયાના અમલદારો પોતાના મનમાં કહેશે કે, ‘યરશાલેમના રહેવાસીઓનું બળ તેઓના ઈશ્વર સૈન્યોના યહોવામાં છે.’


તે દિવસે હું યહૂદિયાના અમલદારોને લાકડાંમાં અગ્નિથી ભરેલી ચિનગારી સમાન તથા પૂળીઓમાં બળતી મશાલ સમાન કરીશ. તેઓ આસપાસના સર્વ લોકોને, ડાબે હાથે તથા જમણે હાથે, સ્વાહા કરી નાખશે. અને યરુશાલેમ [ના લોકો] હજી પણ ફરીથી પોતાની જગાએ, એટલે [અસલના] યરુશાલેમમાં, વસશે.


અને [ઉપર કહ્યા પ્રમાણે] તે છાવણીઓમાંના ઘોડાઓનો, ખચ્ચરોનો, ઊંટોનો, ગધેડાનો તથા સર્વ પશુઓનો મરો થશે.


હું મારા મંદિરની આસપાસ થાણારૂપે છાવણી નાખીશ, જેથી કોઈ અંદર આવજા કરે નહિ; અને ત્યાર પછી કોઈ જુલમગાર તેઓમાં થઈને કદી આગળ જવા પામશે નહિ; કેમ કે હવે મેં મારી નજરે જોયું છે.


એ અજ્ઞાનપણાના સમયો પ્રત્યે ઈશ્વરે ચલાવી લીધું ખરું, પણ હવે સર્વ સ્થળે સર્વ માણસોને પસ્તાવો કરવાની તે આજ્ઞા કરે છે,


ગાંડપણથી તથા અંધાપાથી તથા મનના ગભરાટથી યહોવા તને મારશે.


Lean sinn:

Sanasan


Sanasan