Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 11:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તેઓના માલિકો તો તેમને કતલ કરે છે, તેમ છતાં પોતાને દોષિત ગણતા નથી. તેઓના વેચનારાઓ [માંનો દરેક] કહે છે કે, ‘યહોવાને ધન્ય હો કે, હું શ્રીમંત છું.’ અને તેઓના પોતાના પાળકો તેમના પર દયા રાખતા નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 તેમના માલિકો તેમને મારી નાખે છે અને છતાં તેમને શિક્ષા થતી નથી. તેઓ તેમનું માંસ વેચે છે અને કહે છે, ‘પ્રભુની સ્તુતિ થાઓ! આપણે ધનવાન છીએ!’ ઘેટાંના પાળકોને તેમના પર કંઈ દયા નથી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેઓના ખરીદનારા તેમની કતલ કરે છે અને પોતાને શિક્ષાપાત્ર ગણતા નથી, તેઓના વેચનારા કહે છે કે, યહોવાહને પ્રશંસિત હો! કે અમે શ્રીમંત છીએ!’ કેમ કે તેઓના પોતાના પાળકો તેઓના પર દયા રાખતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તેઓના નેતાઓ ઘેટાંને ખરીદનારા વેપારી જેવા છે, તેમના વધ કરે છે અને છતાં તેમને દોષિત હોવાની લાગણી થતી નથી, અને તેને વેચનારા કહે છે કે, ‘યહોવાનો આભાર હું ધનવાન બન્યો,’ તેમના પોતાના ભરવાડો પણ તેમના પર દયા બતાવતા નથી.”

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 11:5
27 Iomraidhean Croise  

હવે પ્રબોધકોના પુત્રોની પત્નીઓમાંની એક સ્ત્રીએ એલિશાને કરગરીને કહ્યું, “તમારા સેવક મારા ભરથાર મરણ પામ્યા છે. તમે જાણો છો કે તમારા સેવક યહોવાનો ડર રાખતા હતા. અને લેણદાર મારા બે છોકરાને પોતાના ગુલામ કરવા માટે લઈ જવા આવ્યો છે.”


મેં તેઓને કહ્યું, “આપણા જે યહૂદી ભાઈઓ વિદેશીઓના ગુલામ થયા હતા, તેઓને અમે અમારી શક્તિ પ્રમાણે મૂલ્ય આપી છોડાવ્યા; છતાં તમે પોતાના ભાઈઓને પોતે જ વેચવા માગો છો? શું તેઓ અમને વેચાવા જોઈએ?” ત્યારે તેઓ છાના રહ્યા. તેમને એક શબ્દ પણ બોલવો સૂઝ્યો નહિ.


ઇઝરાયલ યહોવાને માટે પવિત્ર હતો. તેના પાકનું પ્રથમફળ હતો. જે સર્વ તેને ખાઈ જાય છે તેઓ દોષિત ઠરશે; તેઓ પર વિપત્તિ આવશે, ’ એમ યહોવા કહે છે.”


જેઓ તેઓને મળ્યા, તેઓ સર્વ તેઓને ખાઈ ગયા છે. તેઓના શત્રુઓએ કહ્યું, ‘તેઓએ પોતાના ન્યાયાસ્પદ યહોવા, હા તેઓના પૂર્વજોની આશા યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે, તેથી અમે દોષપાત્ર ઠરીશું નહિ.


પ્રભુ યહોવા કહે છે કે, જુઓ હું પાળકોની વિરુદ્ધ છું. હું મારા ઘેટાં વિષે તેમની પાસેથી હિસાબ લઈશ, ને મારા ઘેટાંને પાળવાનું કામ તેઓની પાસેથી લઈ લઈશ. ત્યાર પછી પાળકો પોતાનું પોષણ કરવા પામશે નહિ; અને હું મારા ઘેટાંને તેમના મોંમાંથી છોડાવીને તેઓને તેમનું ભક્ષ થવા દઈશ નહિ.


તમે પાસાથી તથા ખભાથી હડસેલા મારીને તથા સર્વ માંદાંને તમારં શિંગડાંથી માથાં મારીને તેઓને દૂર વિખેરી નાખ્યાં છે.


મારાં ઘેટાં સર્વ પર્વતો પર તથા દરેક ઊંચા ડુંગર પર ભટકતાં ફર્યાં. હા, મારાં ઘેટાં, અને તેમને ખોળનાર કે શોધનાર કોઈ નહોતું.


એફ્રાઈમે કહ્યું, ‘ખરેખર, હું શ્રીમંત થયો છું, મને દ્રવ્ય પ્રાપ્ત થયું છે. મારી બધી કમાણીમાં પાપ થાય એવું કંઈ પણ ખોટું કામ તેઓને જડશે નહિ.’


પણ મિસર દેશમાં [તું હતો ત્યાર] થી હું યહોવા તારો ઈશ્વર છું.જેમ ઠરાવેલા પર્વના દિવસોમાં [તું વસતો હતો] તેમ હજી પણ હું તને ફરીથી મંડપોમાં વસાવીશ.


યહોવા કહે છે: “ઇઝરાયલના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ; કેમ કે તેઓએ રૂપાને માટે નેકીવાનોને વેચ્યા છે, ને પગરખાંની જોડને માટે દરિદ્રીઓને વેચ્યા છે;


અને, ઓ શાસ્‍ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે લોકોની સામે તમે આકાશનું રાજ્ય બંધ કરો છો; કેમ કે તેમાં તમે પોતે પેસતા નથી, ને જેઓ પેસવા ચાહે છે તેઓને તમે પેસવા દેતા નથી. [


હું તમને ખચીત ખચીત કહું છું, “જે બારણામાંથી ઘેટાંના વાડામાં પેસતો નથી, પણ બીજે કોઈ રસ્તેથી ચઢે છે, તે ચોર તથા લૂંટારો છે.


તેઓ તમને સભાસ્થાનોમાંથી કાઢી મૂકશે. હા, એવો સમય આવે છે કે જે કોઈ તમને મારી નાખે તે ઈશ્વરની સેવા કરે છે, એમ તેને લાગશે.


તેઓ દ્રવ્યલોભથી કપટી વાતો બોલીને તમને વેચવાના માલ જેવા કરશે. તેઓને માટે આગળથી ઠરાવેલી સજા વિલંબ કરતી નથી, અને તેઓનો નાશ ઢીલ કરતો નથી.


વળી તજ, તેજાના, ધૂપદ્રવ્યો, અત્તર, લોબાન, દ્રાક્ષારસ, તેલ, ઝીણો મેંદો, ઘઉં, તથા ઢોરઢાંક, ઘેટાં, ઘોડા, રથો, ગુલામો તથા માણસોના પ્રાણ, એ તેમનો માલ હતો.


તું કહે છે, “હું ધનવાન છું, મેં સંપત્તિ મેળવી છે, અને મને કશાની ગરજ નથી!” પણ તું જાણતો નથી કે, તું કંગાળ, બેહાલ, દરિદ્રી, આંધળો તથા નગ્ન છે.


Lean sinn:

Sanasan


Sanasan