Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 10:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 હું સીટી વગાડીને તેઓને એકત્ર કરીશ; કેમ કે મેં તેઓનો ઉદ્ધાર કર્યો છે. અને [પૂર્વે] જેમ તેઓની વૃદ્ધિ થઈ હતી તેમ તેઓની વૃદ્ધિ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 હું મારા લોકોને બોલાવીને એકત્ર કરીશ. હું તેમને છોડાવીશ અને અગાઉ હતા તેમ તેમને અસંખ્ય બનાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 હું સીટી વગાડીને તેઓને એકત્ર કરીશ, કેમ કે મેં તેઓને બચાવ્યા છે, અગાઉ જેમ તેઓની વૃદ્ધિ થઈ હતી તેવી રીતે તેઓની વૃદ્ધિ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 “હું તેમને સીટી વગાડીને સંકેત કરીશ અને તેઓને સાથે ભેગા થવા માટે બોલાવીશ. અને તેઓની સંખ્યાં વધીને પહેલાનાં જેટલી થશે.

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 10:8
25 Iomraidhean Croise  

યહૂદિયા તથા ઇઝરાયલ સંખ્યામાં સમુદ્રકાંઠાની રેતી જેટલા [અગણિત] હતા; તેઓ ખાઈપીને આનંદ કરતા હતા.


અને ઇઝરાયલપુત્રો સફળ થઈને ઘણાં જ વધ્યા, ને વિસ્તાર પામીને અતિ સમર્થ થયા; અને તેઓથી દેશ ભરપૂર થઈ ગયો.


મેં તારા અપરાધ મેઘની જેમ, તથા તારાં પાપ વાદળની જેમ ભૂંસી નાખ્યાં છે; મારી તરફ પાછો ફર; કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે.


બાબિલમાંથી નીકળો, ખલદીઓની પાસેથી નાસી જાઓ. હર્ષનાદથી આ જાહેર કરીને સંભળાવો; પૃથ્વીના છેડા સુધી તેને પ્રગટ કરો; કહો કે, યહોવાએ પોતાના સેવક યાકૂબનો ઉદ્ધાર કર્યો છે.


તે દૂરથી વિદેશીઓની તરફ ધ્વજા ઊભી કરશે, અને તેઓને સીટી વગાડીને પૃથ્વીને છેડેથી બોલાવશે; અને જુઓ, તેઓ ઉતાવળે ઝટ આવશે.


યહોવાથી ઉદ્ધાર પામેલાઓ પાછા આવીને હર્ષનાદસહિત સિયોન પહોંચશે; અને તેમને માથે સર્વકાલીન આનંદ રહેશે; તેમને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે, ને શોક તથા નિશ્વાસ જતાં રહેશે.”


વળી તે દિવસે મિસરની નદીઓના છેડાઓ પર જે માખી છે તેને, અને આશૂર દેશમાં જે મધમાખી છે તેમને યહોવા સીટી વગાડી બોલાવશે.


તેઓ આવશે, ને કરાડાવાળી ખીણોમાં, ખડકોની ફાટોમાં, સર્વ કાંટાના છોડવાઓમાં, ને સર્વ બીડોમાં તેઓ બધા ભરાઈ રહેશે.


જેમ આકાશનું સૈન્ય ગણી શકાય નહિ, ને સમુદ્રની રેતી માપી શકાય નહિ. તેમ હું મારા સેવક દાઉદના વંશજોની તથા મારી સેવા કરનાર લેવીઓની સંખ્યા વધારીશ.”


તોપણ ઇઝરાયલૌ લોકોની સંખ્યા સમુદ્રની રેતી જેટલી થશે કે, જેનું માપ કે ગણતરી થઈ શકે નહિ; તેમને એવું કહેવામાં આવ્યું હતું કે, તમે મારા લોક નથી, તેને બદલે તેમને એમ કહેવામાં આવશે કે, [તમે] જીવતા ઈશ્વરના દીકરાઓ [છો].


હે યાકૂબ, હું તારા સર્વ લોકને નક્કી ભેગા કરીશ. હું ઇઝરાયલના બચેલાઓને નક્‍કી એક્ત્ર કરીશ. બીડમાં ચરતાં ઘેટાંબકરાંના ટોળાની જેમ તેઓ માણસોના [જથાને લીધે] મોટો ઘોંઘાટ કરશે.


તારે વિષે પણ [પ્રભુ આ પ્રમાણે કહે છે,] “તારી સાથે [કરેલા] કરારના રક્તને લીધે મેં તારા બંદીવાનોને પાણી વગરના ખાડામાંથી બહાર કાઢીને મોકલી દીધા છે.


ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સર્વ મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ.


આત્મા તથા કન્યા બન્‍ને કહે છે, “આવો.” જે સાંભળે છે તે એમ કહે કે, “આવો.” અને જે તરસ્યો હોય તે આવે; જે ચાહે તે જીવનનું પાણી મફત લે.


આ બિનાઓ બન્યા પછી મેં જોયું, તો જુઓ, સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના, કોઈથી ગણી શકાય નહિ એટલા માણસોની એક મોટી સભા! તેઓ રાજયાસનની આગળ તથા હલવાનની આગળ ઊભેલા હતા. તેઓએ શ્વેત ઝભ્ભા પહેરેલા હતા, અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી.


Lean sinn:

Sanasan


Sanasan