Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 10:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તેમાંથી ખૂણાનો પથ્થર, ખીલો, યુદ્ધધનુષ્ય અને દરેક અધિકારી, તમામ નીકળી આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 મારા લોક પર વહીવટ કરવા માટે તેમનામાંથી જ શાસકો, આગેવાનો, અને અમલદારો ઊભા થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેમાંથી ખૂણાનો મુખ્ય પથ્થર, ખીલો, યુદ્ધધનુષ્ય અને દરેક આગેવાનો બહાર આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 “તેઓમાંથી જ ખૂણાનો મુખ્ય પથ્થર, તમામ આશાઓનો આધાર જેના પર છે તે ખીલો, યુદ્ધને જીતનાર ધનુષ્ય, અને દરેક રાજ્યકર્તા પ્રગટ થશે.

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 10:4
29 Iomraidhean Croise  

પણ તેનું ધનુષ્ય બળભેર રહ્યું, ને યાકૂબના સમર્થ પ્રભુના હાથથી તેના ભુજ બળવાન કરાયા. (ત્યાંથી ઘેટાંપાળક, એટલે ઇઝરાયલનો ખડક, થયો).


અમારે માટે બચેલો શેષ રાખવાને, ને પોતાના પવિત્રસ્થાનમાં એક ખીલો અમને આપવાને, અમારા ઈશ્વર યહોવા તરફથી થોડીવાર સુધી કૃપા બતાવવામાં આવી છે, એ માટે કે અમારા ઈશ્વર અમારી આંખોને પ્રકાશિત કરે, ને અમારા બંદીવાસમાં અમને કંઈક નવજીવન બક્ષે.


ઘર બાંધનારાઓએ જે પથ્થર બાતલ કર્યો હતો, તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.


સોઆનના સરદાર મૂર્ખ થયા છે, નોફના સરદારો છેતરાયા છે; તેનાં કુળોના મુખ્ય માણસોએ મિસરને ભમાવ્યો છે.


તે માટે ઈશ્વર યહોવા કહે છે, “જુઓ, સિયોનમાં હું પાયાનો પથ્થર મૂકું છું, તે કસી જોયેલો પથ્થર, દઢ પાયાની મૂલ્યવાન કોણશિલા છે. જે વિશ્વાસ રાખે છે તે ઉતાવળો થશે નહિ.


તેમને મારું મુખ તીક્ષ્ણ તરવાર જેવું કર્યું છે; તેમણે મેન પોતાના હાથની છાયામાં સંતાડયો છે, અને તેમણે મને ઓપેલા બાણ સમાન કર્યો છે, તેમણે પોતાના ભાથામાં મને ગુપ્ત રાખ્યો છે;


લુહાર અંગારાનો અગ્નિ ફૂંકે છે, અને પોતાના કામને માટે ઓજાર ઘડે છે, તેને મેં ઉત્પન્ન કર્યો છે; તેમ વિનાશકને વિનાશ કરવા માટે મેં ઉત્પન્ન કર્યો છે.


જો, આખા દેશની સામે, યહૂદિયાના રાજાઓની સામે, મેં આજ તને કિલ્લાબંધ નગર, લોઢાના સ્તંભ તથા પિત્તળના કોટ જેવો કર્યો છે.


“તું મારી ફરશી તથા યુદ્ધશસ્ત્રો છે; તારા વડે હું સર્વ પ્રજાઓનું ખંડન કરીશ; અને તારા વડે હું રાજ્યોનો નાશ કરીશ;


હું એફ્રાઈમમાંથી રથને, તથા યરુશાલેમમાંથી ઘોડાને નાબૂદ કરીશ, ને યુદ્ધધનુષ્યને કાપી નાખવામાં આવશે; અને તે [સર્વ] પ્રજાઓને શાંતિનો બોધ કરશે; અને તેનું રાજ્ય સમુદ્રથી સમુદ્ર સુધી તથા નદીથી પૃથ્વીના‌ છેડા સુધી થશે.”


હું મારા મંદિરની આસપાસ થાણારૂપે છાવણી નાખીશ, જેથી કોઈ અંદર આવજા કરે નહિ; અને ત્યાર પછી કોઈ જુલમગાર તેઓમાં થઈને કદી આગળ જવા પામશે નહિ; કેમ કે હવે મેં મારી નજરે જોયું છે.


હું તેને જોઉં છું, પણ હમણાં નહિ; હું તેને નિહાળું છું, પણ સન્‍નિધ નહિ. યાકૂબમાંથી તારો ઝબકી નીકળશે, અને ઇઝરાયલમાંથી રાજદંડ ઊભો થશે, અને મોઆબના ખૂણાઓને વીંધી નાખશે, અને શેથના સર્વ દિકરાઓનો નાશ કરશે.


એ માટે તમે ફસલના ધણીની પ્રાર્થના કરો કે તે પોતાની ફસલને માટે મજૂરો મોકલે.”


પણ તેમણે તેઓની તરફ જોઈને કહ્યું, “તો આ જે લખેલું છે તે શું છે? એટલે, ‘જે પથ્થરનો બાંધનારાઓએ નકાર કર્યો, તે જ ખૂણાનું મથાળું થયો;


પ્રેરિતો તથા પ્રબોધકોના પાયા પર તમે બંધાયેલા છો. ઈસુ ખ્રિસ્ત પોતે તો ખૂણાનો મુખ્ય પથ્થર છે.


યુદ્ધમાં જનાર કોઈ સૈનિક સાંસારિક કામકાજમાં ગૂંથાતો નથી, જેથી તે પોતાના ઉપરી અમલદારને સંતોષ પમાડે.


કારણ કે શાસ્‍ત્રમાં લખેલું છે, “જુઓ, પસંદ કરેલો તથા મૂલ્યવાન એવો ખૂણાનો મુખ્ય પથ્થર હું સિયોનમાં મૂકું છું. જે તેના પર વિશ્વાસ કરે છે તે શરમાશે નહિ.”


તેઓ હલવાનની સાથે લડશે, અને હલવાન તેઓને જીતશે, કેમ કે એ પ્રભુઓના પ્રભુ તથા રાજાઓના રાજા છે. અને એમની સાથે જેઓ છે, એટલે જેઓ તેડાયેલા, પસંદ કરેલા તથા વિશ્વાસુ છે તેઓ [પણ જીતશે].”


પછી શાઉલે કહ્યું, “લોકોના સર્વ આગેવાનો, તમે અહીં આવો. અને આજે શામાં આ પાપ થયું છે એ તપાસ કરી શોધી કાઢો.


Lean sinn:

Sanasan


Sanasan