Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 10:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તે સંકટરૂપી સમુદ્ર ઓળંગશે, ને સમુદ્રનાં મોજાંઓને મારશે, ને નીલનાં સર્વ ઊંડાણો સુકાઈ જશે. આશૂરનો ગર્વ ઉતારવામાં આવશે, અને મિસરનો રાજદંડ જતો કરાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 તેઓ તેમનો સંકટનો સમુદ્ર ઓળંગતા હોય ત્યારે હું પ્રભુ મોજાંઓ પર પ્રહાર કરીશ અને નાઈલ નદીનાં ઊંડાણ સુકાઈ જશે. ઘમંડી આશ્શૂર નીચો નમાવાશે, અને બળવાન ઇજિપ્ત શક્તિહીન થઇ જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તેઓ સંકટરૂપી સમુદ્ર પાર કરશે; તેઓ મોજાંઓને હઠાવશે, નીલ નદીના સર્વ ઊંડાણો સુકાઈ જશે, આશ્શૂરનો ગર્વ ઉતારવામાં આવશે અને મિસરનો રાજદંડ તેઓની પાસેથી જતો રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તેઓ આફતના દરિયામાંથી સલામત પાર ઉતરશે. કારણ, મોજાઓને રોકી રાખવામાં આવશે. નાઇલ નદી સૂકાઇ જશે, આશ્શૂરનો ગર્વ ઉતારવામાં આવશે અને મારા લોક પરના મિસરના શાસનનો અંત આવશે.”

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 10:11
25 Iomraidhean Croise  

અને નૂહ તથા તેની સાથે જે સર્વ પ્રાણી તથા સર્વ પશુ વહાણમાં હતાં તેઓને ઈશ્વરે સંભાર્યાં; અને ઈશ્વરે પૃથ્વી પર પવન ચલાવ્યો, ને પાણી ઊતરી ગયાં.


અને એલિયાનો ઝભ્ભો જે એની પાસેથી પડ્યો તે લઈને એલિશાએ પાણી પર અફાળીને કહ્યું, “એલિયાનો ઈશ્વર યહોવા ક્યાં છે?”અને જ્યારે એણે પણ પાણી પર માર્યું, ત્યારે પાણીના આમતેમ બે ભાગ થઈ ગયા. એટલે એલિશા પેલી પાર ગયો.


અને એલિયાએ પોતાનો ઝબ્બો લઈને તેને વીંટાળીને તેને પાણી પર અફાળ્યો, એથી તેના આમતેમ બે ભાગ થઈ ગયા, એટલે તેઓ કોરી જમીન પર ચાલીને પાર ઊતર્યા.


તથા સાત દિવસ સુધી બેખમીર રોટલીનું પર્વ આનંદથી પાળ્યું, કારણ કે યહોવાએ તેઓને આનંદિત કર્યા હતા, અને ઇઝરાયલના ઈશ્ચરના મંદિરના કામમાં તેઓના હાથ પ્રબળ કરવા માટે, ઈશ્વરે આશૂરના રાજાના મનમાં તેઓ પ્રત્યે દયાભાવ ઉત્પન્ન કર્યો હતો.


સમુદ્ર તે જોઈને નાઠો; યર્દન નદી પાછી હઠી.


અરે સમુદ્ર, તને શું થયું કે તું નાસી ગયો? અરે યર્દન, તું કેમ પાછી હઠી?


એટલે મારા દેશમાં હું આશૂરના કકડેકકડા કરીશ, અને મારા પર્વતો પર હું તેને ખૂંદી નાખીશ; તે વખતે એની ઝૂંસરી તેઓ પરથી નીકળી જશે, ને એનો ભાર તેઓની ખાંધ પરથી ઉતારવામાં આવશે.


તે દિવસે મિસર નાહિંમત થશે; સૈન્યોના [ઈશ્વર] યહોવા ત પર મુકકી ઉગામે છે, તે ઉગામવાથી તે ધ્રૂજશે તથા બીશે.


તું પાણીઓમાં થઈને જઈશ ત્યારે હું તારી સાથે હોઈશ. તું નદીઓમાં થઈને જઈશ, ત્યારે તેઓ તને ડુબાડશે નહિ. તું અગ્નિમાં ચાલીશ ત્યારે તને આંચ લાગશે નહિ; અને જ્વાળા તને બાળશે નહિ.


તે જ સાગરને કહે છે કે, સુકાઈ જા, હું તારી નદીઓને સૂકવી નાખીશ;


જેણે સમુદ્રને, તેનાં અગાધ પાણીને સુકવી નાખ્યાં, જેણે ઉદ્ધાર પામેલાઓને પાર ઉતારવાને અર્થે સમુદ્રનાં ઊંડાણોમાં થઈને માર્ગ કરી આપ્યો, તે જ તું નથી?


રે યહોવાના ભુજ, જાગૃત થા, જાગૃત થા, સામર્થ્યથી વેષ્ટિત થા; પૂર્વકાળની જેમ, અને પુરાતન કાળની પેઢીઓમાં થયું, તેમ જાગૃત થા. જેણે રાહાબના ટુકડેટુકડા કરી નાખ્યા, જેણે અજગરને વીંધ્યો, તે જ તું નથી?


પ્રભુ યહોવા કહે છે કે, હું મૂર્તિઓનો પણ નાશ કરીશ, ને હું નોફમાંથી પૂતળાંઓનો અંત લાવીશ. ત્યાર પછી મિસર દેશમાંથી રાજા કદી ઉત્પન્ન થશે નહિ, અને હું મિસર દેશમાં બીક ઘાલી દઈશ.


તે પોતાનો હાથ ઉત્તરના પ્રદેશની વિરુદ્ધ લંબાવીને આશૂરનો નાશ કરશે; અને નિનવેને વેરાન તથા રણના જેવું ઉજ્જડ કરી મૂકશે.


પછી છઠ્ઠાએ પોતાનું પ્યાલું મોટી નદી પર, એટલે ફ્રાત પર રેડી દીધું. એટલે પૂર્વથી જે રાજાઓ આવનાર‌ છે તેઓને માટે રસ્તો તૈયાર થાય, માટે તેનું પાણી સૂકાઈ ગયું.


Lean sinn:

Sanasan


Sanasan