Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 10:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 જે યહોવા વીજળીઓના ઉત્પન્નકર્તા છે તે યહોવાની પાસે તમે, પાછલા વરસાદની મોસમમાં, વરસાદ માગો; તે માણસોને વરસાદનાં ઝાપટાં તથા દરેકને ખેતરમાં લીલોતરી આપશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 વર્ષની વસંતઋતુમાં પ્રભુ પાસે વરસાદની માગણી કરો. વરસાદમાં વાદળો અને ઝાપટાં મોકલનાર અને સૌને માટે ખેતરો હરિયાળાં બનાવનાર તો પ્રભુ પોતે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 વસંતઋતુમાં વરસાદ માટે યહોવાહને પોકારો. તે યહોવાહ છે જે માણસો તથા છોડને માટે વરસાદ મોકલે છે, તે વીજળીઓને ઉત્પન્ન કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 વસંતઋતુમાં વરસાદ માટે યહોવાને પોકારો. તે યહોવા છે જે વાદળો અને વરસાદને મોકલે છે અને દરેક માણસના ખેતરમાં લીલોતરી ઉગાડે છે;

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 10:1
31 Iomraidhean Croise  

ગિલ્યાદમાં આવી વસેલાઓમાંના તિશ્બી એલિયાએ આહાબને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવા જેમની સમક્ષ હું ઊભો રહું છું, તેમના જીવના સમ કે હવેના વરસોમાં ઝાકળ તથા વરસાદ ફક્ત મારા કહેવા પ્રમાણે જ પડશે.”


તેઓ વરસાદની જેમ મારી રાહ જોતા હતા; અને પાછલા વરસાદને માટે માણસો મોં ઉઘાડે તેમ તેઓ મારે માટે આતુર હતા.


તે પોતાના ઓરડામાંથી ડુંગરો પર પાણી સિંચે છે, તમારાં કૃત્યોનાં ફળથી પૃથ્વી ધરાઈ જાય છે.


પૃથ્વીના છેડાથી તે વાદળાં ચઢાવે છે; વરસાદને માટે તે વીજળી ઉત્પન્‍ન કરે છે; પોતાના ભંડારોમાંથી તે વાયુને બહાર કાઢે છે.


તમે પૃથ્વીની મુલાકાત લો છો, અને તેને પાણીથી સિંચો છો; તમે તેને ઘણી ફળદ્રુપ કરો છો. ઈશ્વરની નદી પાણીથી ભરેલી છે! તમે પૃથ્વીને તૈયાર કરીને તેઓને માટે ધાન્ય પકવો છો.


જેમ કાપેલા ઘાસ પર વરસાદ પડે છે, જેમ પૃથ્વીને સિંચનારાં ઝાપટાં થાય છે, તેમ તેની ઉન્નતિ થતી રહેશે.


રાજાના મુખના પ્રકાશમાં જીવન છે; અને તેની કૃપા પાછલા વરસાદના વાદળા જેવી છે.


જે ભૂમિમાં તું તારું બીજ વાવશે, તે પર તે વરસાદ વરસાવશે તથા તે ભૂમિમાં અનાજ ઉત્પન્ન કરશે, અને તે પૌષ્ટિક તથા પુષ્કળ થશે. તે દિવસે તારાં ઢોર મોટા બીડમાં ચરશે.


કેમ કે હું તરસ્યા પર પાણી રેડીશ તથા સૂકી ભૂમિ પર ધારાઓ વરસાવીશ; હું તારા સંતાન ઉપર મારો આત્મા, તથા તારા ફરજંદ પર મારો આશીર્વાદ રેડીશ;


હું તેને ઉજ્જડ કરી મૂકીશ; તે સોરવામાં આવશે નહિ, ને તે ગોડાશે નહિ; એટલે તેમાં કાંટા તથા ઝાંખરાં ઊગશે. વળી તે પર મેઘો વરસાદ ન વરસાવે એવી હું તેમને આજ્ઞા કરીશ.


તે ગર્જના કરે છે ત્યારે આકાશમાં પાણીનો ઘુઘવાટો થાય છે, ને પૃથ્વીને છેડેથી તે વાદળાં ચઢાવે છે. તે વરસાદને માટે વીજળી ઉત્પન્ન કરે છે, ને પોતાના ભંડારોમાંથી વાયુ કાઢે છે.


વિદેશીઓની વ્યર્થ વસ્તુઓમાંથી કોઈ પણ વરસાદ વરસાવી શકે છે શું? અથવા આકાશ વૃષ્ટિ આપી શકે છે? હે યહોવા, શું તમે અમારા ઈશ્વર નથી? તેને લીધે અમે તમારી આશા રાખીશું; કેમ કે તમે જ આ સર્વ ઉત્પન્ન કર્યું છે.


‘આપણા ઈશ્વર યહોવા, જે યોગ્ય સમયે પહેલો તથા છેલ્લો વરસાદ આપે છે, જે આપણે માટે કાપણીના નીમેલા સપ્તાહો રાખી મૂકે છે, તેનાથી આપણે બીહીએ’ એમ તો પોતાના હ્રદયમાં કહેતા નથી.


તે ગર્જના કરે છે, ત્યારે આકાશમાં પાણીનો ઘુઘવાટો થાય છે, ને પૃથ્વીને છેડેથી તે વાદળાં ચઢાવે છે. તે વરસાદને માટે વીજળી ઉત્પન્ન કરે છે, ને પોતાના ભંડારોમાંથી વાયુ કાઢે છે.


હું તેઓને તથા મારા ડુંગરની આસપાસનાં સ્થળોને આશીર્વાદરૂપ કરીશ. હું વર્ષાઋતુમાં વરસાદ વરસાવીશ; આશીર્વાદનાં ઝાપટાં આવશે.


પ્રભુ યહોવા કહે છે કે, વળી ઇઝરાયલ લોકોની આ વિનંતી પણ હું સાંભળીને તેમને માટે તે પ્રમાણે કરીશ. હું તેમના ઘેટાંના ટોળાની જેમ મનુષ્યોની વૃદ્ધિ કરીશ.


પોતાને માટે નેકી વાવો, ને તેના પરિણામમાં કૃપા લણશો. તમારી પડતર જમીન ચાસી નાખો; કેમ કે તે આવીને તમારા પર નેકી વરસાવે ત્યાં સુધી યહોવાને શોધવાનો વખત છે.


આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ, યહોવાનું જ્ઞાન પ્રાપ્ત કરવાને ખંતથી મહેનત કરીએ. તેમની પધરામણી પ્રાત:કાળની જેમ ખાતરીપૂર્વક છે; તે વરસાદની જેમ, પૃથ્વીને સિંચનાર પાછલા વરસાદની જેમ, આપણી પાસે આવશે.


“હજી પાક તૈયાર થવાને ત્રણ માસ બાકી હતા ત્યારથી મેં તમારા દેશમાં વરસાદ વરસતો અટકાવ્યો છે. મેં એક નગર પર વરસાદ વરસાવ્યો, ને બીજા નગર પર નહિ. દેશના એક ભાગ પર વરસાદ વરસ્યો, ને જે ભાગ પર વરસ્યો નહિ ત સુકાઈ ગયો.


ત્યારે યાકૂબના બચેલાઓ ઘણી પ્રજાઓમાં યહોવાએ મોકલેલા ઓસ જેવા તથા ઘાસ ઉપર પડતાં ઝાપટાં જેવા થશે કે, જે મનુષ્યને માટે થોભતાં નથી.


તે દિવસે તમે મને કંઈ પૂછશો નહિ. હું તમને ખચીત ખચીત કહું છું કે, જો તમે પિતા પાસે કંઈ માંગશો તો તે તમને મારે નામે તે આપશે.


મેં રોપ્યું, આપોલસે પાણી પાયું, પણ ઈશ્વરે વૃદ્ધિ આપી.


અને તારા માથા ઉપરનું આકાશ પિત્તળ જેવું થઈ જશે, ને તારા પગ નીચેની જે ભૂમિ તે લોઢા જેવી થઈ જશે.


એ માટે, ભાઈઓ, પ્રભુના આવતાં સુધી તમે ધીરજ રાખો. જુઓ, ખેડૂત ખેતરમાં થનારા મૂલ્યવાન ફળની વાટ જુએ છે, અને પહેલો તથા છેલ્‍લો વરસાદ થાય ત્યાં સુધી તે ધીરજ રાખે છે.


Lean sinn:

Sanasan


Sanasan