Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 1:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 હજી બીજી વાર પોકાર કે, સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, ‘હજી પણ મારા નગરો આબાદ થઈને ચોતરફ વૃદ્ધિ પામશે, ને હજી પણ યહોવા સિયોનને દિલાસો આપશે, ને હજી પણ તે યરુશાલેમને પસંદ કરશે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 દૂતે મને જાહેરાત કરવા જણાવ્યું, “સર્વસમર્થ પ્રભુ કહે છે કે તેમનાં નગરો ફરીથી આબાદ થશે અને પોતે યરુશાલેમને સહાય કરીને પોતાના શહેર તરીકે તેનો દાવો કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 ફરીથી પોકારીને કહે કે, ‘સૈન્યોના યહોવાહ એવું કહે છે: ‘મારાં નગરો ફરીથી સમૃદ્ધ થઈને ચારેબાજુ વૃદ્ધિ પામશે, અને યહોવાહ ફરીવાર સિયોનને દિલાસો આપશે, તે ફરી એકવાર યરુશાલેમને પસંદ કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 ફરીથી પોકારીને સૈન્યોનો દેવ યહોવા જાહેર કરે છે, “મારા નગરો ફરીથી પ્રગતિ કરશે અને ચોતરફ વૃદ્ધિ પામશે; અને હજી પણ યહોવા સિયોનને દિલાસો આપશે, ને હજી પણ તે યરૂશાલેમને પસંદ કરશે.”

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 1:17
33 Iomraidhean Croise  

પણ મારું નામ રહેવા માટે યરુશાલેમને મેં પસંદ કર્યું છે. અને મારા ઇઝરાયલ લોકનો ઉપરી થવા માટે દાઉદને મેં પસંદ કર્યો છે.


બાકીના ઇઝરાયલીઓ, લેવીઓ, યાજકો, યહૂદિયાના સર્વ નગરોમાં પોતપોતાનાં વતનોમાં હતા.


પ્રાંતના જે આગેવાનો યરુશાલેમમાં વસ્યા તેઓ આ છે: પણ ઇઝરાયલીઓ, યાજકો, લેવીઓ, નથીનીમ તથા સુલેમાનના સેવકોના પુત્રો યહુદિયાનાં નગરોમાં પોતપોતાનાં વતનોમાં રહ્યા.


કેમ કે ઈશ્વર સિયોનને તારશે, અને યહૂદિયાનાં નગરોને બાંધશે; તેઓ તેમાં વસશે, અને તેનું વતન પામશે.


કેમ કે યહોવા યાકૂબ પર દયા કરશે, ને ફરીથી ઈઝરાયલને પસંદ કરશે, અને તેઓને પોતાની ભૂમિમાં વસાવશે. પરદેશીઓ તેઓની સાથે જોડાશે, ને તેઓ યાકૂબનાં સંતાનોની સાથે મળીને રહેશે.


તે પોતાના સેનકની વાતને સ્થિર કરનાર છે, ને પોતાના સંદેશીયાના સંદેશાને તે સત્ય ઠરાવે છે; તે યરુશાલેમ વિષે કહે છે કે તેમાં વસતિ થશે; અને યહૂદિયાનાં નગરો વિષે [કહે છે કે,] તેઓ ફરી બંધાશે, હું તેનાં ખંડિયેર પાછાં બાંધીશ;


હે આકાશો, હર્ષનાદ કરો; અને હે પૃથ્વી, આનંદ કર; પર્વતો, તમે જયઘોષ કરવા માંડો, કારણ કે યહોવાએ પોતાના લોકોને દિલાસો આપ્યો છે, પોતાના દુ:ખી માણસો પર દયા કરશે.


[પ્રભુ કહે છે] “જે તમને દિલાસો દે છે, તે હું જ છું! તું કોણ છે કે, મરનાર માણસથી, અને માનવી જે ઘાસના જેવો થઈ જશે તેથી તું બી જાય છે?


કેમ કે યહોવાએ સિયોનને દિલાસો આપ્યો છે, તેમણે તેની સર્વ ઉજ્જડ જગાઓને દિલાસો આપ્યો છે; તેના રણને એદન સરખું, ને તેના વનને યહોવાની વાડી સરખું કર્યું છે; તેમાં આનંદ તથા ઉત્સવ થઈ રહેશે, આભારસ્તુતિ તથા ગાનતાન સંભળાશે.


યરુશાલેમનાં ખંડિયેર, તમે બધા હર્ષનાદ કરવા માંડો; કેમ કે યહોવાએ પોતાના લોકોને દિલાસો આપ્યો છે, યરુશાલેમનો ઉદ્ધાર કર્યો છે.


ક્રોધના આવેશમાં મેં પળવાર તારા તરફથી મારું મુખ ફેરવ્યું હતું, પણ હવે અખંડ કૃપાથી હું તારા પર દયા રાખીશ, તારો ઉદ્ધાર કરનાર યહોવા એવું કહે છે.


જેમ કોઈ માણસને તેની મા દિલાસો આપે છે, તે પ્રમાને હું તમને દિલાસો આપીશ; અને યરુશાલેમમાં તમે દિલાસો પામશો.


ત્યારે કુમારીઓ ગાયકગણની સાથે આનંદથી નૃત્ય કરશે, તરુણો તથા વૃદ્ધો હરખાશે. હું તેઓના શોકને આનંદરૂપ કરી નાખીશ, તેઓને દિલાસો આપીશ, ને તેઓનું દુ:ખ દૂર કરીને તેઓને હર્ષિત કરીશ.


પહાડી પ્રદેશનાં નગરોમાં, શફેલાનાં નગરોમાં, દક્ષિણના પ્રદેશનાં નગરોમાં, બિન્યામીનના દેશમાં તથા યરુશાલેમની ચારે તરફના પ્રદેશમાં તથા યહૂદિયાનાં નગરોમાં ઘેટાં ગણનારના હાથ નીચે ટોળાં ફરી હારબંધ ચાલશે, ” એવું યહોવા કહે છે.


હું તેઓનું સર્વ પ્રકારે હિત કરું છું તે વિષે જ્યારે પૃથ્વીની પ્રજાઓ સાંભળશે, ત્યારે તે સર્વ [પ્રજાઓ] ની આગળ આ નગર મને આનંદ, સ્તુતિ તથા સન્માનરૂપ થઈ પડશે, અને તેનું જે હિત તથા કલ્યાણ હું કરું છું તેને લીધે તેઓ ભય પામી કાંપશે.”


પ્રભુ યહોવા કહે છે કે, તમારાં સર્વ દુષ્કર્મોથી હું તમને શુદ્ધ કરીશ તે સમયે હું નગરોને વસાવીશ, ને ઉજ્જડ પડેલી જગાઓમાં મકાનો બાંધવામાં આવશે.


હું મારા ઇઝરાયલ લોકોની ગુલામગીરી પાછી ફેરવીશ, ને તેઓ ઉજ્જડ નગરો બાંધીને તેઓમાં વસશે. તેઓ દ્રાક્ષાવાડીઓ રોપીને


બંદીવાસમાં ગયેલાં ઇઝરાયલીઓનું આ સૈન્ય, જે કનાનીઓ [માં] છે તે છેક સારફત સુધી [નો કબજો લેશે] ; અને યરુશાલેમના બંદીવાસમાં ગયેલા લોકો જે સફારાદમાં છે, તેઓ દક્ષિણનાં નગરોનો કબજો લેશે.


માટે મારી સાથે વાત કરનાર દૂતે મને કહ્યું, “તું એમ પોકાર કે, સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, ‘યરુશાલેમ તથા સિયોણે માટે મને અતિશય લાગણી થાય છે.


પછી મેં મારી નજર ઊંચી કરીને જોયું, તો જુઓ, ચાર શિંગડા [દેખાયાં].


યહોવા યહૂદિયાને પવિત્ર ભૂમિમાં પોતાના વારસા તરીકે ગણી લેશે, તે હજી પણ યરુશાલેમને પસંદ કરશે.


તેને કહ્યું, “દોડ, આ જુવાનને કહે કે, યરુશાલેમમાં માણસો તથા ઢોરઢાંક પુષ્કળ હોવાથી જેવી રીતે કોટ વગરનાં ગામડામાં [લોકો વસે છે] તેવી રીતે તેઓ તેમાં વસશે.


યહોવાએ શેતાનને કહ્યું, “હે શેતાન, યહોવા તને ધમકાવે; હા, યરુશાલેમને પસંદ કરનાર યહોવા તને ધમકાવે. શું એ અગ્નિમાંથી ખેંચી લીધેલું ખોયણું નથી?”


એ પ્રમાણે તેમણે જગતના મંડાણની અગાઉ આપણને એમનામાં પસંદ કર્યા છે, એ માટે કે આપણે તેમની આગળ પ્રેમમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ.


Lean sinn:

Sanasan


Sanasan