Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




તિતસને પત્ર 3:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 વળી આપણા લોકો નિરુપયોગી ન થાય, માટે તેઓ જરૂરના ખર્ચને માટે સારા ધંધારોજગાર કરવાનું શીખે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 આપણા લોકોએ સારાં કાર્યો પાછળ પોતાનો સમય આપવાનું અને યોગ્ય જરૂરિયાત પૂરી પાડવાનું શીખવું જોઈએ. તેમણે નિરુપયોગી જીવન જીવવું ન જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 વળી આપણા લોકો જરૂરી ખર્ચને પહોંચી વળવા માટે ભલું કામ કરવા શીખે, કે જેથી તેઓ નિરુપયોગી થાય નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 આપણા લોકોએ સારા કામો કરવા માટે તેમના જીવનનો ઉપયોગ કરવાનું શીખવું જ પડશે. જે લોકોને જરુંર હોય એવાનું તેઓએ ભલું કરવું જોઈએ. તે પછી તે લોકોના જીવન નકામા નહિ રહે.

Faic an caibideil Dèan lethbhreac




તિતસને પત્ર 3:14
21 Iomraidhean Croise  

સિયોનમાંના શોક કરનારાઓને રાખને બદલે મુગટ, શોકને બદલે હર્ષનું તેલ, ખિન્ન આત્માને બદલે સ્તુતિરૂપ વસ્ત્ર આપવા માટે તેણે મને મોકલ્યો છે; જેથી તેઓ તેના મહિમાને અર્થે ધાર્મિકતાનાં વૃક્ષ, યહોવાની રોપણી કહેવાય.


અને રસ્તાની બાજુએ એક અંજીરી જોઈને તે તેની પાસે ગયા, પણ તેના પર એકલાં પાંદડાં વગર બીજું કંઈ ન મળવાથી તેમણે કહ્યું, “હવેથી તારા પર કદી ફળ ન લાગો.” અને એકદમ તે અંજીરી સુકાઈ ગઈ.


હરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે, ને અગ્નિમાં નંખાય છે.


તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે, ને તમને નીમ્યા છે કે, તમે જઈને ફળ આપો, અને તમારાં ફળ કાયમ રહે, જેથી તમે મારે નામે જે કંઈ પિતાની પાસે માગો તે તમને તે આપે.


તમે બહુ ફળ આપો, એમાં મારા પિતાને મહિમા મળે છે; અને [એથી] તમે મારા શિષ્યો થશો.


તે તેઓના જેવો ધંધો કરતો હતો, માટે તે તેઓને ઘેર રહ્યો, અને તેઓ સાથે કામ કરતા હતા. તેઓનો ધંધો તંબુ [નાં કપડાં] વણવાનો હતો.


કેવી રીતે ઉદ્યોગ કરીને તમારે નબળાઓને સહાય કરવી જોઈએ, તે મેં બધી વાતે તમને કરી બતાવ્યું છે. અને ‘લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે, ’ એ પ્રભુ ઈસુનું વચન જે તેમણે પોતે કહ્યું છે, એ તમારે યાદ રાખવું જોઈએ.”


સંતોની જરૂરિયાતો પૂરી પાડો. પરોણાગત કરવામાં તત્પર રહો.


તેથી એ કામ પૂરું કરીને અને એ ફળ તેઓને ચોકકસ પહોંચાડીને, હું તમને મળીને સ્પેન જઈશ.


ચોરી કરનારે હવેથી ચોરી ન કરવી પણ તેને બદલે પોતાને હાથે ઉદ્યોગ કરીને સુકૃત્યો કરવાં, જેથી જેને જરૂર છે તેને આપવાને પોતાની પાસે કંઈ હોય.


અને ઈશ્વરની સ્તુતિ તથા મહિમા વધવા માટે ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીપણાનાં ફળોથી તમે ભરપૂર થાઓ.


કેમ કે થેસ્સાલોનિકામાં પણ અનેક વાર મારે જે જે જોઈતું હતું તે તમે મોકલી આપ્યું હતું.


હું કંઈ દાન માગું છું એમ નહિ, પણ તમારા લાભમાં ઘણું ફળ થાય એ માગું છું.


તમે પૂર્ણ રીતે પ્રભુને પ્રસન્‍ન કરવાને માટે યોગ્ય રીતે વર્તો, અને સર્વ સારા કામમાં તેનું ફળ ઉપજાવો, અને ઈશ્વર વિષેના જ્ઞાનમાં વધતા જાઓ.


ભાઈઓ, તમે અમારો શ્રમ તથા કષ્ટ સંભારો છો, કેમ કે તમારામાંના કોઈને ભારરૂપ ન થઈએ માટે અમે રાતદિવસ કામ કરીને તમને ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરી.


અમે કોઈ માણસનું અન્‍ન મફત ખાધું નહોતું, પણ તમારામાંના કોઈને બોજારૂપ ન થઈએ માટે અમે રાતદિવસ મહેનત તથા કષ્ટથી ઉદ્યોગ કરતા હતા.


અને જેમાં કંઈ પણ દોષ કાઢી ન શકાય, એવી ખરી વાતનો ઉપદેશ કર; જેથી જેઓ વિરુદ્ધના હોય તેઓને આપણા વિષે કંઈ ભૂંડું બોલવાનું [નિમિત્ત] ન મળવાથી તેઓ શરમાઈ જાય.


એ વાત વિશ્વાસયોગ્ય છે; અને જેઓએ ઈશ્વર પર વિશ્વાસ રાખ્યો તેઓ સારાં કામ કરવાની કાળજી રાખે, માટે આ વાતો તું તેઓનાં મનમાં ઠસાવ્યા કરે, એવી મારી ઇચ્છા છે. આ બાબતો સારી તથા માણસોને હિતકારક છે.


કેમ કે જો એ સર્વ તમારામાં હોય તથા તેઓની વૃદ્ધિ થાય, તો તેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ્ઞાન વિષે તમને આળસુ તથા નિષ્ફળ થવા દેશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan