Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




તિતસને પત્ર 3:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 ઝેનાસ શાસ્‍ત્રીને તથા આપોલસને એવી ગોઠવણ કરીને રવાના કરજે કે તેમને માર્ગમાં કશાની તંગી ન પડે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 ઝેનાસ વકીલ અને આપોલસને તેમની મુસાફરી શરૂ કરવા માટે મદદ કરજે અને તેમને જરૂરી વસ્તુઓ મળી છે કે નહિ તેનું ધ્યાન રાખજે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 ઝેનાસ શાસ્ત્રીને તથા આપોલસને એવી વ્યવસ્થા કરીને મોકલજે કે રસ્તામાં તેમને કશી તંગી પડે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 ત્યાંથી ઝેનાસ શાસ્ત્રી અને અપોલોસ પ્રવાસ કરવાના છે. તારાથી થઈ શકે એટલી બધીજ મદદ તું એમના પ્રવાસ માટે કરજે. જરુંર હોય એવી દરેક વસ્તુ એમને મળી રહે એની તું ખાતરી કરજે.

Faic an caibideil Dèan lethbhreac




તિતસને પત્ર 3:13
15 Iomraidhean Croise  

અને તેઓમાંથી એક પંડિતે તેમનું પરીક્ષણ કરવા માટે તેમને પૂછ્યું,


જુઓ, એક પંડિતે ઊભા થઈને તેમનું પરીક્ષણ કરતાં કહ્યું, “ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા માટે મારે શું કરવું?”


ત્યારે પંડિતોમાંના એકે તેમને કહ્યું, “ઉપદેશક, એમ કહેવાથી તમે અમને પણ મહેણાં મારો છો.”


તમો પંડિતોને અફસોસ છે! કેમ કે તમે જ્ઞાનની ચાવી લઈ લીધી છે; તમે પોતે અંદર પેઠા નથી, અને જેઓ અંદર પેસતા હતા તેઓને તમે અટકાવ્યા છે.”


ઈસુએ પંડિતોને તથા ફરોશીઓને પૂછ્યું, “વિશ્રામવારે સાજું કરવું ઉચિત છે કે નહિ?”


પણ ફરોશીઓ તથા પંડિતો તેનાથી બાપ્તિસ્મા પામ્યા ન હોતા, માટે તેઓને માટે ઈશ્વરનો જે ઇરાદો હતો તેને તેઓએ નિરર્થક કર્યો.


એથી મંડળીએ તેઓને વળાવ્યા પછી તેઓએ ફિનીકિયા તથા સમરૂનમાં થઈને જતાં વિદેશીઓના [પ્રભુ તરફ] ફર્યાના સમાચાર કહ્યા. અને [તે સાંભળીને] બધા ભાઈઓને ઘણો આનંદ થયો.


એલેકઝાંડ્રિયાનો વતની આપોલસ નામે એક વિદ્વાન અને ધર્મલેખોમાં પ્રવીણ યહૂદી એફેસસ આવ્યો.


જયારે આપોલસ કરિંથમાં હતો, ત્યારે પાઉલ ઉપલા પ્રદેશમાં ફરીને એફેસસ આવ્યો, અને ત્યાં કેટલાક શિષ્યો તેને મળ્યા.


તે દિવસો પૂરા થયા પછી અમે નીકળીને આગળ ચાલ્યા. ત્યારે તેઓ સર્વ, સ્‍ત્રીછોકરાં સહિત, અમને શહેરની બહાર વળાવવા આવ્યાં. સમુદ્રકાંઠે ઘૂંટણે પડીને પ્રાર્થના કર્યા પછી


વળી તેઓએ અમારું ધણું સન્માન કર્યું, અને અમે ઊપડ્યા ત્યારે અમને જોઈતી ચીજો તેઓએ વહાણમાં મૂકી.


માટે જ્યારે હું સ્પેન જઈશ [ત્યારે હું તમારી પાસે આવીશ.] (કેમ કે મને આશા છે કે ત્યાં જતાં હું તમને મળીશ, અને પ્રથમ તમારા સહવાસથી કેટલેક દરજ્જે સંતોષ પામ્યા પછી ત્યાં જવાને તમારી પાસેથી વિદાયગીરી લઈશ.)


એ માટે કોઈએ તેને તુચ્છ માનવો નહિ, પણ શાંતિથી તમે તેને પહોંચાડજો કે, તે મારી પાસે આવે. કેમ કે ભાઈઓની સાથે તેના આવવાની હું રાહ જોઉં છું.


હવે ભાઈ આપોલસ વિષે [મારે એટલું જ કહેવું છે કે] ભાઈઓની સાથે તમારી પાસે આવવાને મેં તેને બહુ વિનંતી કરી. અને હમણાં આવવાની તેની બિલકુલ ઇચ્છા નહોતી. પણ જ્યારે તેને અનુકૂળ પ્રસંગ મળશે ત્યારે તે આવશે.


Lean sinn:

Sanasan


Sanasan