Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




તિતસને પત્ર 2:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને પ્રભુની વાતની નિંદા ન થાય, માટે તેઓ તેમને મર્યાદાશીલ, પતિવ્રતા, ઘરનાં કામકાજ કરનારી, માયાળુ થવાનું, તથા તેમના પતિને આધીન રહેવાનું સમજાવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 તથા આત્મસંયમી, શુદ્ધ અને પોતાના પતિને આધીન રહેનાર સારી ગૃહિણી બને, અને એમ ઈશ્વર તરફથી આપવામાં આવેલ શુભસંદેશની નિંદા થાય નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 આત્મસંયમી, પવિત્ર, ઘરનાં કામકાજ કરનાર, માયાળુ તથા પોતાના પતિને આધીન રહેવાનું શીખવવે, જેથી ઈશ્વરનાં વચનનો તિરસ્કાર ન થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 જુવાન સ્ત્રીઓને સમજુ અને શદ્ધ બનવાનું, પોતાનાં ઘરોની સંભાળ રાખવાનું, દયાળુ થવાનું અને પોતાના પતિની આજ્ઞા પાળવાનું, તેઓએ શીખવવું જોઈએ. તે પછી, પ્રભુએ આપણને આપેલા વાતની કોઈ પણ વ્યક્તિ ટીકા કરી શકશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




તિતસને પત્ર 2:5
22 Iomraidhean Croise  

પછી તેઓએ તેને કહ્યું, “તારી પત્ની સારા ક્યાં છે?” તેણે કહ્યું, “જુઓ, તે તંબુમાં છે.”


સ્‍ત્રીને તેણે કહ્યું, “હું તારો શોક તથા તારી ગર્ભાવસ્થાનું દુ:ખ ઘણું જ વધારીશ. તું દુ:ખે બાળકને જન્મ આપશે, અને તું તારા ઘણીને આધીન થશે, ને તે તારા પર ધણીપણું કરશે.”


તોપણ આ કૃત્યથી તમે યહોવાના શત્રુઓને તેમની નિંદા કરવાનો મોટો પ્રસંગ આપ્યો છે, માટે જે દિકરો તમારે ત્યાં અવતર્યો છે તે નકકી મરી જશે.”


હે ઈશ્વર, વૈરી ક્યાં સુધી મહેણાં મારશે? શું શત્રુ હંમેશાં તમારા નામની નિંદા કરશે?


તે પટપટ બોલનારી તથા સ્વચ્છંદી છે; તેના પગ પોતાના ઘરમાં ટકતા નથી;


હવે જોપ્પામાં એક શિષ્યા હતી, તેનું નામ તાબીથા, એટલે દરકાસ, હતું, તે બાઈ રૂડી કરણીઓમાં આગળ પડતી તથા પુષ્કળ દાનધર્મ કરતી હતી.


ત્યારે પિતર ઊઠીને તેઓની સાથે ગયો, અને તે આવી પહોંચ્યો એટલે તેઓ તેને મેડી ઉપર લઈ ગયા. બધી વિધવાઓ તેની પાસે ઊભી રહીને રુદન કરતી હતી, અને દરકાસ તેઓની સાથે હતી ત્યારે તેણે જે પહેરણ તથા વસ્‍ત્રો બનાવ્યાં હતાં તે તેઓ તેને બતાવતી હતી.


તેથી તમારું જે સારું છે તે વિષે ભૂંડું બોલાય એવું થવા ન દો.


કેમ કે [શાસ્‍ત્રમાં] લખેલું છે તે પ્રમાણે, તમારે લીધે વિદેશીઓમાં ઈશ્વરના નામની નિંદા થાય છે.


પણ હું તમને જણાવવા ઇચ્છું છું કે દરેક પુરુષનું શિર ખ્રિસ્ત છે, અને સ્‍ત્રીનું શિર પુરુષ છે, અને ખ્રિસ્તનું શિર ઈશ્વર છે.


સ્‍ત્રીઓએ મંડળીઓમાં છાના રહેવું, કેમ કે તેઓને બોલવાની પરવાનગી નથી. પણ તેઓએ આધીનતામાં રહેવું જોઈએ, અને એમ નિયમશાસ્‍ત્ર પણ કહે છે.


તોપણ તમારામાંનો દરેક જેમ પોતાના પર તેમ પોતાની પત્ની પર પ્રેમ રાખે; અને પત્ની પોતાના પતિનું માન રાખે.


સ્‍ત્રીઓ, જેમ પ્રભુમાં [તમને] ઘટે છે તેમ તમે પોતાના પતિઓને આધીન રહો.


સત્કર્મ માટે ખ્યાતિ પામેલી, પોતાનાં છોકરાંનું પ્રતિપાલન કર્યું હોય, પરોણાગત કરનારી હોય, સંતોના પગ ધોયા હોય, દુ:ખીઓને સહાય કરી હોય, અને દરેક સત્કર્મમાં ખંતીલી હોય એવી વિધવાનું નામ ટીપમાં દાખલ કરવું.


જેટલા દાસ ઝૂંસરી નીચે છે તેટલાએ પોતાના માલિકોને પૂરા માનયોગ્ય ગણવા, જેથી ઈશ્વરના નામની તથા ઉપદેશની નિંદા ન થાય.


એ માટે કે તેઓ જુવાન સ્‍ત્રીઓને તેમના પતિ પર તથા બાળકો પર પ્રેમ રાખવાનું સમજાવે,


Lean sinn:

Sanasan


Sanasan