તિતસને પત્ર 1:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 કેમ કે અધ્યક્ષ ઈશ્વરનો કારભારી છે, માટે તેણે નિર્દોષ હોવું જોઈએ. સ્વચ્છંદી કે તામસી કે દારૂડિયો કે મારનારા કે નીચ લાભનો લોભી એવો નહિ [હોવો જોઈએ]. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 ઈશ્વરના કાર્યની દેખરેખ રાખતો હોવાથી મંડળીનો આગેવાન નિર્દોષ હોવો જોઈએ. તે સ્વચ્છંદી, ગુસ્સાવાળો, દારૂડિયો, ઝઘડાખોર કે દ્રવ્યલોભી હોવો ન જોઈએ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 કેમ કે અધ્યક્ષે ઈશ્વરના પરિવારના કારભારી તરીકે નિર્દોષ હોવું જોઈએ; સ્વછંદી, ક્રોધી, અતિ મદ્યપાન કરનાર, હિંસક કે નીચ લાભ વિષે લોભી હોય એવા હોવું જોઈએ નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ7 દેવના કાર્યની સંભાળ રાખવાનું કામ એ અધ્યક્ષનું છે. તેથી કોઈ પણ ખરાબ કાર્યનો તે ગુનેગાર હોવો ન જોઈએ. તે વ્યક્તિ એવી ન હોવી જોઈએ કે જે અભિમાની અને સ્વાર્થી હોય, અથવા તો જે વારંવાર ગુસ્સે થઈ જતી હોય. તેણે અતિશય મદ્યપાન ન કરવું જોઈએ. તે વ્યક્તિ એવી ન હોવી જોઈએ જેને ઝઘડા પસંદ હોય. અને તે વ્યક્તિ એવી તો ન હોવી જોઈએ જે કે હમેશાં લોકોને છેતરીને ધનવાન થવાનો પ્રયત્ન કરતી હોય. Faic an caibideil |