Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




તિતસને પત્ર 1:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 જે માણસ નિર્દોષ હોય, એક જ સ્‍ત્રીનો પતિ હોય, જેનાં છોકરાં વિશ્વાસી હોય, અને જેઓના ઉપર બદફેલીનો આરોપ મૂકવામાં આવ્યો ન હોય એવાં હોય, ને જેઓ ઉદ્ધત ન હોય [એવા માણસને ઠરાવવો].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 આગેવાન નિર્દોષ હોવો જોઈએ. તેને એક જ પત્ની હોવી જોઈએ. તેનાં બાળકો ઈસુ પર વિશ્વાસ રાખનારાં હોવાં જોઈએ અને ચારિયહીન કે અનાજ્ઞાંક્તિ હોવાં ન જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 જો કોઈ માણસ નિર્દોષ હોય, એક સ્ત્રીનો પતિ હોય, જેનાં છોકરાં વિશ્વાસી હોય, જેમનાં ઉપર દુરાચારનો આરોપ મૂકવામાં આવ્યો ન હોય અને જેઓ ઉદ્ધત ન હોય, તેવા માણસને અધ્યક્ષ ઠરાવવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 વડીલ થવા માટે એ વ્યક્તિ કોઈ પણ ખરાબ કામ માટે અપરાધી ઠરેલી ન હોવી જોઈએ. એ માણસને એક જ પત્ની હોવી જોઈએ. તેનાં બાળકો વિશ્વાસી હોવાં જોઈએ. તેનાં બાળકો ઉદ્ધત અને આજ્ઞાનું ઉલ્લંઘન કરનારાં હોવાં ન જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac




તિતસને પત્ર 1:6
18 Iomraidhean Croise  

કેમ કે હું તેને જાણું છું કે તે પોતાના દિકરાઓને તથા પોતા પછી થનાર પોતાના પરિવારને એવી આજ્ઞા આપશે કે, તેઓ ન્યાય તથા ન્યાયકરણ કરવાને યહોવાનો માર્ગ પાળે; એ માટે કે ઇબ્રાહિમ સંબંધી યહોવાએ જે કહ્યું છે, તે તે તેને આપે.”


જે દીકરો નિયમ પાળે છે તે ડાહ્યો છે; પણ ખાઉધર માણસોનો સોબતી પોતાના પિતાની ફજેતી કરે છે.


તેઓ વિધવાઓને કે કાઢી મુકાયેલી સ્ત્રીઓને ને પરણે; પણ તેઓ ઇઝરાયલ લોકોના સંતાનની કુમારિકાઓ સાથે અથવા યાજકોની વિધવાઓમાંની વિધવા સાથે લગ્ન કરે.


પણ વિધવા અથવા છૂટાછેડા પામેલી સ્‍ત્રી, અથવા ભ્રષ્ટ થયેલી સ્‍ત્રી, એટલે વેશ્યા, એવી સ્‍ત્રીઓને તે પરણે નહિ, પણ પોતાના લોકમાંની કોઈ કુંવારીને તે પરણે.


તેઓ વેશ્યાને કે ભ્રષ્ટ સ્‍ત્રીને રાખે નહિ; પતિએ કાઢી મૂકેલી સ્‍ત્રીને તેઓ પરણે નહિ, કેમ કે તે પોતાના ઈશ્વરને માટે શુદ્ધ છે.


વળી જેનામાં આત્માનો અંશ હતો, તેણે એ પ્રમાણે કર્યું નથી? તે એક જણે શા માટે એમ કર્યું? તે ધાર્મિક સંતાનની ઈચ્છા રાખતો હતો માટે. એ માટે તમારા મન વિષે સાવધાન રહો, ને કોઈ પણ પોતાની જુવાનીની પત્ની સાથે કપટથી ન વર્તો.


યહૂદિયાના રાજા હેરોદની કારકિર્દીમાં અબિયાના વર્ગમાંનો ઝખાર્યા નામે એક યાજક હતો. તેની પત્ની હારુનની દીકરીઓમાંની હતી, ને તેનું નામ એલિસાબેત હતું.


મદ્યપાન કરીને મસ્ત ન થાઓ, એ દુર્વ્યસન છે, પણ [પવિત્ર] આત્માથી ભરપૂર થાઓ.


વળી, ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, તમે તોફાનીઓને બોધ કરો, બીકણોને ઉત્તેજન આપો, નિર્બળોને આશ્રય આપો, બધાંની સાથે સહનશીલ થાઓ.


આપણે આટલું તો જાણીએ છીએ કે, નિયમ તો ન્યાયીને માટે નથી, પણ અનીતિમાન તથા સ્વચ્છંદીઓને માટે છે, જેઓ અધર્મી તથા પાપી, અપવિત્ર તથા ધર્મભ્રષ્ટ, પિતૃહત્યારા તથા માતૃહત્યારા, ખૂનીઓ,


વળી સેવક એક જ સ્‍ત્રીનો પતિ, પોતાનાં છોકરાંને તથા ઘરનાંને સારી રીતે ચલાવનાર હોવો જોઈએ.


કેમ કે આડા, લવારો કરનારા તથા ઠગનારા ઘણા છે, તેઓ વિશેષે કરીને સુન્‍નતીઓમાંના છે,


પછી એલ્કાના રામામાં પોતાને ઘેર ગયો. અને છોકરો એલી યાજકની આગળ યહોવાની સેવા કરતો હતો.


હવે એલી ઘણો વૃદ્ધ થયો હતો. અને તેના દીકરા સર્વ ઇઝરાયલની સાથે જે વર્તણૂક ચલાવતા, ને મુલાકાતમંડપના દ્વાર આગળ કામ કરનારી સ્‍ત્રીઓની સાથે કેવી રીતે કુકર્મ કરતા, તે બધું તેણે સાંભળ્યું.


Lean sinn:

Sanasan


Sanasan