Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




તિતસને પત્ર 1:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અનંતજીવન વિષેનું જે વચન, જે ઈશ્વર કદી જૂઠું બોલી શકતા નથી તેમણે અનાદિકાળથી આપ્યું, તે [અનંતજીવન] ની આશામાં, ઈશ્વરે પસંદ કરેલાઓનો વિશ્વાસ [દઢ કરવાને] માટે તથા ભક્તિભાવ પ્રમાણેના જ્ઞાન [ના પ્રચાર] ને અર્થે, [હું પ્રેરિત થયેલો છું].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 એ સત્યનો આધાર સાર્વકાલિક જીવનની આશા પર છે. ઈશ્વર જૂઠું બોલતા નથી અને તેમણે સમયની શરૂઆત થયા અગાઉ એ જીવન આપવાનું વચન આપેલું છે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 અનંતજીવનની આશાનું વચન, જે કદી જૂઠું બોલી ન શકનાર ઈશ્વરે આરંભથી આપ્યું, તેની આશામાં, ઈશ્વરે પસંદ કરેલાઓનો વિશ્વાસ દ્રઢ કરવા તથા ભક્તિભાવ મુજબના સત્યના ડહાપણને અર્થે, હું પ્રેરિત થયો છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 અનંતજીવનની આપણી આશામાંથી જ એ વિશ્વાસ અને જ્ઞાન જન્મે છે. સમયનો પ્રારંભ થયો તે પહેલા દેવે એ જીવનનું વચન આપ્યું હતું અને દેવ કદી જૂઠુ બોલી શકતો નથી.

Faic an caibideil Dèan lethbhreac




તિતસને પત્ર 1:2
46 Iomraidhean Croise  

પણ જો તમે મારાથી વિમુખ થઈને દ્રોહ કરશો તો તમે તરવારથી માર્યા જશો; કેમ કે એ યહોવાના મુખનું વચન છે.”


ઈશ્વર માણસ નથી કે તે જૂઠું બોલે. તે માણસનો પુત્ર નથી કે તે પોતાનો વિચાર બદલે. શું પોતાનું કહેવું તે નહિ કરે? અથવા પોતાનું બોલવું તે પૂરું નહિ કરે?


ત્યારે રાજા પોતાની જમણી તરફનાઓને કહેશે, ‘મારા પિતાના આશીર્વાદિતો આવો, જે રાજ્ય જગતનો પાયો નાખ્યા અગાઉ તમારે માટે તૈયાર કરેલું છે તેનો વારસો લો;


અને તેઓ સાર્વકાલિક શાસનમાં જશે, પણ ન્યાયીઓ સાર્વકાલિક જીવનમાં [જશે].”


અને તે બહાર નીકળીને રસ્તે જતા હતા, ત્યારે એક જણ તેમની પાસે દોડતો આવ્યો, ને તેણે તેમની આગળ ઘૂંટણ ટેકવીને પૂછ્યું, “ઉત્તમ ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા માટે હું શું કરું?”


તે હમણાં આ સમયે સોગણાં ઘરોને તથા ભાઈઓને તથા બહેનોને તથા માઓને તથા છોકરાંને તથા ખેતરોને સતાવણી સહિત, તથા આવતા કાળમાં અનંતજીવન પામ્યા વગર‍‍‍ રહેશે નહિ.


હું તેઓને અનંતજીવન આપું છું; અને કદી તેઓનો નાશ થશે નહિ, અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહિ.


કારણ કે તમે સર્વ માણસો પર તેને અધિકાર આપ્યો છે કે, જેઓએ તમે તેને આપ્યાં છે તે સર્વને તે અનંતજીવન આપે.


હે પિતા, હું એમ ચાહું છું કે, જયાં હું છું ત્યાં જેઓને તમે મને આપ્યાં છે તેઓ પણ મારી પાસે રહે કે, મારો જે મહિમા તમે મને આપ્યો છે તે તેઓ જુએ; કેમ કે જગતનો પાયો નાખ્યા અગાઉ તમે મારા પર પ્રેમ રાખ્યો હતો.


તમે શાસ્‍ત્ર તપાસી જુઓ છો, કેમ કે તેઓથી તમને અનંતજીવન છે, એમ તમે ધારો છો. અને મારે વિષે સાક્ષી આપનાર તે એ જ છે.


જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે, તેને અનંતજીવન છે. અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ.


સિમોન પિતરે તેમને ઉત્તર આપ્યો, “પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંતજીવનની વાતો તો તમારી પાસે છે.


પ્રભુ જે દુનિયાના આરંભથી એ વાતો પ્રગટ કરે છે તે એમ કહે છે.’


એ [સુવાર્તા] વિષે [ઈશ્વરે] પોતાના પ્રબોધકોદ્વારા પવિત્ર શાસ્‍ત્રમાં અગાઉથી વચન આપ્યું હતું.


હવે જે મર્મ સનાતન કાળથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ આ સમયમાં પ્રસિદ્ધ થયો છે, અને સર્વ પ્રજાઓ વિશ્વાસને આધીન થાય, એ માટે સનાતન ઈશ્વરની આજ્ઞાથી પ્રબોધકોના લેખોમાં તેમને જણાવવામાં આવ્યો છે,


એટલે જેઓ ધીરજથી સારાં કામ કરીને મહિમા, માન તથા અવિનાશીપણું શોધે છે, તેઓને અનંતજીવન મળશે.


આ જે કૃપામાં આપણે સ્થિર છીએ, તે [કૃપા] માં [ઈસુ] ને આશરે પણ વિશ્વાસથી પ્રવેશ પામેલા છીએ. વળી આપણે ઈશ્વરના મહિમાની આશાથી આનંદ કરીએ છીએ.


જેથી જેમ પાપે મરણ [રૂપી રાજ્ય] માં રાજ કર્યું, તેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીકરણે કરીને સર્વકાળના જીવનને અર્થે કૃપા પણ રાજ કરે.


અને ધીરજ અનુભવને, અને અનુભવ આશાને ઉત્પન્‍ન કરે છે,


કેમ કે પાપનું વેતન મરણ છે; પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે ઈશ્વરનું કૃપાદાન અનંતજીવન છે.


વિદેશીઓમાં તે મર્મના મહિમાની સંપત શી છે, તે તેઓને જણાવવા ઈશ્વરે ચાહ્યું. તે [મર્મ] એ છે કે, તમારામાં ખ્રિસ્ત મહિમાની આશા છે.


[યહૂદીઓએ] પ્રભુ ઈસુને તથા [પોતાના] પ્રબોધકોને પણ મારી નાખ્યા, અને અમને કાઢી મૂક્યા! તેઓ ઈશ્વરને પ્રસન્‍ન કરતા નથી, અને બધા માણસોના વિરોધી છે.


પણ આપણે દિવસના છીએ, માટે વિશ્વાસનું તથા પ્રેમનું બખતર, અને તારણની આશાનો ટોપ પહેરીને સાવધ રહીએ.


વિશ્વાસની સારી લડાઈ લડ, અનંતજીવન ધારણ કર. એને માટે તને તેડવામાં આવ્યો છે, અને એને વિષે તેં ઘણા સાક્ષીઓની સમક્ષ સારી કબૂલાત કરી છે.


ભવિષ્યને માટે પોતાને વાસ્તે સારા પાયારૂપી પૂંજીનો સંગ્રહ કરે, જેથી જે ખરેખરું જીવન છે તે [જીવન] તેઓ ધારણ કરે.


મારા વહાલા દીકરા પ્રતિ લખનાર ખ્રિસ્ત ઈસુમાંના જીવનના વચન પ્રમાણે ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત ઈસુનો પ્રેરિત પાઉલ:


તેમણે આપણને તાર્યા તથા પવિત્ર તેડાથી આપણને તેડયા, આપણી કરણીઓ પ્રમાણે નહિ, પણ તેમના જ સંકલ્પ તથા કૃપા પ્રમાણે; એ કૃપા અનાદિકાળથી ખ્રિસ્ત ઈસુમાં આપણને આપેલી હતી,


તે માટે હું પસંદ કરેલાઓને માટે બધું સહન કરું છું કે, જેથી ખ્રિસ્ત ઈસુમાં જે તારણ છે તે [તારણ] તેઓ અનંત મહિમાસહિત પામે.


જો આપણે અવિશ્વાસી હોઈએ, તોપણ તે વિશ્વાસુ રહે છે. તે પોતાનો નકાર કરી શકતા નથી.


જેને શરમાવાનું કંઈ કારણ ન હોય એવી રીતે કામ કરનાર, અને ઈશ્વરને પસંદ પડે એવો સેવક થવાને પ્રયત્ન કર.


અને ધન્ય આશાપ્રાપ્તિની [ઘડીની] , અને મહાન ઈશ્વર તથા આપણા તારનાર ઈસુ ખ્રિસ્તના મહિમાના પ્રગટ થવાની રાહ જોવી.


સારી કરણીઓ કરીને તું પોતે સર્વ વાતે નમૂનારૂપ થા. તારા ઉપદેશમાં પવિત્રતા, ગંભીરતા,


જેથી આપણે તેમની કૃપાથી ન્યાયી ઠરીને [આપણી] આશા પ્રમાણે અનંતજીવનના વારસ થઈએ.


જે વચન તેમણે આપણને આપ્યું છે તે એ જ, એટલે સર્વકાળનું જીવન.


વળી આપણે જાણીએ છીએ કે ઈશ્વરના પુત્ર આવ્યા છે, ને જે સાચા છે તેમને ઓળખવા માટે તેમણે આપણને સમજણ આપી છે. અને જે સાચા છે, એટલે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત, એમનામાં આપણે છીએ. એ જ ખરા ઈશ્વર છે, તથા અનંતજીવન છે.


અને અનંતજીવનને અર્થે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયાની રાહ જોઈને, ઈશ્વરના પ્રેમમાં પોતાને સ્થિર રાખો.


જેઓનાં નામ સૃષ્ટિના મંડાણથી મારી નંખાયેલા હલવાનના જીવનપુસ્તકમાં લખેલાં નથી., એવાં પૃથ્વી પર રહેનારાં સર્વ તેની આરાધના કરશે.


જે શ્વાપદ તેં જોયું. તે હતું ને નથી, તે ઊંડાણમાંથી નીકળવાનું તથા નાશમાં જવાનું છે. અને પૃથ્વી પર રહેનારાંઓ જેઓનાં નામ સૃષ્ટિના મંડાણથી જીવનપુસ્તકમાં લખેલાં નથી, તેઓ જે શ્વાપદ હતું ને નથી ને આવનાર છે, તેને જોઈને આશ્ચર્ય પામશે.


વળી જે ઇઝરાયલનું સામર્થ્ય છે તે જૂઠું બોલશે નહિ, કે અનુતાપ કરશે નહિ; કેમ કેતે માણસ નથી કે તે અનુતાપ કરે.”


Lean sinn:

Sanasan


Sanasan