Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




તિતસને પત્ર 1:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તેઓનાં મોં બંધ કરવાં જોઈએ. તેઓ નીચ લાભને માટે જે ઘટિત નથી તે શીખવીને આખાં કટુંબોને ઊંધાં વાળે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 તેમને બોલતા બંધ કરી દેવા જોઈએ. કારણ, તેઓ ખોટું શિક્ષણ આપીને કેટલાંયે કુટુંબોને બરબાદ કરે છે. તેમનો ઇરાદો તો પૈસા કમાવાનો છે અને તે શરમજનક છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તેઓને બોલતા બંધ કરવા જોઈએ; તેઓ નીચ લાભ મેળવવા માટે જે ઉચિત નથી તેવું શીખવીને બધા કુટુંબનો નાશ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 વડીલ એવો હોવો જોઈએ કે જે એવા લોકોને સ્પષ્ટ બતાવી શકે કે તેઓની માન્યતા ખોટી છે, અને તેઓને નકામી બાબતો વિષે બોલતા બંધ કરી દે. જેનો ઉપદેશ તેઓએ આપવા જેવો નથી એવી બાબતનો ઉપદેશ આપીને તે લોકો આખા કુટુંબનો નાશ કરી રહ્યા છે. તેઓ લોકોને માત્ર છેતરવા અને પૈસા બનાવવા એવું બધું શીખવી રહ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




તિતસને પત્ર 1:11
22 Iomraidhean Croise  

ન્યાયીઓ તે જોઈને આનંદ પામશે, અને સર્વ અન્યાયીઓનાં મોઢાં બંધ થશે.


પરંતુ રાજા તો ઈશ્વરમાં આનંદ કરશે; જે તેમના સમ ખાય છે તે દરેકનો જય થશે; કેમ કે જૂઠું બોલનારાનાં મોં તો બંધ કરી દેવામાં આવશે.


તે માટે હું તેઓની પત્નીઓ બીજા પુરુષોને તથા તેઓનાં ખેતરો બીજા માલિકોને આપીશ, કેમ કે નાનાથી તે મોટા સુધી સઘળા લોભિયા થયા છે. પ્રબોધકથી તે યાજક સુધી સઘળા જૂઠાણું ચલાવે છે.


મારા લોકોમાંથી જેઓ જૂઠી વાત પર લક્ષ આપે છે તેઓની આગળ તમે જૂઠું બોલીને, જે જીવોને મરવું ઘટિત નથી તેમને સંહારવાને, ને જે જીવોને જીવવું ઘટિત નથી તેઓને બચાવી રાખવાને તમે મુઠ્ઠી મુઠ્ઠી જવ ને ટુકડો ટુકડો રોટલી લઈને, મને મારા લોકોમાં હલકો પાડ્યો છે.


તેં જે જે કર્યું છે તે સર્વની હું તને માફી અપીશ, ત્યારે તું તેનું સ્મરણ કરીને ઝંખવાણી પડશે, ને તારી ફજેતી થવાને લીધે તું કદી તારું મુખ ફરીથી ઉઘાડશે નહિ, ” એવું પ્રભુ યહોવા કહે છે.


તેના નેતાઓ લાંચ લઈને ઇનસાફ કરે છે ને તેના યાજકો પગાર લઈને બોધ કરે છે, ને તેના પ્રબોધકો પૈસા લઈને જોષ જુએ છે. એમ છતાં પણ તેઓ યહોવા પર આધાર રાખે છે, ને કહે છે, “શું યહોવા આપણી સાથે નથી? આપણા પર કોઈ પણ આપત્તિ આવશે નહિ.”


જે પ્રબોધકો મારા લોકોને ખોટા માર્ગે ચઢાવે છે, જેઓને ખાવાનું મળે છે ત્યારે ‘શાંતિ થશે’ એમ કહે છે; અને જેઓ તેમને ખવડાવતા નથી તેમની વિરુદ્ધ યુદ્ધની તૈયારી કરે છે, તેઓ વિષે યહોવા કહે છે,


અને, ઓ શાસ્‍ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે લોકોની સામે તમે આકાશનું રાજ્ય બંધ કરો છો; કેમ કે તેમાં તમે પોતે પેસતા નથી, ને જેઓ પેસવા ચાહે છે તેઓને તમે પેસવા દેતા નથી. [


અને એ પછી તેમને કંઈ પૂછવાને તેઓની હિંમત ચાલી નહિ.


જે ચાકર છે અને ઘેટાંપાળક નથી, એટલે જે પોતે ઘેટાંનો ધણી નથી, તે વરુને આવતું જોઈને ઘેટાંને મૂકીને નાસી જાય છે! પછી વરુ તેઓને પકડીને તેઓને વિખેરી નાખે છે.


હવે આપણે જાણીએ છીએ કે નિયમશાસ્‍ત્ર જે કંઈ કહે છે, તે જેઓ નિયમશાસ્‍ત્રને આધીન છે તેઓને કહે છે; જેથી દરેક મોં બંધ થાય, અને આખું જગત ઈશ્વરની આગળ જવાબદાર ઠરે.


મારામાં જે ખ્રિસ્તની સત્યતા છે તેના સમ [ખાઈને કહું છું] કે અખાયાના કોઈ પણ પ્રાંતમાં આ પ્રમાણે અભિમાન કરતાં કોઈ મને અટકાવી શકશે નહિ.


વળી તે ઉપરાંત ઘેરઘેર ભટકીને તેઓ આળસુ થતાં શીખે છે. અને માત્ર આળસુ જ નહિ, પણ જે બોલવું ઘટારત નથી તે બોલે છે, અને કૂથલી કરે છે, અને બીજાઓના કામમાં માથાં મારે છે.


પણ જો કોઈ વિધવાને છોકરાં કે છોકરાંના છોકરાં હોય, તો તેઓ પહેલાં પોતાના ઘરમાં ધર્મનિષ્ઠ થતાં તથા પોતાનાં માતપિતાના આભારનો બદલો વાળતાં શીખે; કેમ કે એ ઈશ્વરને પ્રિય છે.


તેમ જ ભ્રષ્ટ બુદ્ધિના, સત્ય જ્ઞાનરહિત અને ભક્તિભાવ કમાઈનું સાધન છે એમ માનનારાઓમાં [નિત્ય] કજિયા થાય છે.


પુનરુત્થાન થઈ ગયું છે એમ કહીને તેઓ સત્ય વિષે ભૂલ ખાઈને કેટલાકનો વિશ્વાસ ઉલટાવી નાખે છે.


કેમ કે તેઓમાંના કેટલાક એવા છે કે જેઓ પારકા ઘરમાં બેસીને મૂર્ખ, પાપથી લદાયેલી, નાના પ્રકારની દુર્વાસનાઓથી વહી ગયેલી,


કેમ કે અધ્યક્ષ ઈશ્વરનો કારભારી છે, માટે તેણે નિર્દોષ હોવું જોઈએ. સ્વચ્છંદી કે તામસી કે દારૂડિયો કે મારનારા કે નીચ લાભનો લોભી એવો નહિ [હોવો જોઈએ].


ઉપદેશ પ્રમાણેનાં વિશ્વાસયોગ્ય વચનોને દઢતાથી વળગી રહેનાર એવો જોઈએ, એ માટે કે શુદ્ધ ઉપદેશ પ્રમાણે બોધ કરવાને તથા વિરોધીઓની દલીલોને તોડવાને તે શક્તિમાન થાય.


એક વાર અને બીજી વાર ચેતવણી આપ્યા પછી પાખંડી માણસને દૂર કર.


Lean sinn:

Sanasan


Sanasan