Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતોનું ગીત 8:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 જો તે કોટ હોય, તો અમે તેના પર રૂપાનો મોરચો બાંધીએ; જો તે દરવાજો હોય, તો અમે એરેજવૃક્ષનાં પાટિયાંથી તેને ઢાંકી દઈએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 જો તે દીવાલ હોય તો તેના પર અમે ચાંદીનો બુરજ બાંધીશું. જો તે દરવાજો હોય તો અમે ગંધતરુનાં સંગીન પાટિયાં મૂકીને તેનું રક્ષણ કરીશું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જો તે કોટ હોય તો, અમે તેના પર ચાંદીથી મોરચો બાંધીશું અને જો તે દ્વાર હોય તો અમે તેને દેવદાર વૃક્ષનાં પાટિયાં વડે તેને ઢાંકી દઈશું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 જો તે દીવાલ હોય તો, અમે તેને ચાંદીથી શણગારશું અને જો તે પ્રવેશદ્વાર હોય તો અમે તેને પાટીયા વડે ઢાંકીને મઢી દઇએ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતોનું ગીત 8:9
14 Iomraidhean Croise  

તેણે મંદિરની દીવાલો અંદરની બાજુએથી એરેજવૃક્ષનાં પાટિયાંની બનાવી, મંદિરના ભોંયતળિયાથી તે છતની ભીંત સુધી તેણે તેમને અંદરની બાજુએ લાકડાનું અસ્તર કર્યું. અને મંદિરના ભોંયતળિયાને તેણે દેવદારનાં પાટિયાં જડ્યાં.


અમે તારે માટે રૂપાનાં બોરિયાંવાળી સોનાની સાંકળીઓ કરાવીશું.


મારો પ્રીતમ હરણ કે મૃગના બચ્ચા જેવો છે; તે અમારી ભીંત પાછળ ઊભેલો છે, તે બારીઓમાંથી અંદર ડોકિયા કરે છે, તે જાળીમાંથી દેખાયુ છે.


જેઓ તારાથી ઉત્તન્ન થશે તેઓ પુરાતન કાળનાં ખંડિયેરોને બાંધશે. ઘણી પેઢીઓના પાયા [પર] તું ચણતર કરીશ; તું ફાટોને સમારનાર, ને ધોરી માર્ગોને મરામત કરનાર કહેવાઈશ.


હું તાંબાને બદલે સોનું લાવીશ, ને લોઢાને બદલે રૂપું, લાકડાને બદલે પિત્તળ, તથા પથ્થરને બદલે લોઢું લાવીશ; અને હું તારા અધિકારીઓને શાંતિરૂપ, તથા તારા સતાવનારાઓને ન્યાયરૂપ કરીશ.


તેઓ પુરાતન કાળનાં ખંડિયેરોને બાંધશે, પૂર્વકાળની પાયમાલ થયેલી [ઇમારતો] ને તેઓ ઊભી કરશે, ઘણી પેઢીઓથી ઉજ્જડ તથા નષ્ટ થયેલાં નગરોને તેઓ સમારશે.


અને હું પણ તને કહું છું કે તું પિતર છે, ને આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ, ને તેની વિરુદ્ધ હાદેસની સત્તાનું જોર નહિ ચાલે.


તેઓએ ત્યાં આવીને મંડળીને એકત્ર કરીને જે જે કામ ઈશ્વરે તેઓની મારફતે કરાવ્યાં હતાં તે, અને શી રીતે તેમણે વિદેશીઓને માટે વિશ્વાસનું બારણું ઉઘાડ્યું હતું તે બધું કહી સંભળાવ્યું.


‘એ પછી હું પાછો આવીશ, અને દાઉદનો પડી ગયેલો મંડપ હું પાછો બાંધીશ. હું તેનાં ખંડિયેર સમારીશ, અને તેને પાછો ઊભો કરીશ.


જ્યારે તું નવું ઘર બાંધે ત્યારે તારે ધાબાને ફરતી પાળ બાંધવી, એ માટે કે તે પરથી કોઈ માણસ પડ્યાના કારણથી તારા ઘર પર ખૂન [નો દોષ] આવે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan