Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતોનું ગીત 7:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને તારું મુખ ઉત્તમ દ્રાક્ષારસ જેવું થાય કે, જે [દ્રાક્ષારસ] મારા પ્રીતમને માટે છે, અને જે ઊંઘનારાના હોઠોમાં થઈને સરળતાથી પેટમાં ઊતરી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 તારું વદન ઉત્તમ દ્રાક્ષાસવ જેવું છે. તો પછી એ દ્રાક્ષાસવને સીધો મારા પ્રીતમ તરફ, તેના હોઠ અને દાંત તરફ વહેવા દો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તારું મુખ ઉત્તમ દ્રાક્ષારસ જેવું થાય, જે દ્રાક્ષારસ મારા પ્રીતમ માટે છે, અને તેના હોઠો તથા દાંત ઉપર થઈને સરળતાથી પેટમાં ઊતરી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તારું મુખ ઉત્તમ દ્રાક્ષારસ જેવું થાય! તે દ્રાક્ષારસ સીધો મારા પ્રીતમ પાસે જાય, અને તેના હોઠો તથા દાંત ઉપર સરળતાથી પેટમાં ઊતરી જાય.”

Faic an caibideil Dèan lethbhreac




ગીતોનું ગીત 7:9
18 Iomraidhean Croise  

માયાળુ શબ્દો મઘ જેવા છે, તેઓ આત્માને મીઠા લાગે છે તથા હાડકાંને આરોગ્ય આપે છે.


જ્યારે દ્રાક્ષારસ રાતો હોય, જ્યારે તે પ્યાલામાં પોતાનો રંગ પ્રકાશતો હોય, જ્યારે તે સરળતાથી પેટમાં ઊતરતો હોય, ત્યારે તે પર તું દષ્ટિ ન કર;


હે ખડકની ફાટોમાં, કઢણમાંના ગુપ્ત સ્થળમાં રહેનાર મારી હોલી, મને તારું વદન નિરખવા દે, મને તારો સૂર સંભળાવ; કેમ કે તારો સૂર કેવો મધુર છે, અને તારું વદન કેવું ખૂબસૂરત છે!


તેનું મુખ અતિ મધુર છે; હા, [તે] અતિ મનોહર છે. હે યરુશાલેમની પુત્રીઓ, આ મારો પ્રીતમ, અને આ મારો મિત્ર છે.


હું ઊંઘતી હતી, પણ મારું મન જાગતું હતું; એ મારા પ્રીતમનો સ્વર છે કે, જે [દ્વાર] ઠોકે છે [ને કહે છે કે,] હે મારી પ્રાણપ્રિયા, મારી પ્રિયતમા, મારી હોલી, મારી નિર્મળા, મારે માટે ઉઘાડ; કેમ કે મારું માથું ઝાડળથી, તથા મારી લટો રાતનાં ટીપાંથી ભરાઈ ગઈ છે!!


સમય ઓળખીને એ [યાદ રાખો] કે હમણાં તમારે ઊંઘમાંથી ઊઠવાનો સમય આવી ચૂકયો છે. કારણ કે જે સમયે આપણે વિશ્વાસ કરવા માંડયો, તે કરતાં હાલ આપણું તારણ નજીક આવેલું છે.


તમાર મુખમાંથી કંઈ મલિન વચન નહિ, પણ જે ઉન્‍નતિને માટે આવશ્યક હોય તે જ નીકળે કે, તેથી સાંભળનારાઓનું કલ્યાણ થાય.


તમારું બોલવું હંમેશાં કૃપાયુક્ત સલૂણું હોય કે, જેથી દરેકને યોગ્ય ઉત્તર આપવો એ તમે જાણો.


માટે તે દ્વારા આપણે ઈશ્વરને સ્તુતિરૂપ યજ્ઞ, એટલે તેમનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ, નિત્ય કરીએ.


પછી મેં આકાશમાંથી એક વાણી એમ બોલતી સાંભળી, “તું એમ લખ કે, હવે પછી જે મરનારાંઓ પ્રભુમાં મરણ પામે છે, તેઓને ધન્ય છે. આત્મા કહે છે, હા, કે તેઓ પોતાની મહેનતથી વિશ્રાંતિ લે; કેમ કે તેઓનાં કામ તેઓની સાથે આવે છે.”


Lean sinn:

Sanasan


Sanasan