Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતોનું ગીત 7:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 જેમાં મિશ્રિત દ્રાક્ષારસની કદી અછત હોતી નથી; એવા ગોળ પ્યાલા સરખી તારી નાભી છે. તારું પેટ ગુલછડીથી શણગારેલી ઘઉંની ઢગલીના જેવું છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 તારી નાભી ગોળ મોઢાવાળા પ્યાલા જેવી છે, અને તેમાં મસાલેદાર દ્રાક્ષાસવની ખોટ નથી. તારું પેટ પોયણાથી શણગારેલ ઘઉંની ઢગલી જેવું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તારી નાભિ સુંદર ગોળાકાર પ્યાલા જેવી છે; કે જેમાં મિશ્રિત દ્રાક્ષારસ કદી ખૂટતો નથી. તારું પેટ ગુલછડીથી શણગારેલી, ઘઉંની ઢગલીના જેવું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તારી નાભિ જાણે સુંદર ગોળાકાર પ્યાલો, જેમા દ્રાક્ષારસ કદી ખૂટતો નથી. તારું પેટ ખીલેલા ફૂલોથી શણગારેલી ઘઉંની ઢગલીના જેવું છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતોનું ગીત 7:2
8 Iomraidhean Croise  

તમારા પિતૃઓને સ્થાને તમારા દીકરા આવશે, તેઓને તમે આખા દેશ પર સરદારો ઠરાવશો.


તેથી તારું શરીર નીરોગી થશે, અને તારાં હાડકાં બળવંત રહેશે.


તેના હાથ પોખરાજ જડેલી સોનાની વીંટીઓ જેવા છે; નીલમથી મઢેલા હાથીદાંતના કામ જેવું તેનું અંગ અંગ છે.


હે રાજકુમારી ચંપલોમાં તારા પગ કેવા સુંદર છે! તારી જાંઘોના વળાંક નિપુણ કારીગરે જડેલા જવાહિર જેવા છે.


તારાં બે સ્તન એક સાબરીનાં જોડિયાં બચ્ચાંના જેવાં છે.


હે યાકૂબનાં સંતાનો તથા ઇઝરાયલનાં સંતાનોના અવશેષ, તમે સર્વ મારું સાંભળો, ગર્ભવાસથી માંડીને મેં તમને ઉપાડી લીધા છે, વળી ગર્ભસ્થાનથી માંડીને [મેં તમને] ઊંચકીને ફેરવ્યા છે;


“ગ્રભસ્થાનમાં ઘડયા પહેલાં મેં તને ઓળખ્યો હતો, અને ગર્ભસ્થાનાંથી બહાર આવ્યા પહેલાં મેં તને પવિત્ર કર્યો હતો. પ્રજાઓને માટે મેં તને પ્રબોધક નીમ્યો છે.”


એમ જ, મારા ભાઈઓ, તમે પણ ખ્રિસ્તના શરીરદ્વારા નિયમશાસ્‍ત્રના સંબંધમાં મૂએલા થયા છો, જેથી તમે બીજાના, એટલે જે મૂએલાંમાંથી પાછા ઊઠયા છે તેમના થાઓ કે, આપણે ઈશ્વરને અર્થે ફળ ઉત્પન્‍ન કરીએ.


Lean sinn:

Sanasan


Sanasan