Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતોનું ગીત 6:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 હે મારી પ્રિયતમા, તું તિર્સા જેવી સુંદર, યરુશાલેમ જેવી ખૂબસૂરત, અને ધ્વજાઓ સહિતના સૈન્ય જેવી ભયંકર છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 હે મારી પ્રિયતમા, તું તિર્સા શહેર જેવી રૂપવતી અને યરુશાલેમ જેવી ભવ્ય છે; લહેરાતી વજાઓ સહિતનાં એ નગરો જેવી પ્રભાવશાળી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 સ્ત્રીનો પ્રીતમ તેને કહે છે, મારી પ્રિયતમા તું તિર્સા જેવી સુંદર, યરુશાલેમ જેવી ખૂબસૂરત, અને ધ્વજાઓ સહિતના સૈન્ય જેવી ભયાવહ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 હે મારી પ્રીતમા, તું તિર્સાહ જેવી સુંદર, યરૂશાલેમ જેવી ખૂબસૂરત, ધ્વજાઓ સહિતના સૈન્ય જેવી ભયાવહ છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતોનું ગીત 6:4
21 Iomraidhean Croise  

પછી યરોબામની પત્ની ઊઠીને વિદાય થઈ, ને તિર્સામાં આવી, તે ઘરના ઊમરા પર આવી કે, તરત જ બાળકે પ્રાણ તજ્યો.


બાશાએ એ સાંભળ્યું, ત્યારે એમ થયું કે તે રામા બાંધવાનું પડતું મૂકીને તિર્સામાં રહ્યો.


યહૂદિયાના રાજા આસાને ત્રીજે વર્ષે અહિયાનો દીકરો તિર્સામાં સર્વ ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. [તેણે] ચોવીસ વર્ષ [રાજ કર્યું].


મોટા રાજાનું નગર, ઉત્તર બાજુએ, ઊંચાઈમાં ખૂબસૂરત, અને આખી પૃથ્વીના આનંદરૂપ સિયોન પર્વત છે.


તેમના મહેલમાં ઈશ્વરે પોતાને આશ્રયરૂપે જાહેર કર્યા છે.


સિયોન જે સૌન્દર્યની સંપૂર્ણતા છે તેમાંથી ઈશ્વર પ્રકાશ્યા છે.


મારી પ્રિયતમ, તું સુંદર છે; તું મનોહર છે; તારી આંખો હોલાના જેવી છે.


હે યરુશાલેમની પુત્રીઓ, કેદારના તંબુઓની માફક હું શ્યામ [તથા] સુલેમાનના પડદાઓની માફક સુંદર છું.


હે ખડકની ફાટોમાં, કઢણમાંના ગુપ્ત સ્થળમાં રહેનાર મારી હોલી, મને તારું વદન નિરખવા દે, મને તારો સૂર સંભળાવ; કેમ કે તારો સૂર કેવો મધુર છે, અને તારું વદન કેવું ખૂબસૂરત છે!


મારી પ્રિયતમા, તું અતિ સુંદર છે; તારામાં એક પણ ડાઘ નથી.


હું ઊંઘતી હતી, પણ મારું મન જાગતું હતું; એ મારા પ્રીતમનો સ્વર છે કે, જે [દ્વાર] ઠોકે છે [ને કહે છે કે,] હે મારી પ્રાણપ્રિયા, મારી પ્રિયતમા, મારી હોલી, મારી નિર્મળા, મારે માટે ઉઘાડ; કેમ કે મારું માથું ઝાડળથી, તથા મારી લટો રાતનાં ટીપાંથી ભરાઈ ગઈ છે!!


પ્રભાતના જેવી પ્રકાશિત કાંતિવાળી, ચંદ્ર જેવી સુંદર, સૂર્ય જેવી ડાઘ વગર ઝળહળતી, ધ્વજાઓ સહિતના સૈન્ય જેવી ભયંકર, એ કોણ છે?


જેઓ પાસે થઈને જાય છે તેઓ સર્વ તારી વિરુદ્ધ તાળી પાડે છે. તેઓ ફિટકાર કરીને યરુશાલેમની દીકરીની સામે માથાં હલાવીને કહે છે: “જે નગરને લોક સુંદરતાની સંપૂર્ણતા, આખી પૃથ્વીનું આનંદાસ્પદ કહેતા હતા, તે શું આ છે?”


તે દિવસે હું યરુશાલેમ સર્વ લોકોને માટે ભારે પથ્થરરૂપ થાય એવું કરીશ; જે તેનો ભાર પોતાના પર લેશે તેઓ સર્વ સખત રીતે ઘાયલ થશે; અને પૃથ્વીની સર્વ પ્રજાઓ યરુશાલેમની વિરુદ્ધ એકત્ર થશે.


(કેમ કે અમારી લડાઈના હથિયાર સાંસારિક નથી, પણ ઈશ્વર [ની સહાય] થી કિલ્લાઓને તોડી પાડવાને તેઓ સમર્થ છે).


અને જેને ડાઘ, કરચલી કે એવું કંઈ ન હોય, પણ તે પવિત્ર તથા નિર્દોષ હોય, એવી મંડળી તરીકે પોતાની આગળ મહિમાવંતી રજૂ કરે.


વળી મેં પવિત્ર નગર, નવું યરુશાલેમ, ઈશ્વરની પાસેથી આકાશમાંથી ઊતરતું જોયું, અને જેમ કન્યા પોતાના પતિને માટે શણગારવામાં આવેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું.


Lean sinn:

Sanasan


Sanasan