Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતોનું ગીત 4:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 હે મારી પ્રાણપ્રિયા, [મારી] નવોઢા, તેં મારું મન મોહિત કર્યું છે; તારા એક જ નયનબાણથી, તારા એક કંઠમણિથી જ તેં મારું મન મોહિ લીધું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 હે મારી પ્રિયા, મારી નવોઢા, તારી આંખોના અણસારે, અને તારા ગળાની એક કંઠી માત્રથી તેં મારું મન મોહિત કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 હે મારી પ્રાણપ્રિયા, મારી નવવધૂ, તેં મારું હૃદય મોહી લીધું છે તારા એક જ નજરથી, તારા ગળાના હારના એક મણકાથી તેં મારું મન મોહી લીધું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 હે મારી પ્રાણપ્રિયા, મારી નવોઢા, તેં મારું હૃદય હરી લીધું છે. હું તારી આકર્ષક આંખોથી અને તારા ગળાના હારના એક મણકાથી સંમોહિત થઇ ગયો છું.

Faic an caibideil Dèan lethbhreac




ગીતોનું ગીત 4:9
31 Iomraidhean Croise  

વળી તે મારી બહેન છે, એ પણ ખરું, એટલે મારા પિતાની દીકરી, પણ મારી માની દીકરી નહિ; અને તે મારી પત્ની થઈ.


અને ફારુને પોતાના હાથની મુદ્રિકા કાઢીને યૂસફના હાથમાં પહેરાવી, ને તેને મલમલનાં વસ્‍ત્ર પહેરાવ્યાં, ને તેના ગળામાં સોનાનો હાર પહેરાવ્યો.


તમારી માનીતી સ્ત્રીઓમાં રાજપુત્રીઓ છે; તમારે જમણે હાથે ઓફીરના સોનાથી [શણગારેલાં] રાણીજી ઊભાં રહે છે.


કેમ કે તે તારે માથે શોભાયમાન મુગટરૂપ, તથા તારા ગળાના હારરૂપ થશે.


તારું અંત:કરણ તેની ખૂબસૂરતી પર મોહિત ન થાય; અને તેની આંખોનાં પોપચાંથી તું ફિદા ન થઈ જા.


તારા ગાલ વેણીઓથી, અને તારી ગરદન રત્નજડિત હારોથી દીપી રહી છે.


મારી પ્રિયતમ, તું સુંદર છે; તું મનોહર છે; તારી આંખો હોલાના જેવી છે.


હે સિયોનની પુત્રીઓ, નીકળી આવો, અને સુલેમાન રાજાના મનના ઉમંગને દિવસે, એટલે તેના લગ્નદિને જે મુગટ તેની માએ તેને પહેરાવ્યો છે તે મુગટસહિત, તેને નિહાળો.


હે મારી પ્રાણપ્રિયા, [મારી] નવોઢા, તારો પ્યાર દ્રાક્ષારસ કરતાં, ને તારા અત્તરની સુવાસ સર્વ પ્રકારનાં સુગંધીદ્રવ્યો કરતાં કેટલી બધી ઉત્તમ છે!


મારી પ્રાણપ્રિયા, [મારી] નવોઢા, પ્રવેશ બંધ વાટિકા, બંધ રખાયેલો કૂવો તથા અકબંધ ઝરો, એઓના જેવી તું છે.


મને ખબર પડી તે પહેલાં તો મારા આત્માએ મને રાજવંશી લોકોના રથોમાં બેસાડયો.


તારાં નેત્ર મારી તરફથી ફેરવી લે, કેમ કે તેઓએ મારો પરાજય કર્યો છે. ગિલ્યાદની ઢોળાવે ઊતરતાં બકરાંના ટોળા જેવા તારા કેશ છે.


હું મારા પ્રીતમની છું, અને તેનો મારા પર પ્રેમ છે.


કેમ કે તારા કર્તા તારા પતિ છે. તેમનું નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા છે; તારો ઉદ્ધાર કરનાર ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] છે. તે આખી પૃથ્વીના ઈશ્વર કહેવાશે.


જેમ જુવાન કુંવારીને પરણે છે, તેમ તારા દીકરા તને પરણશે; અને જેમ વર કન્યાથી હરખાય છે, તેમ તારો ઈશ્વર તારાથી હરખાશે.


વળી મેં તને આભૂષણોથી શણગારી, તારે હાથે બંગડીઓ ને ગળે હાર પહેરાવ્યાં.


તારી પાસે થઈને જતા મેં તારા પર નજર નાખી ત્યારે, જો, તારી ઉંમર પ્રમ કરવા યોગ્ય ઉંમર હતી! અને મેં મારી ચાળ તારા પર પસારીને તારી નગ્નતા ઢાંકી દીધી. હા, પ્રભુ યહોવા કહે છે કે, મેં તારી અગળ સોગન ખાધા ને તારી સાથે કરાર કર્યો, ને તું મારી થઈ.


રાજાએ મોટેથી બૂમ પાડી, “મંત્રવિદ્યા જાણનારાઓને, ખાલદીઓને તથા જોષીઓને અંદર લાવો.” રાજાએ બાબિલના જ્ઞાનીઓને કહ્યું, “જે કોઈ આ લેખ વાંચીને તેનો અર્થ મને સમજાવશે તેને જાંબુડિયા [રંગના] વસ્ત્ર તથા તેને ગળે સોનાની સાંકળી પહેરાવવામાં આવશે, ને તે રાજ્યમાં ત્રીજો અધિકારી થશે.”


તારા ઈશ્વર યહોવા તારામાં છે, તે સમર્થ તારક છે. તે તારે માટે બહુ હરખાશે, તે [તારા પરના] તેમના પ્રેમમાં શાંત રહેશે, તે ગાતાં ગાતાં તારે માટે હર્ષ કરશે.


કેમ કે મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે જે કોઈ કરે, તે જ મારો ભાઈ તથા બહેન તથા મા છે.”


જેને કન્યા છે તે જ વરરાજા છે; પણ વરરાજાનો મિત્ર જે ઊભો રહીને તેનું સાંભળે છે, તે વરરાજાની વાણીથી બહુ આનંદ પામે છે; એ માટે મારો એ આનંદ સંપૂર્ણ થયો છે.


શું બીજા પ્રેરિતોની તથા પ્રભુના ભાઈઓની તથા કેફાની જેમ મને પણ વિશ્વાસી સ્‍ત્રીને સાથે લઈને ફરવાનો અધિકાર નથી?


કેમ કે [જાણે] ઐશ્વરી ચિંતાથી હું તમારા વિષે ચિંતાતુર છું, કેમ કે એક પતિની સાથે મેં તમારો વિવાહ કર્યો છે કે, જેથી એક પવિત્ર કુમારિકા જેવા હું તમને ખ્રિસ્તને સોંપું.


વળી મેં પવિત્ર નગર, નવું યરુશાલેમ, ઈશ્વરની પાસેથી આકાશમાંથી ઊતરતું જોયું, અને જેમ કન્યા પોતાના પતિને માટે શણગારવામાં આવેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું.


Lean sinn:

Sanasan


Sanasan