Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતોનું ગીત 4:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 હે [મારી] નવોઢા, લબાનોનથી મારી સાથે, લબાનોનથી મારી સાથે આવ; આમાનાહના શિખર પરથી, સનીર તથા હેર્મોનના શિખર પરથી, સિંહોનાં બીલો આગળથી, તેમ જ ચિત્તાઓના પર્વતો પરથી જો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 હે મારી નવોઢા, લબાનોન પર્વત પરથી મારી સાથે આવ. જ્યાં સિંહ અને ચિત્તા વસે છે તેવા આમાન, સેનીર અને હેર્મોન પર્વતનાં શિખરો પરથી નીચે ઊતરી આવ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 હે મારી નવવધૂ, લબાનોનથી તું મારી સાથે આવ. લબાનોનથી મારી સાથે આવ; આમાનાહના શિખર પરથી, સનીર તથા હેર્મોન શિખર પરથી, સિંહોની ગુફામાંથી, દીપડાઓના પર્વતોની ગુફામાંથી આવ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 હે મારી નવોઢા, લબાનોનથી તું આવ મારી સાથે; આપણે આમાનાહ પર્વતના શિખર પર જઇએ અને સનીરની ટોચ પરથી નિહાળીશું; આપણે હેમોર્ન પર્વતની ટોચ પરથી નીચે જ્યાં સિંહોના રહેઠાણ છે ત્યાં ચિત્તાઓ શિકારની શોધમાં ફરે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતોનું ગીત 4:8
19 Iomraidhean Croise  

વળી તેણે વનસ્પતિ વિષે વિવેચન કર્યું, એટલે લબાનોન પરના એરેજવૃક્ષથી માંડીને તે ભીંતમાંથી ઊગી નીકળનાર ઝૂફા સુધી [ની વનસ્પતિ વિષે તેણે વિવેચન કર્યું].વળી તેણે પશુઓ, પક્ષીઓ, પેટે ચાલનાર પ્રાણીઓ તથા માછલીઓ વિષે પણ વિવેચન કર્યું.


શું દમસ્કસની નદીઓ અબાના ને ફાર્પાર ઈઝરાયલના સર્વ જળાશયો કરતાં સારી નથી? શું હું તેઓમાં ના સ્નાન કરું ને શુદ્ધ થાઉં?” [એમ કહીને] તે પાછો ફરીને ક્રોધમાં ચાલ્યો ગયો.


મનાશ્શાના અર્ધકુળના જે વંશજો દેશમાં રહ્યા તેઓ બાશાનથી વધીને બાલ-હેર્મોન, સનીર તથા હેર્મોન પર્વત સુધી પહોંચ્યા.


હે દીકરી, સાંભળ, વિચાર કર, અને કાન ધર; વળી તારા લોકને તથા તારા પિતાના ઘરને ભૂલી જા.


દેશમાં પર્વતોનાં શિખરો પર પણ પુષ્કળ ધાન્ય પાકશે; તેનાં ફળ લબાનોનની જેમ ઝૂલશે; અને નગરના રહેવાસીઓ ઘાસની જેમ વધશે.


યહૂદિયામાં ઈશ્વર પ્રગટ થયેલા છે; ઇઝરાયલમાં તેમનું નામ મોટું છે.


સનાતન પર્વતોમાંથી તમે મહિમાવાન [તથા] ઉત્તમ છો.


ઉત્તર તથા દક્ષિણ તમારાથી ઉત્પન્ન થયેલાં છે; તાબોર અને હેર્મોન તમારે નામે હર્ષનાદ કરે છે.


હે મૂર્ખો, [હઠ] છોડી દો, ને જીવો; અને બુદ્ધિને માર્ગે ચાલો.’


અંજીરીનાં લીલાં અંજીર પાકે છે, અને દ્રાક્ષાવેલા ઉપર ફૂલો ખીલ્યાં છે, તેઓ પોતાની સુગંધ ફેલાવે છે. મારી પ્રિયતમા, મારી સુંદરી, ઊઠીને નીકળી આવ.


હે મારી પ્રાણપ્રિયા, [મારી] નવોઢા, હું મારા બાગમાં આવ્યો છું; મેં મારાં બોળ તથા સુગંધીદ્રવ્યો વીણી લીધાં છે; મેં મારા મધપૂડામાંથી મધ ખાધું છે; મેં મારા દૂધ સાથે મારો દ્રાક્ષારસ પીધો છે. હે મિત્રો, ખાઓ; મેં મારા દૂધ સાથે મારો દ્રાક્ષારસ પીધો છે. હે મિત્રો ખાઓ, હે પ્રિય ભાઈઓ, પીઓ, હા, પુષ્કળ પીઓ.


હે મારા પ્રીતમ, ચાલ, આપણે જંગલમાં ચાલ્યાં જઈએ; આપણે ગામડાંમાં ઉતારો કરીએ.


જેમ જુવાન કુંવારીને પરણે છે, તેમ તારા દીકરા તને પરણશે; અને જેમ વર કન્યાથી હરખાય છે, તેમ તારો ઈશ્વર તારાથી હરખાશે.


તેઓએ તારાં સર્વ પાટિયાં સનીરથી [લાવવામાં આવેલા] દેવદારનાં બનાવ્યાં છે. તારે માટે ડોલ બનાવવા માટે તેઓએ લબાનોનથી એરેજવૃક્ષો લીધાં છે.


જો કોઈ મારી સેવા કરતો હોય, તો તેણે મારી પાછળ ચાલવું; અને જ્યાં હું છું ત્યાં મારો સેવક પણ હશે. જો કોઈ મારી સેવા કરતો હોય, તો પિતા તેને માન આપશે.


કૃપા કરીને મને પાર જવા દો, ને યર્દનની પેલી બાજુનો ઉત્તમ દેશ, એટલે તે ઉત્તમ ઉચ્ચ પ્રદેશ તથા લાબોનોન મને જોવા દો.’


[સિદોનીઓ હેર્મોનને સીર્યોન નામ આપે છે, ને અમોરીઓ તેને સનીર કહે છે.]


હવે દેશના જે રાજાઓને મારીને ઇઝરાયલી લોકોએ તેઓનો દેશ, એટલે યર્દનની પેલે પાર, સૂર્યોદય તરફ, આર્નોની ખીણથી તે હેર્મોન પર્વત સુધીનો [દેશ] તથા પૂર્વ તરફનો આખો અરાબા, કબજે કરી લીધો, તે આ છે:


Lean sinn:

Sanasan


Sanasan