Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતોનું ગીત 4:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 મારી પ્રાણપ્રિયા, [મારી] નવોઢા, પ્રવેશ બંધ વાટિકા, બંધ રખાયેલો કૂવો તથા અકબંધ ઝરો, એઓના જેવી તું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 હે મારી પ્રિયા, મારી નવોઢા, તું તો પ્રતિબંધિત વાડી, અંગત વાટિકા અને ખાનગી ઝરા જેવી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 મારી પ્રાણપ્રિયા, મારી નવવધૂ, બંધ કરેલી વાડી; બાંધી દીધેલો ઝરો, બંધ કરી દીધેલો કૂવા જેવી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 મારી પ્રાણપ્રિયા, મારી નવોઢા, તું બંધ કરેલી વાડી; બાંધી દીધેલો ઝરો, અથવા પૂરી દીધેલાં કૂવા જેવી છે!

Faic an caibideil Dèan lethbhreac




ગીતોનું ગીત 4:12
17 Iomraidhean Croise  

અને ત્યાં સર્વ ટોળાં એકત્ર થતાં હતાં; અને તેઓ કૂવાના મોં પરથી પથ્થર ગબડાવી ઘેટાંને પાતા હતા, ને કૂવાના મોં પર પથ્થર પાછો તને ઠેકાણે મૂકતા હતા.


હે મારી પ્રાણપ્રિયા, [મારી] નવોઢા, તેં મારું મન મોહિત કર્યું છે; તારા એક જ નયનબાણથી, તારા એક કંઠમણિથી જ તેં મારું મન મોહિ લીધું છે.


ખીણના હરિયાળા છોડ જોવા, દ્રાક્ષાવેલાને કળીઓ ફૂટે છે કે કેમ [તથા] દાડમડીઓ મહોરી છે કે કેમ, તે જોવાને હું સોપારીના બાગમાં ગયો.


મારો પ્રીતમ પોતાના બાગમાં, સુગંધીઓના કયારામાં, બાગોમાં મિજબાની કરવા તથા ગુલછડીઓ વીણવા ગયો છે.


યહોવા તને નિત્ય દોરશે, ને સુકવણાની વેળાએ તારો જીવ તૃપ્ત કરશે, ને તને નવું બળ આપશે. તું સારી રીતે પાણી પીવડાવેલી વાડીના જેવો, ને ઝરાના અખૂટ પાણીના જેવો થઈશ.


તેઓ આવીને સિયોનના ઉચ્ચસ્થાન પર ગાયન કરશે, અને ધાન્ય, દ્રાક્ષારસ, તેલ ને ઘેટાંનાં તથા ઢોરનાં ટોળાંનાં બચ્ચાં એ બધાંમાં યહોવાની કૃપા પામવા માટે તેઓ ભેગા થશે; અને તેઓના જીવ બાગાયત જમીનની વાડી જેવા થશે; અને તેઓ કદી પણ ફરીથી શોક કરશે નહિ.


આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ, યહોવાનું જ્ઞાન પ્રાપ્ત કરવાને ખંતથી મહેનત કરીએ. તેમની પધરામણી પ્રાત:કાળની જેમ ખાતરીપૂર્વક છે; તે વરસાદની જેમ, પૃથ્વીને સિંચનાર પાછલા વરસાદની જેમ, આપણી પાસે આવશે.


અન્‍ન પેટને માટે અને પેટ અન્‍નને માટે છે. પણ ઈશ્વર તે બન્‍નેનો નાશ કરશે. હવે શરીર વ્યભિચારને માટે નથી, પણ પ્રભુને માટે છે; અને પ્રભુ શરીરને માટે.


તેમ જ પરણેલી તથા કુંવારી સ્‍ત્રીમાં પણ ફેર છે. જે પરણેલી નથી તે પ્રભુની વાતોની ચિંતા રાખે છે કે, તે શરીરમાં તથા આત્મામાં પવિત્ર થાય; પણ પરણેલી સ્‍ત્રી દુનિયાદારીની ચિંતા રાખે છે કે, મારે મારા પતિને કેવી રીતે પ્રસન્‍ન કરવો.


તેમણે અમને મુદ્રાંકિત કર્યા છે, અને અમારાં હ્રદયોમાં [પવિત્ર] આત્માનું બાનું પણ આપ્યું છે.


તમે પણ સત્યનું વચન એટલે તમારા તારણની સુવાર્તા સાંભળીને, અને તેમના પર વિશ્વાસ રાખીને, તેમનામાં વચનના પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા.


વળી ઉદ્ધારના દિવસને માટે તમને મુદ્રાંકિત કરનાર ઈશ્વરના પવિત્ર આત્માને તમે ખિન્‍ન ન કરો,


જે કંઈ અશુદ્ધ છે, અને જે કોઈ ધિક્કારપાત્ર કૃત્યો કરે છે, તથા અસત્ય આચરે છે, તે તેમાં કદી પ્રવેશ કરશે જ નહિ. પણ જેઓનાં નામ હલવાનના જીવનપુસ્તકમાં લખેલાં છે તેઓ જ પ્રવેશ કરશે.


“જયાં સુધી અમે અમારા ઈશ્વરના દાસોને તેઓનાં કપાળ પર મુદ્રા કરી ન રહીએ, ત્યાં સુધી તમે પૃથ્વીને અથવા સમુદ્રને અથવા વૃક્ષોને ઉપદ્રવ કરશો નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan