Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતોનું ગીત 3:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 [મેં કહ્યું,] હું તો અત્યારે ઊઠીને નગરમાં, ગલીઓમાં તથા સરિયામ રસ્તાઓમાં ફરીને મારા પ્રાણપ્રિયને શોધીશ; મેં તેને શોધ્યો, પણ તે મને મળ્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 તેથી હું નગરમાં, શેરીઓ અને સડકો પર, મારા પ્રીતમને ખોળવા ભમતી ફરી. મેં તેને ખોળ્યો, પણ તે મને મળ્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 મેં કહ્યું, હું તો ઊઠીને નગરમાં, ગલીઓમાં તથા સરિયામ રસ્તાઓમાં ફરીને; મારા પ્રાણપ્રિયને શોધીશ.” મેં તેને શોધ્યો, પણ તે મને મળ્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 હું શહેરની ગલી ગલી અને રસ્તા ફરી વળી; છતાંય મારી સઘળી શોધખોળ નિષ્ફળ નીવડી.

Faic an caibideil Dèan lethbhreac




ગીતોનું ગીત 3:2
18 Iomraidhean Croise  

જે માણસ મારું સાંભળે છે, દરરોજ મારા દરવાજા પાસે લક્ષ રાખે છે, તથા મારી બારસાખો આગળ રાહ જુએ છે, તેને ધન્ય છે.


હે પ્રાણપ્યારા, તું [તારાં ટોળાં] ક્યાં ચારે છે, [ને] તેમને બપોરે ક્યાં વિસામો લેવડાવે છે, તે મને કહે; કેમ કે તારા સોબતીઓનાં ટોળાની સાથે બુરખાવાળીના જેવી હું શા માટે થાઉં?


નગરમાં રોન ફરતા ચોકીદારોનો મને ભેટો થયો; [તેઓને મેં પૂછયું,] મારા પ્રાણપ્રિયને તમે જોયો?


હું મારા પ્રીતમને માટે [દ્વાર] ઉઘાડવાને ઊઠી; કળના હાથા પર મારા હાથમાંથી બોળ, અને મારી આંગળીઓમાંથી બોળનો અર્ક ટપકતાં હતાં.


કોઈ તમારે નામે વિનંતી કરતો નથી, કોઈ તમને ગ્રહણ કરવા માટે જાગૃત થતો નથી; કેમ કે તમે તમારું મુખ અમારી તરફથી ફેરવ્યું છે, ને અમારા અપરાધોને લીધે અમને પાણી પાણી કરી નાખ્યા છે.


યરુશાલેમના મહોલ્લાઓમાં આમતેમ ફરો, અને જુઓ ને જાણો, ને તેના ચોકોમાં શોધો, ન્યાય કરનાર અને સત્યને માર્ગે ચાલનાર એવો કોઈ પુરુષ મળે, એવો એક પણ હોય, તો હું તેને ક્ષમા કરીશ.


ઈશ્વરે મોકલેલો એક માણસ આવ્યો. તેનું નામ યોહાન હતું.


સમય ઓળખીને એ [યાદ રાખો] કે હમણાં તમારે ઊંઘમાંથી ઊઠવાનો સમય આવી ચૂકયો છે. કારણ કે જે સમયે આપણે વિશ્વાસ કરવા માંડયો, તે કરતાં હાલ આપણું તારણ નજીક આવેલું છે.


ન્યાયીપણામાં જાગૃત રહો, અને પાપ ન કરો; કેમ કે કેટલાકને ઈશ્વર સંબંધી જ્ઞાન નથી. તમને શરમાવવા માટે હું એ કહું છું.


માટે કહેલું છે, “ઊંઘનાર, જાગ, ને મૂએલાંમાંથી ઊઠ, ને ખ્રિસ્ત તારા પર પ્રકાશ પાડશે.”


Lean sinn:

Sanasan


Sanasan