Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતોનું ગીત 3:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 હે સિયોનની પુત્રીઓ, નીકળી આવો, અને સુલેમાન રાજાના મનના ઉમંગને દિવસે, એટલે તેના લગ્નદિને જે મુગટ તેની માએ તેને પહેરાવ્યો છે તે મુગટસહિત, તેને નિહાળો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 હે સિયોનની નવયૌવનાઓ, બહાર આવો અને શલોમોન રાજાને નિહાળો! તેના લગ્નના દિવસે, એટલે હર્ષોલ્લાસના પ્રસંગે, તેની માતાએ જે મુગટ તેને માથે મૂક્યો હતો તે તેણે પહેરી રાખેલો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 હે સિયોનની દીકરીઓ, નીકળી આવો, જુઓ સુલેમાન રાજાને, તેના આનંદના દિવસે એટલે તેના લગ્નના દિવસે જે મુગટ તેની માતાએ તેને પહેરાવ્યો છે, તે મુગટ સહિત તેને નિહાળો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 “ઓ સિયોનની યુવતીઓ, જાઓ અને જુઓ સુલેમાન રાજાને, એના આનંદના દિવસે એટલે તેના લગ્નના દિવસે તેની માતાએ તેને પહેરાવ્યો છે, તે મુગટસહિત નિહાળો તેને.”

Faic an caibideil Dèan lethbhreac




ગીતોનું ગીત 3:11
31 Iomraidhean Croise  

તમારાં ન્યાયનાં કાર્યોથી સિયોન પર્વત આનંદ પામો, અને યહૂદિયાની દીકરીઓ હરખાઓ.


સિયોનની દીકરીના દરવાજાઓમાં હું તમારાં પૂરેપૂરાં વખાણ કરું; હું તમારા તારણમાં હર્ષ પામીશ.


હે યરુશાલેમની પુત્રીઓ, કેદારના તંબુઓની માફક હું શ્યામ [તથા] સુલેમાનના પડદાઓની માફક સુંદર છું.


હે યરુશાલેમની પુત્રીઓ, હું તમને હરણીઓના તથા જંગલની સાબરીઓના સોગન દઈને વિનવું છું કે, મારા પ્રીતમની મરજી થાય ત્યાં સુધી તમે તેને ઢંઢોળીને ઉઠાડશો નહિ કે જગાડશો નહિ.


હે મારા પ્રીતમ, ચાલ, આપણે જંગલમાં ચાલ્યાં જઈએ; આપણે ગામડાંમાં ઉતારો કરીએ.


પોતાના પ્રીતમ પર ટેકીને રાનમાંથી આ કોણ આવે છે? મેં તને સફરજનવૃક્ષ તળે જગાડી; ત્યાં તારી મા તને જન્મ આપતાં કષ્ટાતી હતી, ત્યાં તારી જનેતાને પ્રસવવેદના થતી હતી.


જ્યારે પ્રભુ સિયોનની દીકરીઓની મલિનતા ધોઈ નાખશે, અને યરુશાલેમનું રકત ન્યાયના તથા દહનના આત્માથકી તેનામાંથી શુદ્ધ કરી નાખશે [ત્યારે એમ થશે].


તે પોતાના આત્માના કષ્ટનું ફળ જોઈને સંતોષ પામશે; મારો ન્યાયી સેવક પોતાના જ્ઞાનથી ઘણાઓને ન્યાયી ઠરાવશે; અને તેઓના અપરાધો તે પોતાને માથે લેશે.


જેમ જુવાન કુંવારીને પરણે છે, તેમ તારા દીકરા તને પરણશે; અને જેમ વર કન્યાથી હરખાય છે, તેમ તારો ઈશ્વર તારાથી હરખાશે.


કેમ કે આપણે માટે છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; તેની ખાંધ પર રાજ્યાધિકાર રહેશે; અને તેને “અદભૂત મંત્રી, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા, ને શાંતિનો સરદાર, ” એ નામ આપવામાં આવશે.


“તું જઈને યરુશાલેમના કાનોમાં પોકારીને કહે, યહોવા કહે છે, ‘રાનમાં, પડતર પ્રદેશમાં, તું મારી પાછળ ચાલતી હતી, તે સમયે યુવાવસ્થામાં જે તારો સ્નેહ, તથા વિવાહસંબંધ થતી વખતનો તારો પ્રેમ, તે હું તારા લાભમાં સંભારું છું.


હા, હું તેઓનું હિત કરવામાં આનંદ માનીશ, ને હું મારા પૂર્ણ હ્રદયથી તથા ખરા જિગરથી તેઓને આ દેશમાં ખરેખર રોપીશ.


તારા ઈશ્વર યહોવા તારામાં છે, તે સમર્થ તારક છે. તે તારે માટે બહુ હરખાશે, તે [તારા પરના] તેમના પ્રેમમાં શાંત રહેશે, તે ગાતાં ગાતાં તારે માટે હર્ષ કરશે.


હા, [તેમની પાસેથી] રૂપું તથા સોનું લઈને અને તેનો મુગટ બનાવીને પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆને માથે મૂક.


દક્ષિણની રાણી આ પેઢીની સાથે ન્યાયકાળે ઊઠીને એને અપરાધી ઠરાવશે, કેમ કે પૃથ્વીને છેડેથી સુલેમાનનું જ્ઞાન સાંભળવાને તે આવી. પણ જુઓ, સુલેમાન કરતાં અહીં એક મોટો છે.


તને ખુશી થવું તથા હર્ખાવું ઉચિત હતું, કેમ કે આ તારો ભાઈ મરી ગયો હતો, અને તે પાછો જીવતો થયો છે; અને ખોવાયેલો હતો, તે પાછો જડ્યો છે.’”


તમારામાં મારો આનંદ રહે, અને તમારો આનંદ સંપૂર્ણ થાય, એ માટે મેં તમને એ વચનો કહ્યાં છે.


જેને કન્યા છે તે જ વરરાજા છે; પણ વરરાજાનો મિત્ર જે ઊભો રહીને તેનું સાંભળે છે, તે વરરાજાની વાણીથી બહુ આનંદ પામે છે; એ માટે મારો એ આનંદ સંપૂર્ણ થયો છે.


તે શરીરનું એટલે મંડળીનું શિર છે. તે આરંભ, એટલે મૂએલાંમાંથી પ્રથમ ઊઠેલા છે; કે જેથી સર્વમાં તે શ્રેષ્ઠ થાય.


માટે આપણે પણ તેમનું અપમાન સહન કરીને છાવણી બહાર તેમની પાસે જઈએ.


પણ ઈસુ, જેમને ઈશ્વરની કૃપાથી સર્વ માણસોને માટે મરણ પામવાને અર્થે દૂતો કરતાં થોડી વાર સુધી ઊતરતા કરવામાં આવ્યા, અને પછી મરણ સહેવાને લીધે જેમના પર ગૌરવ તથા માનનો મુગટ મૂકવામાં આવ્યો, તેમને જોઈએ છીએ.


જુઓ તે વાદળાંસહિત આવે છે, દરેક આંખ, અને જેઓએ તેમને વીંધ્યા તેઓ પણ તેમને જોશે; અને પૃથ્વી પરની સર્વ જાતિઓ તેમને લીધે વિલાપ કરશે. હા, આમીન.


તેમની આંખો અગ્નિની જવાળા [જેવી] છે, અને તેમના માથા પર ઘણા મુગટ છે. તેના પર એવું નામ લખેલું છે કે જે તેમના સિવાય બીજું કોઈ જાણતું નથી.


આપણે આનંદ કરીએ તથા બહુ હર્ષ પામીએ, અને તેમને મહિમા આપીએ, કેમ કે હલવાનના લગ્નનો દિવસ આવ્યો છે, અને તેમની કન્યાએ પોતાને તૈયાર કરી છે.


Lean sinn:

Sanasan


Sanasan