Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતોનું ગીત 2:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 મારા પ્રીતમનો સ્વર [સંભળાય છે] ! પણ જુઓ, તે પર્વતો પર કૂદતો, ડુંગરો પર ઠેકડા મારતો આવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 મને મારા પ્રીતમનો સાદ સંભળાય છે. તે પહાડો પરથી દોડતો અને ટેકરીઓ કૂદતો મારી સમીપ આવી રહ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 આ અવાજ તો મારા પ્રીતમનો છે! જુઓ તે, પર્વતો પર કૂદતો, ડુંગરો પર ઠેકડા મારતો અહીં આવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 અરે! આ અવાજ તો મારા પ્રીતમનો છે; જુઓતો ખરા,પર્વતો પર કૂદકા મારતો મારતો અને ખીણોને વટાવતો તે અહીં આવી રહ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતોનું ગીત 2:8
19 Iomraidhean Croise  

અને યહોવાનો કોશ દાઉદનગરમાં આવતો હતો ત્યારે એમ થયું કે, શાઉલની દીકરી મીખાલે બારીમાંથી નજર કરી, તો દાઉદ રાજાને યહોવાની આગળ કૂદતો તથા નાચતો જોયો; એટલે મીખાલે દાઉદને પોતાના અંત:કરણમાં તુચ્છ ગણ્યો.


પ્રભાત થાય, અને અંધારું લોપ થાય ત્યાં સુધીમાં હે મારા પ્રીતમ, પાછો આવ, અને બેથેર પર્વતો પરના હરણ કે મૃગના બચ્ચા જેવો થા.


હે ઉત્તરના વાયુ, તું જાગૃત થા; હે દક્ષિણ [ના વાયુ] , તું આવ; મારા બાગ પર વા કે, તેની સુગંધીઓનો પ્રવાહ ચાલે. મારો પ્રીતમ પોતાના બગીચામાં આવે, અને પોતાનાં મૂલ્યવાન ફળો ખાય.


હું ઊંઘતી હતી, પણ મારું મન જાગતું હતું; એ મારા પ્રીતમનો સ્વર છે કે, જે [દ્વાર] ઠોકે છે [ને કહે છે કે,] હે મારી પ્રાણપ્રિયા, મારી પ્રિયતમા, મારી હોલી, મારી નિર્મળા, મારે માટે ઉઘાડ; કેમ કે મારું માથું ઝાડળથી, તથા મારી લટો રાતનાં ટીપાંથી ભરાઈ ગઈ છે!!


લંગડો હરણની જેમ કૂદશે, જે મૂંગાની જીભ ગાયન કરશે; કારણ કે અરણ્યમાં પાણી, અને વનમાં નાળાં ફૂટી નીકળશે.


હે આકાશો, તમે હર્ષનાદ કરો, કેમ કે યહોવાએ તે કર્યું છે! હે પૃથ્વીનાં ઊંડાણો, તમે જયઘોષ કરો! હે પર્વતો, વન તથા તેમાંનાં સર્વ ઝાડ, તમે ગાયન કરવા માંડો, કેમ કે યહોવાએ યાકૂબનો ઉદ્ધાર કર્યો છે, ને ઇઝરાયલમાં તે પોતાનો મહિમા પ્રગટ કરશે.


જે વધામણી લાઔએ છે, જે શાંતિની વાત સંભળાવે છે, જે કલ્યાણની વધામણી લાવે છે, જે તારણથી વાત સંભળાવે છે, જે સિયોનને કહે છે, “તારો ઈશ્વર રાજ કરે છે, ” તેના પગ પર્વતો પર કેવા શોભાયમાન છે!


તેં ઇઝરાયલની હાંસી કરી નહોતી? શું તે ચોરોમાંથી મળી આવ્યો હતો? કેમ કે જ્યારે જ્યારે તું તેને વિષે બોલે છે, ત્યારે ત્યારે તું ડોકું હલાવે છે.


તે દિવસે આનંદ કરો, ને [ખુશાલીમાં] કૂદો:કેમ કે જુઓ, આકાશમાં તમારું ફળ ઘણું છે. કેમ કે તેઓના બાપદાદાઓ પ્રબોધકોની પ્રત્યે એમ જ વર્ત્યા.


મારાં ઘેટાં મારો અવાજ સાંભળે છે, વળી હું તેઓને ઓળખું છું, અને તેઓ મારી પાછળ ચાલે છે.


જેને કન્યા છે તે જ વરરાજા છે; પણ વરરાજાનો મિત્ર જે ઊભો રહીને તેનું સાંભળે છે, તે વરરાજાની વાણીથી બહુ આનંદ પામે છે; એ માટે મારો એ આનંદ સંપૂર્ણ થયો છે.


એ જાણીને મોટે અવાજે કહ્યું, “તું પોતાના પગ પર સીધો ઊભો રહે, ” ત્યારે તે કૂદીને ઊભો થયો, અને ચાલવા લાગ્યો.


તે કૂદીને ઊભો થયો, અને ચાલવા લાગ્યો. ચાલતો ને કૂદતો, તથા ઈશ્વરની સ્તુતિ કરતો તે તેઓની સાથે મંદિરમાં ગયો.


જુઓ, હું બારણાં આગળ ઊભો રહીને ખટખટાવું છું; જો કોઈ મારી વાણી સાંભળીને બારણું ઉઘાડશે, તો હું તેની પાસે અંદર આવીને તેની સાથે જમીશ, ને તે મારી સાથે જમશે.


Lean sinn:

Sanasan


Sanasan