Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતોનું ગીત 1:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 હે પ્રાણપ્યારા, તું [તારાં ટોળાં] ક્યાં ચારે છે, [ને] તેમને બપોરે ક્યાં વિસામો લેવડાવે છે, તે મને કહે; કેમ કે તારા સોબતીઓનાં ટોળાની સાથે બુરખાવાળીના જેવી હું શા માટે થાઉં?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 હે મારા પ્રીતમ, તું તારાં ટોળાં કઈ જગ્યાએ ચરાવે છે, તે મને જણાવ; ભરબપોરે તું તેમને કઈ જગ્યાએ વિસામો આપે છે તે કહે. શા માટે મારે બીજા ભરવાડોનાં ટોળામાં તારી શોધ કરવી પડે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 જેને મારો આત્મા પ્રેમ કરે છે તે, તું મને કહે, તું તારા ઘેટાં-બકરાંને કયાં ચરાવે છે? તેમને બપોરે ક્યાં વિસામો આપે છે? શા માટે હું તારા સાથીદારોના ટોળાંની પાછળ, ભટકનારની માફક ફરું?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 હે પ્રાણપ્યારા, મને જણાવ તો ખરો કે, આજે ઘેટાં-બકરાં ચરાવવા કયાં જઇ રહ્યો છે? તેમને બપોરે વિસામો ક્યાં આપે છે તે તો કહે; તારા સાથીદારોના ટોળાની સાથે બુરખાવાળી સ્રીની જેમ હું ભટકું તે કરતાં તારી સંગત સારી છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતોનું ગીત 1:7
33 Iomraidhean Croise  

અને તેણે કહ્યું, “હું મારા ભાઈઓને શોધું છું; તેઓ ક્યાં ચરાવે છે તે કૃપા કરીને મને કહે.”


યહોવાએ મારા કાલાવાલા સાંભળ્‍યાં છે. તેથી હું તેમના પર પ્રેમ રાખું છું.


હે યહોવા, મારા સામર્થ્ય, હું તમારા પર પ્રેમ રાખું છું.


હે યહોવા, હું તમને વિનંતી કરીશ; હે મારા ખડક, મારી તરફ તમારા કાન બંધ ન રાખો; રખેને તમે મારી સાથે મૌન ધારણ કરશો, તો કબરમાં ઊતરી જનારાના જેવો હું થઈ જઈશ.


હે ઇઝરાયલના પાળક, યૂસફને ટોળાની જેમ, દોરનાર, કાન ધરો; કરૂબીમ પર બિરાજનાર, પ્રકાશ કરો.


મારો પ્રીતમ મારો જ છે, ને હું પણ તેની જ છું; તે [પોતાનાં ટોળાં] ગુલછડીઓમાં ચારે છે.


જેમ જંગલનાં ઝાડમાં સફરજનવૃક્ષ [હોય] , તે જ પ્રમાણે પુત્રોમાં મારો પ્રીતમ છે. હું તેની છાયા નીચે બેસીને ઘણો આનંદ પામી, અને તેના ફળનો સ્વાદ મને મીઠો લાગ્યો.


મારો પ્રીતમ ગોરો ગોરો અને લાલચોળ છે, તે દશ હજારમાં શિરોમણી છે.


તેનું મુખ અતિ મધુર છે; હા, [તે] અતિ મનોહર છે. હે યરુશાલેમની પુત્રીઓ, આ મારો પ્રીતમ, અને આ મારો મિત્ર છે.


હે યરુશાલેમની પુત્રીઓ, હું તમને સોગન દઉં છું કે, જો તમને મારો પ્રીતમ મળી જાય, તો તેને કહેજો કે હું પ્રેમપીડિત છું.


મારો પ્રીતમ પોતાના બાગમાં, સુગંધીઓના કયારામાં, બાગોમાં મિજબાની કરવા તથા ગુલછડીઓ વીણવા ગયો છે.


હું મારા પ્રીતમની છું અને મારો પ્રીતમ મારો જ છે; તે ગુલછડીઓમાં [પોતાનું ટોળું] ચારે છે.


હે બાગવાસી, સખીઓ તારો સાદ સાંભળવા ધ્યાન દઈને તાકી રહી છે; મને તે સંભળાવ.


તેમાં ફરી કદી વસતિ થશે નહિ, તેમાં તેઢી દરપેઢી કોઈ વસશે નહિ. અને ત્યાં અરબ [લોકો] પોતાના તંબુ તાણશે નહિ; અને ભરવાડો પોતાનાં ટોળાંને ત્યાં બેસાડશે નહિ.


રાત્રે હું તમારે માટે આતુર બની રહ્યો છું; મારા અંતરાત્માથી આગ્રહપૂર્વક હું તમને શોધીશ. પૃથ્વી પર તમારાં ન્યાયશાસનો હોય, ત્યારે જગતના રહેવાસીઓ ધાર્મિકપણું શીખે.


ભરવાડની જેમ તે પોતાના ટોળાનું પાલન કરશે, ને તે બચ્ચાંને પોતાના હાથથી એકઠાં કરીને તેમને પોતાની ગોદમાં ઊંચકી લેશે, તે ધવડાવનારીઓને સંભાળીને ચલાવશે.


હું તો મારા સ્નેહી વિષે, તેની દ્રાક્ષાવાડી સંબંધી મારા સ્નેહીનું ગીત ગાઉં. “મારા વહાલા મિત્રને રસાળ ટેકરી પર એક દ્રાક્ષાવાડી હતી.


સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “વસતિહીન તથા પશુહીન થઈને ઉજજડ થયેલા એવા આ સ્થાનમાં તથા તેનાં સર્વ નગરોમાં, [ઘેટાંનાં] ટોળાં બેસાડનારા ભરવાડોનું રહેણાણ ફરી થશે.


તે યહોવાના સામર્થ્યસહિત તથા પોતાના ઈશ્વર યહોવાના નામના પ્રતાપસહિત ઊભો રહીને [પોતાના ટોળાનું] પાલન કરશે. અને તેઓ કાયમ રહેશે; કેમ કે હવે પૃથ્વીના છેડા સુધી તે મોટો થશે.


મારા કરતાં જે પિતા અથવા મા પર વત્તો પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી. અને દીકરા કે દીકરી પર જે મારાં કરતાં વત્તો પ્રેમ કરે છે, તે મારે યોગ્ય નથી.


હું ઉત્તમ ઘેટાંપાળક છું. ઉત્તમ ઘેટાંપાળક ઘેટાંને માટે પોતાનો જીવ આપે છે.


તે ત્રીજી વાર તેને કહે છે, “યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે?” પિતર દિલગીર થયો, કારણ કે તેમણે ત્રીજીવાર તેને પૂછ્યું હતું “શું તું મારા પર હેત રાખે છે? તેણે તેમને કહ્યું, “પ્રભુ તમે બધું જાણો છો. હું તમારા પર હેત રાખું છું એ તમે જાણો છો. ઈસુ તેને કહે છે, “મારા ઘેટાંને પાળ.


તેમને ન જોયા છતાં પણ તમે તેમના પર પ્રેમ રાખો છો. હમણાં જો કે તમે તેમને જોતા નથી, તોપણ તેમના પર વિશ્વાસ રાખો છો. તમે તેમનામાં અવાચ્ય તથા મહિમાથી ભરપૂર આનંદથી હરખાઓ છો.


માટે તમો વિશ્વાસ કરનારાઓને સારુ તે મૂલ્યવાન છે. પણ અવિશ્વાસીઓને માટે તો “જે પથ્થરને બાંધનારાઓએ નકાર્યો હતો, તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.”


તેઓ આપણામાંથી નીકળી ગયા, પણ તેઓ આપણામાંના નહોતા, કેમ કે જો તેઓ આપણામાંના હોત, તો તેઓ આપણી સાથે રહેત:પણ તેઓ સર્વ આપણામાંના નથી, એમ પ્રગટ થાય માટે [તેઓ નીકળી ગયા].


કેમ કે રાજયાસનની મધ્યે જે હલવાન છે, તે તેઓના પાળક થશે, અને જીવનના પાણીના ઝરાઓ પાસે તેઓને દોરી લઈ જશે, અને ઈશ્વર તેઓની આંખોમાંથી પ્રત્યેક આંસુ લૂછી નાખશે.”


ત્યારે રૂથ મોઆબણે કહ્યું, “વળી તેણે મને કહ્યું કે, મારા જુવાનો મારી બધી કાપણી સમાપ્ત કરે ત્યાં સુધી તારે મારા જુવાનોની પાસે ને પાસે રહેવું.”


Lean sinn:

Sanasan


Sanasan