Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતોનું ગીત 1:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 હે યરુશાલેમની પુત્રીઓ, કેદારના તંબુઓની માફક હું શ્યામ [તથા] સુલેમાનના પડદાઓની માફક સુંદર છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 હે યરુશાલેમની નવયૌવનાઓ, હું શ્યામ પણ સુંદર છું; રણમાંના કેદારના તંબુઓ જેવી હું કાળી છું, પણ શલોમોનના મહેલના પડદાઓ જેવી રૂપાળી છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 હું શ્યામ છું પણ સુંદર છું, હે યરુશાલેમની દીકરીઓ, કેદારના તંબુઓની માફક શ્યામ, સુલેમાનના પડદાઓની માફક સુંદર છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 હે યરૂશાલેમની દીકરીઓ, હું રંગે શ્યામ છતાં સ્વરૂપવાન છું, મારી શ્યામલતા કેદારના તંબુઓના જેવી અથવા સુલેમાનના તંબૂના પડદાઓ સમાન છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતોનું ગીત 1:5
29 Iomraidhean Croise  

મને અફસોસ છે કે મેશેખનો હું પ્રવાસી છું, અને કેદારના ડેરાઓમાં વસું છું!


કેમ કે યહોવા પોતાના લોકથી રીઝે છે; તે નમ્ર [જનો] ને તારણથી સુશોભિત કરશે.


તમારી માનીતી સ્ત્રીઓમાં રાજપુત્રીઓ છે; તમારે જમણે હાથે ઓફીરના સોનાથી [શણગારેલાં] રાણીજી ઊભાં રહે છે.


અમારા પર અમારા ઈશ્વર યહોવાની કૃપા થાઓ; અને તમે અમારા હાથનાં કામ અમારે માટે સ્થાપન કરો; હા, અમારા હાથનાં કામ તમે સ્થાપન કરો.


હે ખડકની ફાટોમાં, કઢણમાંના ગુપ્ત સ્થળમાં રહેનાર મારી હોલી, મને તારું વદન નિરખવા દે, મને તારો સૂર સંભળાવ; કેમ કે તારો સૂર કેવો મધુર છે, અને તારું વદન કેવું ખૂબસૂરત છે!


હે યરુશાલેમની પુત્રીઓ, હું તમને હરણીઓના તથા જંગલની સાબરીઓના સોગન દઈને વિનવું છું કે, મારા પ્રીતમની મરજી થાય ત્યાં સુધી તમે તેને ઢંઢોળીને ઉઠાડશો નહિ કે જગાડશો નહિ.


તેણે તેના સ્તંભ રૂપાના, તેનું તળિયું સોનાનું, અને તેનું આસન જાંબુઆ રંગનું બનાવ્યું; તેમાં યરુશાલેમની પુત્રિઓએ પ્યારથી ચિત્રવિચિત્ર ભરત ભરેલું હતું.


હે યરુશાલેમની પુત્રીઓ, હું તમને હરણીઓના તથા જંગલની સાબરીઓના સોગન દઈને વિનવું છું, કે તેની મરજી થાય ત્યાં સુધી તમે મારા પ્રીતમને ઢંઢોળીને ઊઠાડસો નહિ કે જગાડશો નહિ.


તારા હોઠ કીરમની દોરા જેવા છે, તારું મુખ ખૂબસૂરત છે. તારા બુરખાની પાછળ તારા ગાલ દાડમની ફાડ જેવાં છે.


તેનું મુખ અતિ મધુર છે; હા, [તે] અતિ મનોહર છે. હે યરુશાલેમની પુત્રીઓ, આ મારો પ્રીતમ, અને આ મારો મિત્ર છે.


હે યરુશાલેમની પુત્રીઓ, હું તમને સોગન દઉં છું કે, જો તમને મારો પ્રીતમ મળી જાય, તો તેને કહેજો કે હું પ્રેમપીડિત છું.


હે મારી પ્રિયતમા, તું તિર્સા જેવી સુંદર, યરુશાલેમ જેવી ખૂબસૂરત, અને ધ્વજાઓ સહિતના સૈન્ય જેવી ભયંકર છે!


હે યરુશાલેમની પુત્રીઓ, હું તમને સોગન દઉં છું કે, મારા પ્રીતમની મરજી થાય ત્યાં સુધી તમે તેને ઢંઢોળીને ઉઠાડશો નહિ કે, જગાડશો નહિ.


કેમ કે પ્રભુએ મને એમ કહ્યું છે, “મજૂરના વર્ષ પ્રમાણે એક વર્ષની અંદર, કેદારનું સર્વ ગૌરવ જતું રહેશે;


તે તો તેની સમક્ષ ફણગાની જેમ, તથા સૂકી ભૂમિમાંની જડની જેમ ઊગ્યો; તેનામાં કંઈ સૌદર્ય નહોતું, ને લાવણ્ય નહોતુમ; આપણે તેને જોયો ત્યારે તેનું સ્વરૂપ એવું નહોતું કે આપણે તેને ચાહીએ.


કેદારનાં સર્વ ટોળાં તારે માટે ભેગાં કરવામાં આવશે, નબાયોથના ઘેટા તારી સેવાના કામમાં આવશે; તેઓ માન્ય થઈ મારી વેદી પર ચઢશે, ને મારા સુશોભિત મંદિરને હું શોભાયમાન કરીશ.


હું યહોવામાં અતિશય આનંદ કરીશ, મારો જીવ મારા પ્રભુમાં હરખાશે; કેમ કે જેમ વર પોતાને મુગટથી સુશોભિત કરે છે, ને કન્યા પોતાને આભૂષણથી શણગારે છે, તેમ તેમણે મને તારણનાં વસ્ત્ર પહેરાવ્યાં છે, ન્યાયીપણાનો ઝભ્ભો મારા પર ઓઢાડયો છે.


તારા સૌદર્યને લીધે તારી કિર્તી સર્વ પ્રજાઓમાં ફેલાઈ ગઈ; કેમ કે યહોવા કહે છે કે, જે મારા પ્રતાપથી મેં તને વેષ્ઠિત કરી હતી તેથી કરીને [તારું સૌદર્ય] પરિપૂર્ણ હતું.


અરબસ્તાન તથા કેદારના સર્વ ઉમરાવો તારી સાથેના વેપારીઓ હતા. તેઓ હલવાનો, મેંઢાં તથા બકરાંનો વેપાર કરતા હતા.


ચેલો પોતાના ગુરુ સરખો હોય, ને દાસ પોતાના શેઠ સરખો હોય તો તે જ ઘણું છે. જો ઘરના ઘણીને તેઓએ બાલઝબૂલ કહ્યો છે, તો તેના ઘરના લોકોને કેટલું વિશેષે કરીને તેઓ એમ જ કહેશે?


અને મહેમાનોને જોવા માટે રાજા અંદર આવ્યો, ત્યારે તેણે ત્યાં લગ્નનો પોશાક પહેર્યા વગરના એક જણને જોયો.


ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર તથા તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરધી પોતાનાં બચ્ચાંને પાંખો નીચે એકત્ર કરે છે, તેમ મેં કેટલીવાર તારાં છોકરાંને એકત્ર કરવાનું ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ!


પણ પિતાએ પોતાના નોકરોને કહ્યું કે, ‘સારામાં સારો જામો જલદી કાઢીને એને પહેરાવો; એને હાથે વીટીં પહેરાવો, પગમાં જોડા પહેરાવો.


પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો, અને દેહને માટે, એટલે તેની દુષ્ટ વાસનાઓને અર્થે, ચિંતન ન કરો.


આપણે તેમનામાં ઈશ્વરના ન્યાયીપણારૂપ થઈએ, માટે જેમણે પાપ જાણ્યું નહોતું તેમને તેમણે આપણે માટે પાપરૂપ કર્યા.


પણ ઉપરનું યરુશાલેમ સ્વતંત્ર છે, તે આપણી માતા છે.


એ માટે કે વચન વડે જળસ્નાનથી શુદ્ધ કરીને, [ખ્રિસ્ત મંડળીને] પવિત્ર કરે,


જુઓ, પિતાએ આપણા પર કેટલો બધો પ્રેમ રાખ્યો છે કે આપણે ઈશ્વરનાં છોકરાં કહેવાઈએ! અને ખરેખર આપણે તેમનાં છોકરાં છીએ. તેથી જગત આપણને ઓળખતું નથી, કેમ કે તેણે તેમને ઓળખ્યા નહિ.


Lean sinn:

Sanasan


Sanasan