Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતોનું ગીત 1:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તારા ગાલ વેણીઓથી, અને તારી ગરદન રત્નજડિત હારોથી દીપી રહી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 તારા ગાલ પરની લટો રળિયામણી લાગે છે, અને તેનાથી તારી ડોક રત્નજડિત હારની જેમ આભૂષિત લાગે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તારા ગાલ તારા આભૂષણોથી, તારી ગરદન રત્નથી સુંદર લાગે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તારા ગાલ પર તારા આભૂષણો સુંદરતાથી લટકે છે અને તારી ગરદન હીરા જડિત હારો થી ચમકે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતોનું ગીત 1:10
14 Iomraidhean Croise  

અને એમ થયું કે ઊંટો પી રહ્યાં, ત્યારે તે માણસે અડધા તોલાની સોનાની એક વાળી ને તેનઅ હાથને માટે દશ તોલાની સોનાની બે બંગડી કાઢી.


ત્યારે મેં તેને પૂછયું, તું કોની દીકરી છે?’ અને તેણે કહ્યું, ‘નાહોરનો દીકરો બથુએલ જે મિલ્કાને પેટે જન્મ્યો, તેની;’ અને મેં તેના નાકમાં વાળી ને તેના બન્‍ને હાથમાં બગડી પહેરાવી.


અને તે દાસે રૂપાના તથા સોનાના દાગીના તથા લૂગડાં કાઢીને રિબેકાને આપ્યાં; અને તેણે તેના ભાઈને તથા તેની માને પણ કિંમતી જણસો આપી.


અને ફારુને પોતાના હાથની મુદ્રિકા કાઢીને યૂસફના હાથમાં પહેરાવી, ને તેને મલમલનાં વસ્‍ત્ર પહેરાવ્યાં, ને તેના ગળામાં સોનાનો હાર પહેરાવ્યો.


કેમ કે તે તારે માથે શોભાયમાન મુગટરૂપ, તથા તારા ગળાના હારરૂપ થશે.


અમે તારે માટે રૂપાનાં બોરિયાંવાળી સોનાની સાંકળીઓ કરાવીશું.


હે મારી પ્રાણપ્રિયા, [મારી] નવોઢા, તેં મારું મન મોહિત કર્યું છે; તારા એક જ નયનબાણથી, તારા એક કંઠમણિથી જ તેં મારું મન મોહિ લીધું છે.


તેના ગાલ સુગંધીદ્રવ્યના ક્યારા જેવા, તથા સુગંધીઓની પાળો જેવા છે; જેમાંથી બોળનો અર્ક ઝરતો હોય એવી ગુલછડીઓ જેવા તેના હોઠ છે.


હું યહોવામાં અતિશય આનંદ કરીશ, મારો જીવ મારા પ્રભુમાં હરખાશે; કેમ કે જેમ વર પોતાને મુગટથી સુશોભિત કરે છે, ને કન્યા પોતાને આભૂષણથી શણગારે છે, તેમ તેમણે મને તારણનાં વસ્ત્ર પહેરાવ્યાં છે, ન્યાયીપણાનો ઝભ્ભો મારા પર ઓઢાડયો છે.


અને અમારા પ્રાણોને લીધે યહોવાની સમક્ષ પ્રાયશ્ચિત્ત કરવાને માટે અમ પ્રત્યેકને જે મળ્યું તે અમે યહોવાને માટે અર્પણ કરવાને લાવ્યા છીએ, એટલે સોનાનાં ઘરેણાં, સાંકળાં, તથા બંગડીઓ, વીંટીઓ, વાળીઓ, તથા માદળિયાં [લાવ્યા છીએ].”


પણ અંત:કરણમાં રહેલા ગુપ્ત મનુષ્યત્વનો, એટલે દીન તથા નમ્ર આત્માનો, જે ઈશ્વરની નજરમાં બહુ મૂલ્યવાન છે, તેના અવિનાશી અલંકારનો થાય.


Lean sinn:

Sanasan


Sanasan