Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રૂથ 4:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને દરવાજામાંના સર્વ લોકોએ તથા વડીલોએ કહ્યું, “અમે સાક્ષી છીએ. યહોવા કરો ને જે સ્‍ત્રી તારા ઘરમાં આવે છે તે, રાહેલ તથા લેઆ કે જે બેએ ઇઝરાયલનું ઘર બાંધ્યું તેઓના જેવી થાય. તું એફ્રાથામાં સુખી થા, ને બેથલેહેમમાં નામાંકિત થા;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 લોકોએ કહ્યું, “હા, અમે સાક્ષી છીએ.” વળી, આગેવાનોએ કહ્યું, “પ્રભુ એવું કરે કે તારા ઘરમાં આવનાર સ્ત્રી રાહેલ અને લેઆહના જેવી ફળવંત થાય. તું એફ્રાથી ગોત્રમાં સમૃદ્ધ અને બેથલેહેમમાં નામાંક્તિ થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 દરવાજા આગળ જે લોકો તથા વડીલો હતા તેઓ બધાએ કહ્યું, “અમે સાક્ષીઓ છીએ. ઈશ્વર એવું કરે કે જે સ્ત્રી તારા ઘરમાં આવી છે તે, રાહેલ તથા લેઆ એ બન્નેએ ઇઝરાયલનું ઘર બાંધ્યું, તેઓના જેવી થાય. તું એફ્રાથામાં આબાદ અને બેથલેહેમમાં માનપાત્ર થા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 શહેરની ભાગોળમાં સર્વ લોકો તથા વડીલોએ કહ્યું કે, “અમે સાક્ષી છીએ; યહોવા આ સ્ત્રીને રાહેલ અને લેઆહ જેવી બનાવે, જેણે ઇસ્રાએલનું ઘર બનાવ્યું હતું. તું એફ્રાથાહમાં સુખી થા, અને બેથલેહેમમાં નામાંકિત થા.

Faic an caibideil Dèan lethbhreac




રૂથ 4:11
24 Iomraidhean Croise  

અને એફ્રોન હેથના દિકરાઓ મધ્યે બેઠેલો હતો; અને પોતાના નગરના દરવાજામાં પેસનારા જે સર્વ હેથના દિકરા તેઓના સાંભળતાં એફ્રોન હિત્તીએ ઇબ્રાહિમને ઉત્તર આપીને કહ્યું,


અને તેઓએ રિબકાને આશીર્વાદ દઈને કહ્યું, “અમારી બહેન, તું કરોડોની મા થજો, ને તારાં સંતાન પોતાના વેરીઓની ભાગળ કબજે કરો.”


અને લાબાનને બે દીકરી હતી:મોટીનું નામ લેઆ, ને નાનીનું નામ રાહેલ.


અને જુઓ, સવાર એમ થયું કે તે તો લેઆ હતી. અને યાકૂબે લાબાનને કહ્યું, “આ તેં મને શું કર્યું છે? શું રાહેલને માટે મેં તારી ચાકરી નહોતી કરી? તેં મને શા માટે છેતર્યો?”


અને લેઆ ગર્ભવતી થઈ, ને તેણે દિકરાને જન્મ આપ્યો, ને તેણે તેનું નામ રૂબેન પાડયું; કેમ કે તેણે કહ્યું, “યહોવાએ મારું કષ્ટ ખચીત જોયું છે. માટે હવે મારો પતિ મારા પર પ્રેમ કરશે.”


હવે યાકૂબના દિકરા બાર હતા. લેઆના દિકરા “ રૂબેન યાકૂબનો જયેષ્ઠ દીકરો તથા શિમયોન તથા લેવી તથા યહૂદા તથા ઇસ્સાખાર તથા ઝબુલોન.


રાહેલના દિકરા : યૂસફ તથા બિન્યામીન.


માટે તેણે આહાબને માટે પત્ર લખ્યા, ને તે પર તેની મુદ્રાથી મુદ્રા કરી ને નાબોથના નગરમાં જે વડીલો તથા આગેવાનો તેની સાથે રહેતા હતા, તેમના પર તે પત્રો મોકલ્યા.


બેથલેહેમનો પિતા સાલ્મા, ને બેથ-ગાદેરનો પિતા હારેફ.


આપણે એફ્રાથા પાસે એ વિષે સાંભળ્યું; તે આપણને વનનાં ક્ષેત્રોમાં મળ્યો.


દરેક ડાહી સ્‍ત્રી પોતાના ઘરની આબાદી વધારે છે; પણ મૂર્ખ પોતાના જ હાથથી તેને તોડી પાડે છે.


તેનો પતિ દેશની ભાગળમાં બેસનાર આગેવાનોમાં પ્રખ્યાત છે.


મેં ખતમાં સહી કરી, ને તેના ઉપર મહોર કરી. પછી મેં સાક્ષીઓને બોલાવ્યા, ને ત્રાજવામાં રૂપું તોળી આપ્યું.


પણ હે બેથલેહેમ એફ્રાથા, જો કે તું એટલું નાનું છે કે યહૂદાનાં ગોત્રોમાં તારી કંઈ ગણતરી નથી, તોપણ તારામાંથી મારે માટે એક એવો પુરુષ ઉત્પન્‍ન થશે કે જે ઇઝરાયલમાં અધિકારી થવાનો છે, જેનો પ્રારંભ પુરાતન કાળથી, હા, અનાદિકાળથી છે.


“ઓ યહૂદિયા દેશના બેથલેહેમ, તું યહૂદિયાના સૂબાઓમાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી. કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે, જે મારા ઇઝરાયેલી લોકોનો પાળક થશે.”


અને જો તે માણસ પોતાના ભાઈની પત્નીને લેવા ન ચાહે, તો તેના ભાઈની પત્ની ગામને દરવાજે વડીલોની પાસે જાય ને કહે કે, ‘મારા પતિનો ભાઈ ઇઝરાયલમાં તેના ભાઈનું નામ કાયમ રાખવા ના કહે છે, તે મારી પ્રત્યે પતિના ભાઈની ફરજ બજાવવા ઇચ્છતો નથી.’


તો તેના ભાઈની પત્ની વડીલોની હજૂરમાં તેની પાસે આવીને તેના પગમાંથી જોડો કાઢીને તેના મુખ પર થૂંકે. અને તે તેને એમ કહે કે, ‘જે કોઈ પોતાના ભાઈનું ઘર ન બાંધે તેની એવી જ વલે થાઓ.’


તે માણસનું નામ અલીમેલેખ, તેની પત્નીનું નામ નાઓમી, ને તેના બે પુત્રોનાં નામ માહલોન તથા કિલ્યોન હતાં. તેઓ બેથલેહેમ-યહૂદિયાનાં એફ્રાથીઓ [હતાં]. તેઓ મોઆબ દેશમાં આવીને ત્યાં રહ્યાં હતાં.


Lean sinn:

Sanasan


Sanasan