Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રૂથ 4:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હવે બોઆઝ [ગામને] દરવાજે જઈને બેઠો; તો જુઓ, નજીકના સગા વિષે બોઆઝ બોલ્યો હતો તે ત્યાં આવી પહોંચ્યો. તેને તેણે કહ્યું, “અરે ફલાણા! આ બાજુ આવીને અહીં બેસ.” એટલે તે બાજુએ ફરીને ત્યાં બેઠો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 બોઆઝ ગામના દરવાજે એકઠા થવાની જગ્યાએ જઈને બેઠો. થોડીવારમાં બોઆઝે જેનો ઉલ્લેખ કર્યો હતો તે, એટલે એલીમેલેખનો વધારે નિકટનો સગો ત્યાં આવી પહોંચ્યો. બોઆઝે તેને કહ્યું, “આવ ભાઈ, અહીં બેસ.” તેથી તે ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હવે બોઆઝ દરવાજા સુધી ગયો અને ત્યાં બેઠો. થોડી જ વારમાં, જે છોડાવનાર સંબંધી વિષે બોઆઝે વાત કરી હતી તે ત્યાં આવ્યો. બોઆઝે તેને કહ્યું, “અહીં આવીને બેસ.” અને તે ત્યાં આવીને બેઠો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 બોઆઝ શહેરના દરવાજા પાસે લોકો ભેગા થાય છે તે જગ્યાએ ગયો. એના પરિવારનો નજીકનો સગો ત્યાંથી પસાર થાય ત્યાં સુધી ત્યાં બેસી રહ્યો. એણે એને બોલાવીને કહ્યું, “અરે ફલાણા આવ અને અહીં બેસ હું તારી સાથે થોડી વાત કરવા માંગું છું. એટલે તે આવીને બેઠો.”

Faic an caibideil Dèan lethbhreac




રૂથ 4:1
21 Iomraidhean Croise  

પછી સદોમમાં સાંજે એ બે દૂત આવ્યા; અને લોત સદોમના દરવાજામાં બેઠો હતો; અને લોત એઓને જોઈને મળેવા ઊઠયો, ને પ્રણામ કર્યા.


અને એફ્રોન હેથના દિકરાઓ મધ્યે બેઠેલો હતો; અને પોતાના નગરના દરવાજામાં પેસનારા જે સર્વ હેથના દિકરા તેઓના સાંભળતાં એફ્રોન હિત્તીએ ઇબ્રાહિમને ઉત્તર આપીને કહ્યું,


પછી હમોર તથા તેનો દીકરો શખેમ તેમના નગરના દરવાજે આવ્યા, ને તેમના નગરના માણસો સાથે વાતચીત કરીને કહ્યું,


અને આબ્શાલોમ વહેલી સવારે ઊઠીને દરવાજાના રસ્તાની બાજુએ ઊભો રહેતો; અને એમ થતું કે કોઈ માણસની એવી ફરિયાદ હોય કે જેના ચુકાદા માટે રાજા પાસે જવું પડે, ત્યારે ત્યારે આબ્‍શાલોમ તેને બોલાવીને પૂછતો, “તું ક્યા નગરનો છે?” ત્યારે તે કહેતો, “તારો દાસ ઇઝરાયલના અમુક કુળમાંનો છે.”


હવે ઇઝરાયલનો રાજા તથા યહૂદિયાનો રાજા યહોશાફાટ રાજપોષાક પહેરીને સમરુનના દરવાજાના નાકા પાસેના મેદાનમાં પોતપોતાના આસન પર બેઠા હતા. તેઓની આગળ સર્વ પ્રબોધકો ભવિષ્ય કહેતા હતા.


ત્યારે તો નગરને દરવાજે હું જતો હતો, ત્યારે તો ચૌટામાં હું મારું આસન તૈયાર કરાવતો હતો.


જો દરવાજામાં બેઠેલા ન્યાયાધીશોને મારા પક્ષના જાણીને મેં અનાથની વિરુદ્ધ મારો હાથ ઉઠાવ્યો હોય;


ભાગળમાં બેસનારાઓ મારી મશ્કરી કરે છે; અને છાકટાઓ મારા વિષે રાસડા ગાય છે.


તેનો પતિ દેશની ભાગળમાં બેસનાર આગેવાનોમાં પ્રખ્યાત છે.


“હે તૃષિત જનો, તમે સર્વ પાણીની પાસે આવો, જેની પાસે કંઈ પણ નાણું નથી તે તમે આવો; વેચાતું લો, અને ખાઓ. વળી આવીને નાણાં વિના તથા મૂલ્ય વિના દ્રાક્ષારસ તથા દૂધ વેચાતાં લો.


મેં ખતમાં સહી કરી, ને તેના ઉપર મહોર કરી. પછી મેં સાક્ષીઓને બોલાવ્યા, ને ત્રાજવામાં રૂપું તોળી આપ્યું.


ભૂંડાને ધિક્કારો, ભલાને ચાહો, ને દરવાજામાં ન્યાયને સ્થાપિત કરો. તો કદાચ સૈન્યોના ઈશ્વર યહોવા યૂસફના બાકી રહેલાઓ પર કૃપા રાખે.


યહોવા કહે છે, “અરે, અરે, ઉત્તરના દેશમાંથી નાસી છૂટો, કેમ કે યહોવા કહે છે, મેં તમને આકાશના ચાર વાયુની જેમ ફેલાવી દીધા છે.


“જે સર્વ ગામો યહોવા તારા ઈશ્વર તને આપે તેમની અંદર તું તારે માટે તારાં કુળો પ્રમાણે ન્યાયાધીશો તથા અમલદારો ઠરાવ. અને તેઓ અદલ ન્યાયીપણાથી લોકોનો ન્યાય ચૂકવે.


તો તે દુષ્ટ કૃત્ય કરનાર પુરુષને અથવા સ્‍ત્રીને, હા તે પુરુષ અથવા સ્‍ત્રીને, તું તારા દરવાજા આગળ લાવીને તેને પથ્થરે મારી નાખ.


તો તેનાં માતપિતા તેને પકડીને તેમના નગરના વડીલોની પાસે ને તેમના રહેઠાણની ભાગળે તેને બહાર લાવે.


અને જો તે માણસ પોતાના ભાઈની પત્નીને લેવા ન ચાહે, તો તેના ભાઈની પત્ની ગામને દરવાજે વડીલોની પાસે જાય ને કહે કે, ‘મારા પતિનો ભાઈ ઇઝરાયલમાં તેના ભાઈનું નામ કાયમ રાખવા ના કહે છે, તે મારી પ્રત્યે પતિના ભાઈની ફરજ બજાવવા ઇચ્છતો નથી.’


અને તે તેમાંના કોઈએક નગરમાં નાસી જાય, ને તે નગરના દરવાજાના નાકા આગળ ઊભો રહીને તે પોતાની હકીકત નગરના વડીલોને કહી સંભળાવે; અને તેઓ તેને નગરમાં પોતાની પાસે રાખીને પોતા મધ્યે રહેવાની જગા આપે.


હવે હું નજીકનો સગો છું એ તો ખરું; તથાપિ મારા કરતાંય વધારે નજીકનો એક સગો છે.


ત્યારે તેણે કહ્યું, “મારી પુત્રી, આ બાબતનું શું પરિણામ આવશે તે જાણતાં સુધી, તું છાનીમાની બેસી રહે; કેમ કે એ કામ આજે પૂરું કર્યા વિના તે માણસ જંપવાનો નથી.”


Lean sinn:

Sanasan


Sanasan