Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રૂથ 2:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને જુઓ, બોઆઝે બેથલેહેમથી આવીને કાપનારાઓને કહ્યું, “યહોવા તમારી સાથે હો.” તેઓએ ઉત્તર આપ્યો, “યહોવા તમને આશીર્વાદ આપો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 થોડીવાર પછી બોઆઝ પોતે બેથલેહેમથી આવ્યો. લણનારાઓને શુભેચ્છા પાઠવતાં તેણે કહ્યું, “પ્રભુ તમારી સાથે રહો.” તેમણે પણ જવાબ વાળ્યો, “પ્રભુ તમને આશિષ આપો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 જુઓ, બોઆઝે બેથલેહેમથી આવીને લણનારાઓને કહ્યું, “ઈશ્વર તમારી સાથે હો. “અને તેઓએ પ્રત્યુત્તર આપ્યો કે, “ઈશ્વર તને આશીર્વાદ આપો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તે ખેતરમાં કામ કરતી હતી ત્યારે બોઆઝ બેથલેહેમથી આવ્યો લણનારાઓને આવકાર આપ્યો અને કહ્યું કે, “યહોવા તમાંરી સાથે હોજો.” લણનારાઓએ તેમને પ્રત્યુ્ત્તર આપ્યો કે, “યહોવા તમને આશીર્વાદ દો.”

Faic an caibideil Dèan lethbhreac




રૂથ 2:4
21 Iomraidhean Croise  

કેમ કે હું તેને જાણું છું કે તે પોતાના દિકરાઓને તથા પોતા પછી થનાર પોતાના પરિવારને એવી આજ્ઞા આપશે કે, તેઓ ન્યાય તથા ન્યાયકરણ કરવાને યહોવાનો માર્ગ પાળે; એ માટે કે ઇબ્રાહિમ સંબંધી યહોવાએ જે કહ્યું છે, તે તે તેને આપે.”


અને સર્વ સમર્થ ઈશ્વર તને આશીર્વાદ આપો, ને તને સફળ કરો, ને તને વધારો કે, તારાથી ઘણાં કુળ થાય.


બેથલેહેમનો પિતા સાલ્મા, ને બેથ-ગાદેરનો પિતા હારેફ.


યહોવાને નામે જે આવે છે તેને ધન્ય છે; યહોવાના મંદિરમાંથી અમે તમને આશીર્વાદ આપ્યો છે.


આકાશ તથા પૃથ્વીને ઉત્પન્‍ન કરનાર યહોવા સિયોનમાંથી તને આશીર્વાદ આપો.


સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, “જ્યારે હું તેઓનો બંદીવાસ ફેરવી નાખીશ, ત્યારે યહૂદિયાના દેશમાં તથા તેનાં નગરોમાં લોકો ફરીથી આ આશીર્વચન કહેશે, ‘હે ન્યાયનિકેતન, હે પવિત્ર પર્વત, યહોવા તને આશીર્વાદ આપો.’


‘યહોવા તને આશીર્વાદ આપો, ને તારું રક્ષણ કરો.


દૂતે તેની પાસે આવીને કહ્યું, “હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે.”


હવે શાંતિના પ્રભુ પોતે સર્વ સમયે તથા સર્વ પ્રકારે તમને શાંતિ આપો. પ્રભુ તમ સર્વની સાથે હો.


જેઓના માલિકો વિશ્વાસી છે, એ માલિકો ભાઈઓ છે, તે કારણથી તેઓએ તેમને તુચ્છ ન ગણવા; પણ તેમની ચાકરી વિશેષ [ખંતથી] કરવી, કેમ કે જેઓને [સેવાનો] લાભ મળે છે તેઓ વિશ્વાસી તથા પ્રિય [ભાઈઓ] છે. એ વાતો [તેઓને] શીખવ તથા સમજાવ.


પ્રભુ તારા આત્માની સાથે થાઓ. તારા પર કૃપા થાઓ. ?? ?? ?? ?? 1


અને જો યહોવાની સેવા કરવી એ તમને માઠું લાગતુમ હોય, તો કોની સેવા તમે કરશો તે આજે જ પસંદ કરો; એટલે નદીની પેલી બાજુ તમારા પિતૃઓ જે દેવોની સેવા કરતા હતા તેઓની, અથવા જે અમોરીઓના દેશમાં તમે વસો છો તેઓના દેવોની? પણ હું ને મારા ઘરનાં તો યહોવાની જ સેવા કરીશું.”


અને યહોવાના દૂતે તેને દર્શન આપીને કહ્યું, “પરાક્રમી શૂરવીર, યહોવા તારી સાથે છે.”


યહોવાએ તેને કહ્યું, “સાચે જ હું તારી સાથે હોઈશ, ને તું જાણે એક માણસને મારતો હોય તેમ તું મિદ્યાનીઓને મારશે.”


તે ગઈ, ને ખેતરમાં આવીને કાપનારાઓની પાછળ કણસલાં વીણવા લાગી. બન્યું એવું કે તે અલીમેલેખના કુટુંબના બોઆઝના ભાગના ખેતરમાં આવી પહોંચી.


પછી કાપનારાઓ પર જેને મુકાદમ ઠરાવવામાં આવ્યો હતો તેને બોઆઝે પૂછ્યું, “આ કોની યુવતી છે?”


અને દરવાજામાંના સર્વ લોકોએ તથા વડીલોએ કહ્યું, “અમે સાક્ષી છીએ. યહોવા કરો ને જે સ્‍ત્રી તારા ઘરમાં આવે છે તે, રાહેલ તથા લેઆ કે જે બેએ ઇઝરાયલનું ઘર બાંધ્યું તેઓના જેવી થાય. તું એફ્રાથામાં સુખી થા, ને બેથલેહેમમાં નામાંકિત થા;


દાઉદે કહ્યું, “જે યહોવાએ તે સિંહ તથા રીંછના પંજામાંથી મને બચાવ્યો હતો, તે આ પલિસ્તીના હાથમાંથી પણ મને બચાવ્યો હતો, તે આ પલિસ્તીના હાથમાંથી પણ મને બચાવશે.” પછી શાઉલે દાઉદને કહ્યું, “જા, યહોવા તારી સાથે હોજો.”


Lean sinn:

Sanasan


Sanasan