રૂથ 2:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને રૂથ મોઆબણે નાઓમીને કહ્યું, “મને તો ખેતરમાં જવા દે કે, જેની મારા પર કૃપાદષ્ટિ થાય તેની પાછળ અનાજનાં ડૂંડાના હું કણસલાં વીણું.” ત્યારે તેણે તેને કહ્યું, “મારી દીકરી, જા.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 રૂથે નાઓમીને કહ્યું, “મને ખેતરમાં જવા દો. ત્યાં હું લણનારાઓથી રહી જતાં અનાજનાં કણસલાં એકઠાં કરીશ. મારા પ્રત્યે રહેમનજર દાખવનારની પાછળ પાછળ જઈ હું વીણવાનું કામ કરીશ.” ત્યારે નાઓમીએ કહ્યું, “દીકરી, ભલે જા.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 અને મોઆબી રૂથે નાઓમીને કહ્યું, “મને અનાજ લણાયા પછી રહી ગયેલાં કણસલાં એકત્ર કરવા ખેતરમાં જવા દે. મારા પર જેની કૃપાદ્રષ્ટિ થાય તેના ખેતરમાં હું જઈશ. “અને તેણે તેને કહ્યું કે “મારી દીકરી જા.” Faic an caibideilપવિત્ર બાઈબલ2 એક દિવસ રૂથે નાઓમીને કહ્યું કે, “કદાચ ખેતરમાં મને કોઇ મળશે જે માંરા પર દયા કરી મને અનાજ વીણવા દેશે.તેથી હું ખેતરમાં જઇશ અને થોડા બચેલા દાણા આપણા ખાવા માંટે લાવીશ.” નાઓમીએ કહ્યું, “હા દીકરી, તું જઇ શકે છે.” Faic an caibideil |