Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રૂથ 2:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 યહોવા તારા કામનું ફળ તને આપો, ને જે ઇઝરાયલના ઈશ્વર યહોવાની પાંખો નીચે આશ્રય લેવા તું આવી છે તેનાથી તને પૂરો બદલો મળો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 તારા એ કાર્ય માટે પ્રભુ તને આશિષ આપો. જેમની પાંખોની છાયા તળે તું આશ્રય લેવા આવી છે તે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ તને તેનો ભરીપૂરીને બદલો આપો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 ઈશ્વર તારા કામનું ફળ તને આપો. જે ઇઝરાયલના ઈશ્વરની પાંખો તળે આશ્રય લેવા તું આવી છે તે ઈશ્વર તરફથી તને પૂર્ણ બદલો મળો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 યહોવા તને તારા કર્મનો બદલો આપો. ઇસ્રાએલના દેવ યહોવા, જેની પાંખમાં તેં આશ્રય લીધો છે તે તને પૂરો બદલો આપો.”

Faic an caibideil Dèan lethbhreac




રૂથ 2:12
29 Iomraidhean Croise  

આંખની કીકીની જેમ મને સંભાળો, તમારી પાંખોની છાયા નીચે મને સંતાડો.


વળી તેઓથી તમારા સેવકને ચેતવણી મળે છે; તેઓને પાળવામાં મોટો લાભ છે.


હે ઈશ્વર, તમારી કૃપા કેવી અમૂલ્ય છે! અને મનુષ્યો તમારી પાંખોની છાયાનો આશ્રય લે છે.


હે ઈશ્વર, મારા પર દયા રાખો, મારા પર દયા રાખો; કેમ કે મારો આત્મા તમારે શરણે આવ્યો છે; [આ] વિપત્તિઓ થઈ રહે, ત્યાં સુધી હું તમારી પાંખોને આશ્રયે રહીશ.


માટે લોકો કહેશે, “ન્યાયીને ખચીત બદલો મળે છે; ખરેખર પૃથ્વીમાં ન્યાય કરનાર ઈશ્વર છે.”


હું સદાકાળ તમારા મંડપમાં રહીશ; તમારી પાંખોને આશ્રયે હું રહીશ. (સેલાહ)


કેમ કે તમે મારા સહાયકારી થયા છો, અને હું તમારી પાંખોની છાયામાં હર્ષિત થઈશ.


તે પોતાનાં પીછાંથી તને ઢાંકશે, અને તેમની પાંખો નીચે તને આશ્રય મળશે; તેમની સત્યતા ઢાલ તથા બખ્તર છે.


દુષ્ટની કમાણી ઠગારી છે; પણ નેકીનું બીજ વાવનારને ખચીત બદલો [મળે છે].


કેમ કે નિશ્ચે બદલો [મળવાનો] છે; અને તારી આશા રદ જશે નહિ.


યહોવા કહે છે કે, તું વિલાપ કરીને રુદન કરવાનું ને તારી આંખોમાંથી આંસુ પાડવાનું બંધ કર; કેમ કે તારો શ્રમ સફળ થશે, એવું યહોવા કહે છે; તેઓ શત્રુના દેશમાંથી પાછા આવશે.


ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર, ને તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખો નીચે એકત્ર કરે છે, તેમ તારાં છોકરાંને એકત્ર કરવાનું મેં કેટલી વાર ‍ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ!


તમે આનંદ કરો તથા ઘણા હરખાઓ, કેમ કે આકાશમાં તમારો બદલો મોટો છે, કેમ કે તમારી અગાઉના પ્રબોધકોની પાછળ તેઓ એમ જ લાગ્યા હતા.


માણસો તમને જુએ એવા હેતુથી તેઓની આગળ તમારાં ધર્મકૃત્યો કરવાથી સાવધાન રહો, નહિ તો આકાશમાંના તમારા પિતા પાસેથી તમને ફળ મળવાનું નથી.


પણ તમે તમારા વૈરીઓ પર પ્રેમ રાખો, તેઓનું ભલું કરો, ને કચવાયા વગર ઉછીનું આપો; એથી તમને ઘણું પ્રતિફળ મળશે, અને તમે સર્વોચ્ચ ઈશ્વરના દીકરાઓ થશો; કેમ કે અનુપકારીઓ પર તથા ભૂંડાઓ પર તે માયાળુ છે.


નમ્રતા તથા દૂતોની સેવા પર ભાવ બતાવીને કોઈ તમારું ઇનામ છીનવી ન લે, તેને જે દર્શનો થયાં છે તે પર આધાર રાખીને તે પોતાના સાંસારિક મનથી ખાલી ફુલાશ મારે છે;


(પ્રભુ કરે કે તે દિવસે તેમના તરફથી તેના પર કૃપા થાય); એફેસસમાં તેણે [મારી] કેટલી બધી સેવા બજાવી, એ તું સારી રીતે જાણે છે.


હવે મારે માટે ન્યાયીપણાનો મુગટ રાખી મૂકેલો છે, તે તે દિવસે પ્રભુ જે અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ છે તે મને આપશે; અને માત્ર મને નહિ, પણ જે સર્વ તેમના પ્રગટ થવાની ઇચ્છા રાખે છે તેઓને પણ આપશે.


મિસરમાંના દ્વવ્યભંડાર કરતાં ખ્રિસ્તની સાથે નિંદા સહન કરવી એ સંપત્તિ અધિક છે, એમ તેણે માન્યું. કેમ કે જે ફળ મળવાનું હતું તે તરફ જ તેણે લક્ષ રાખ્યું.


પણ વિશ્વાસ વગર [ઈશ્વરને] પ્રસન્‍ન કરવા એ બનતું નથી. કેમ કે ઈશ્વરની પાસે જે કોઈ આવે, તેણે તે છે, અને જેઓ ખંતથી તેમને શોધે છે તેઓને તે ફળ આપે છે એવો વિશ્વાસ કરવો જોઈએ.


કેમ કે ઈશ્વર તમારા કામને તથા તેમના નામ પ્રત્યે તમે જે પ્રેમ બતાવ્યો છે, અને સંતોની જે સેવા કરી છે, અને હજુ કરો છો, તેને વીસરે એવા અન્યાયી નથી.


ત્યારે રૂથે કહ્યું, “તમને છોડવાની તથા તમારા પાસેથી પાછી જવાની આજીજી મને ન કરો, કેમ જે જ્યાં તમે જાઓ છો ત્યાં જ હું જવાની; અને જ્યાં તમે રહેશો ત્યાંજ હું રહેવાની! તમારા લોકો તે મારા લોકો, ને તમારા ઈશ્વર તે મારા ઈશ્વર થશે.


બોઆઝે તેને ઉત્તર આપ્યો, “તારા પતિના મરણ પછી તેં તારી સાસુ સાથે જે જે વર્તણૂક ચલાવી છે ને તારાં માતાપિતાને તથા તારી જન્મભૂમિને છોડીને જે લોકોને તું આજ સુધી જાણતી નહોતી, તેઓમાં તું કેવી રીતે રહેવા આવી છે, તે સર્વની મને સંપૂર્ણ માહિતી મળી છે.


ત્યારે તેણે કહ્યું, “હે મારા સાહેબ, મારા પર કૃપાદષ્ટિ રાખો, કેમ કે તમે મને દિલાસો આપ્યો છે, ને જો કે હું તમારી દાસીઓમાંની એકના જેવી નથી, તોપણ તમે આ તમારી દાસી સાથે માયાળુપણે બોલ્યા છો.”


તે તારા જીવને તાજગી આપનાર તથા ઘડપણમાં તારી ચાકરી કરનાર થશે; કેમ કે તારા પુત્રની પત્ની જે તારા પર પ્રેમ રાખે છે, જે તને સાત દીકરા કરતાં પણ વધારે છે, તેણે તેને જન્મ આપ્યો છે.”


જો કોઈ માણસના હાથમાં તેનો શત્રુ આવે, તો શું તે તેને સહીસલામત જવા દે કે? એ માટે તેં આજે મારું જે [ભલું] કર્યું છે તેનો સારો બદલો યહોવા તને આપો.


હવે જો, હું જાણું છું કે તું નક્કી રાજા થશે, ને ઇઝરાયલનું રાજ્ય તારા હાથમાં સ્થાપિત થશે.


Lean sinn:

Sanasan


Sanasan