Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 9:32 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 શા માટે નહિ? કેમ કે તેઓ વિશ્વાસથી નહિ, પણ જાણે કે [નિયમની] કરણીઓથી [તેને શોધતા હતા] , તેઓએ ઠેસ ખવડાવનાર પથ્થરથી ઠોકર ખાધી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

32 એવું શા માટે થયું? એટલા માટે કે તેમણે વિશ્વાસ કરવાને બદલે કાર્યો ઉપર આધાર રાખ્યો. તેમણે ઠોકર ખવડાવનાર પથ્થર આગળ ઠોકર ખાધી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 કેમ નહિ? કેમ કે તેઓ વિશ્વાસથી નહિ, પણ જાણે કે કરણીઓથી તેને શોધતાં હતા. તેઓએ ઠેસ ખવડાવનાર પથ્થરથી ઠોકર ખાધી;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 સફળ કેમ ન થયા? કેમ કે તેમણે પોતાનાં કાર્યોના બળના આધારે દેવ સાથે ન્યાયી થવાનો પ્રયત્ન કર્યો. તેઓને દેવમાં વિશ્વાસ ન હતો કે દેવ તેમને ન્યાયી બનાવશે. જે પથ્થર લોકોને પાડી નાંખે છે, તેની ઠોકર ખાઈન તેઓ પડ્યા.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 9:32
15 Iomraidhean Croise  

એટલે તે [તમારું] પવિત્રસ્થાન થશે; પરંતુ ઇઝરાયલનાં બન્ને કુળને માટે તે ઠેસ ખવડાવનાર પથ્થર તથા ઠોકર ખવડાવનાર પહાણો થશે, યરુશાલેમના રહેવાસીઓને માટે તે ફાંસલારૂપ તથા ફાંદારૂપ થઈ પડશે.


તેઓમાંના ઘણા તેથી ઠોકર ખાઈને પડશે, ને છિન્નભિન્ન થઈ જશે, ને સપડાઈને પકડાશે.”


અને તેઓએ તેમના સંબંધી ઠોકર ખાધી. પણ ઈસુએ તેઓને કહ્યું, “પ્રબોધક પોતાના દેશ તથા પોતાના ઘર સિવાય [બીજે સ્થળે] માન વગરનો નથી.”


શિમયોને તેઓને આશીર્વાદ આપ્યો, અને તેની મા મરિયમને કહ્યું, “જો આ બાળક ઇઝરાયલમાંના ઘણાના પડવા, તથા પાછા ઊઠવા માટે, તથા જેની વિરુદ્ધ વાંધા લેવામાં આવે તેની નિશાનીરૂપ થવા માટે ઠરાવેલો છે.


અને જે કોઈ મારા સંબંધી ઠોકર નહિ ખાશે તેને ધન્ય છે.”


કેમ કે ઈશ્વરના ન્યાયીપણાના વિષે આજ્ઞાન હોવાથી અને પોતાના [ન્યાયીપણા] ને સ્થાપન કરવાને યત્ન કરીને, તેઓ ઈશ્વરના ન્યાયીપણાને આધીન થયા નહિ.


ત્યારે હું પૂછું છું કે, તેઓ પડી જાય એ માટે તેઓએ ઠોકર ખાધી? ના, એવું ન થાઓ. પણ ઊલટું તેઓના પડવાથી તેઓમાં [એટલે ઇઝરાયલીઓમાં] ઈર્ષા ઉત્પન્‍ન થાય, એ માટે વિદેશીઓને તારણ [મળ્યું છે].


અને તે વચન કૃપાથી થાય અને બધા વંશજોને માટે અચૂક થાય, એટલે માત્ર જેઓ નિયમ પાળનાર છે તેઓને જ માટે અચૂક થાય, એટલે માત્ર જેઓ નિયમ પાળનાર‌ છે તેઓને જ માટે નહિ, પણ જેઓ ઇબ્રાહિમના વિશ્વાસના છે, તેઓને માટે પણ [અચૂક] થાય; એ માટે તે [વચન] વિશ્વાસથી [પ્રાપ્ત થાય] છે.


પણ અમે તો વધસ્તંભે જડાયેલા ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ, તે તો યહૂદીઓને ઠોકરરૂપ, અને ગ્રીકોને મુર્ખતારૂપ લાગે છે.


કારણ કે શાસ્‍ત્રમાં લખેલું છે, “જુઓ, પસંદ કરેલો તથા મૂલ્યવાન એવો ખૂણાનો મુખ્ય પથ્થર હું સિયોનમાં મૂકું છું. જે તેના પર વિશ્વાસ કરે છે તે શરમાશે નહિ.”


અને “ઠેસ ખવડાવનાર પથ્થર તથા ઠોકર ખવડાવનાર ખડક થયો છે.” તેઓ આજ્ઞા માનતા નથી, તેથી તેઓ વચન વિષે ઠોકર ખાય છે; એને માટે પણ તેઓ નિર્માણ થયા હતા.


Lean sinn:

Sanasan


Sanasan